SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ •૬ ] જેનાનાં જાહેર ખાતાં અને તેમની હાલની સ્થિતિ ૩૧૩ તેઓમાં જે ના હોય તેમને દેવ દ્રવ્ય ખપી શકે નહિ. માટે આ ખાતું તેવા નાકરાના પગારમાટેજ સભવે છે. સાધારણ સહાયને પાત્ર છે. શ્રી ફુલકેશર ખાતું—કેશરીઆજી જનાર યાત્રાળુને માહિતી હશે કે ત્યાં કેટલું બધું કેસર વપરાય છે ! તેના પ્રમાણમાં શત્રુજયપર વિશેષતા નથી, અને વિશેષતાની. જરૂર પણ નથી. શત્રુંજયપર તેમજ બીજા ગામેાના સ્થાનિક દેરાસરોમાં પણ ઉચ્ચ સ્થિતિના માણસે ઘરનું કેશર લાવી વાપરે છે. જ્યારે સામાન્ય સ્થિતિના માણસા દેરાસરના કેશરથીજ ચલાવે છે. એ દેરાસરનું કેશર વાપરનારાઓ માટે શત્રુજયપર નહાવાની જગ્યાપાસે એક પેટી રાખેલી છે, કે જ્યાં શક્તિ અનુસાર ભાઈએ પૈસા નાખે છે. દરેક મંદિરમાંના મૂળનાયક અથવા કાઈ વિશેષ પ્રતિમાજીને ફૂલપણુ દેરાસરના વ્યવસ્થા. પાની સૂચના અનુસાર ચડાવવામાં આવે છે. આ બન્ને ખાતે ખર્ચ થાય છે. કેશર ખાતે ઘણા, ફૂલખાતે ચેાડા. કેટલાએક ગામેમાં સંવત્સરી પર્વપર સાધારણ ખાતે અને કેશર ખાતે રકમ ઉઘરાવાય છે, તેવીજ જાતનુ આ ખાતું છે. દેરાસરામાં સાધારણ ભાઈઓમાટે વપરાતા કેશરમાટે એક બહુજ કડવી ફિરયાદ વારંવાર થતી જાણી છે, કે કેશરમાં અતિશય પાણી નાખી, બહુજ પાતળુ' અનાવવામાં આવે છે, કે જેથી ઘેાડા કેશરમાં ઝાઝા ભાઇએ પૂજા કરી શકે. કોઇ કોઇ મધુએ પણ બહુજ કેશર લેવાની ભૂલ કરે છે અને તેને પિરણામેજ ગાઠી ઝાઝુ· પાણી નાખી ઝાઝું પાતળું કેશર બનાવવાની જરૂરીઆત જુએ છે. પરિણામ દૃષ્ટિને પસદ ન પડે એવું આવે છે. એટલે કે પ્રભુજીના શિશે તથા ભાલપર કેશરપૂજા થઈ હાય તેનું જળમય કેશર પ્રભુજીના મુખ, ચક્ષુ વિગેરેપર ઉતરે છે. આ માટે દેરાસરના વ્યવસ્થાપકે, પૂજા કરનારા ખભે તથા કેશર વાટનારા ગાઠીએ એ ત્રણેએ જરા જરા ચેાગ્ય ઉપાય લેવા જરૂરના છે. કેશર અહુ પાતળુ" અથવા અહુ ઘટ નહિ જોઈએ. ફૂલપૂજા માટે કેટલાક ભાઇએ અતિશય ઉતાવળથી પાંખડી તાડી નાખવામાં અથવા બીજી રીતે પુષ્પને વિંધવામાં કે મર્દન કરવામાં પુણ્યમ ધ કરવા જતાં પાપમધના ભાગી થાય છે, માટે જરા ધીરજથી સાચવીને ફૂલપૂજા થવી ઇષ્ટ છે • સાતક્ષેત્ર ખાતું—મનુષ્ય જીવનમાં ચાર ભાવના શુદ્ર માર્ગે લઈ જનારી છે, અને તેમાંની પ્રથમ દાન છે. એ દાનમાટે સાતક્ષેત્ર સર્વોત્કૃષ્ટ છે. કાઈ જૈન દેહમુકત થતાં તેના પુણ્ય નિમિતે સાતક્ષેત્રમાં અમુક રકમ કહેવાય છે. આ ક્ષેત્ર સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જ્ઞાન, ચૈત્ય, અને પ્રતિમા છે. સ`સારની દરેક વસ્તુઓની ખુખી તેની અસ્થિરસ્તામાંજ છે. ગરીખ શ્રીમાન થાય ત્યારે થાડા વખત તેને વિશેષ આનંદ થાય છે, પણ જે આનંદ ગરીબીમાં તેને મળતા તેવા આનંદ તેને શ્રીમ'તામાં મળે છે ? વિશેષ નહિ કશા નબળી આવે તે દુઃખ થાય. આ સંસારી ખુષીએ જાણ્યા પછી પારાકિક અથવા ધાર્મિક ખુબી એ છે કે તે વધારે સ્થિર છે. દાન આપીએ તેના બદલે એક અથવા ખીજે રૂપે મળ્યા વિના રહેજ નહિ. દાનના કેટલાએક પ્રકાર નીચે પ્રમાણે છેઃ—સુપાત્ર, અનુકંપા, અભય, જ્ઞાન. આ સાત ક્ષેત્રમાં સર્જેથી પ્રથમ સાધુ ગણ્યા છે. તેનું કારણ તે સુપાત્ર છે. r સારની બધી ખટખટથી મુક્ત થઇ, હિંદુઓના ચાર વર્ણોમાંના પ્રથમ-બ્રાહ્મણનું કામ, L
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy