SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ જન કેનફરન્સ હેરલ્ડ. [નવેમ્બર પરબના પાણું ખાતું–આવશ્યક છે, અને સહાયને પાત્ર છે. તેમાં બહુ રકમની જરૂર પડતી નથી, અને જરૂરગી મદદ મળી રહે છે. શત્રુંજય પર ચડતાં સાધારણરીતે કલાક દોઢ કલાક લાગે છે, પણ ઉનાળામાં જે પાણીને શેષ પડે છે, તે ડુંગરપર અનુભવ કરનારને જ ખબર પડે. યાત્રાળુઓને આવી નાની આવશ્યક સહાય આપવી તે શ્રીમાનું પુણ્યબંધન કરાવનારું ર્તવ્ય છે. શ્રી વંડાના જાનવર ખાતું. અહિંસા ધર્મના અનુયાયી જૈન બંધુઓ માટે દરેક રીતે મદદને પાત્ર છે પૃથ્વી પર દેઢ અબજ મનુષ્યમાં માંસાહારી નહિ એવા બહુ ત્યારે ક્રેડ માણસે હશે એટલે કે દેસે માણસે એકજ આવે છે. એ સર્વમાં સૂક્ષમ દયા પાળવાનું સૂચવનાર, તેના સૂમ રસ્તા બતાવનાર, જૈન દર્શન અનન્ય છે. ખ્રિસ્તી ધર્મ શીખવે છે કે ગાયમાં અને તેવી જ રીતે પશુઓમાં જીવ નથી. માત્ર મનુષ્યોમાંજ છે. હાલ બંગાળાના પ્રોફેસર જગદીશ ચંદ્ર બેઝ પ્રયોગોથી સિદ્ધ કર્યું છે કે જેવી રી માણસને લાગણી છે તેવી જ રીતે વનસ્પતિને, ઝાડેને પણ લાગણું છે. આપણે નજરે. નજર જોઈએ છીએ કે પશુઓ, પક્ષીઓ તથા નાના જતુઓને પણ લાગણું છે. જીવ હાવા વિના લાગણી હોઈ શકે નહિ. આ પ્રમાણે ખ્રિસ્તી ધર્મમાં જે કહ્યું છે કે ગાયને (અને પશુમાત્રને) જીવ નથી, તે ટકી શકતું નથી. મનુષ્ય પોતાની મેળે રળીને, મેથી માગીને, અશક્ત થતાં બીજાને કહીને, મદદ મેળવી શકે, પણ બિચારાં નિરપરાધી મૂગા જનાવરે, સહાય કરીએ, ત્યારે જ તે સહાય મેળવી શકે. નહિતર મૂગાં મૂળા ખમ્યા કરે. મનુષ્યપ્રાણને સહાય આપવી તે જેમ ફરજ છે તેવીજ રીતે પશુઓને મદદ કરવી તે પણ ફરજ છે. મનુષ્યને મદદ કરી રહીને પશુઓને પછી મદદ કરવી એ સિદ્ધાંત દયા ધર્મની ઓછાઈજ બતાવે છે. પશુઓ મદદને વધારે પાત્ર છે. પાંજરાપિળવિષે વિવેચનમાં વધારે સ્પષ્ટિકરણ ઈષ્ટ છે. શ્રી મજાની ટીપ ખાતું–જે પવિત્ર સ્થળપર તીર્થકરે ભાવિ સિધ્ધ અને પવિત્ર આત્માઓ વસી ગયા છે, તેના પરમાણુઓને મૃત પશુઓના ચર્મ, જે અશુચિમય ગણાય, તેથી ભ્રષ્ટતા થઈ, શુભ પરમાણુઓ ઓછા થાય તે હેતુથી જ શ્રાવકો પર્વત પર ચઢતાં ચર્મના જેડા પહેરતા નથી. જરૂર પડે તે કંતાનના અથવા રેશમી મેજાં પહેરે છે. ગરીબ જન બંધુઓ જે મજા લેવા સમર્થ નહાય, તેઓ તેમજ પૂર્ણ ભાવથી ચડવા વાળા તે પગે બળતા પણ એમને એમ યાત્રા કરે છે. પરંતુ કેઈ કે મુનિરાજે, કારખાનાના નેકરે અથવા પર્વતપરનાં દેરાસર જોવા આવનાર અન્યધર્મી બધુઓને જરૂર પડે તેને માટે માં રાખવાં પડે છે. ઠાકોર, અમલદારે અથવા કેઈ વખતે ગવર્નર, પિલીટીકલ એજન્ટ અથવા બીજા પરણાઓ ત્યાં આવે ત્યારે ચામડાના બુટ ઉતરાવી કંતાનનાં મોજાં પહેરાવવા એ ખર્ચ કારખાનાને માથે ન પડે એટલા માટે આ ખાતું કર્યું હોય એમ લાગે છે. શ્રીમાનેએ સાધારણ મદદ કરવાની આવશ્યકતા છે. શ્રી નેકિરેના પગાર આપતું–આણંદજી કલ્યાણજીના નેકરે–મેનેજર, કારકુન, તળાટીના માણસ, પર્વતપરના ગઠીએ, પાણીના પરબવાળા,વગેરે ઘણા પ્રકારના છે.
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy