SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ જન કેન્ફરન્સ હેરલ્ડ. [નવેમ્બર શિસ્ટો કહે છે. સર્વથી પવિત્ર જીવન આત્મિક અથવા પારમાર્થિક જીવન જ છે. તર જીવન એ સવહૃષ્ટ આત્મિક તથા બીજા આત્માઓના ઉદ્ધારની ઇચ્છાવાળું હોવાથી પારમાર્થિક જીવનજ છે. એવા સર્વેત્તમ શુદ્ધ પરમાણુઓ અતિશય બળવાન હોય તો તેમાં સવાલ જ નથી. અત્તરની સુગધ થોડી હોય છે, પરંતુ કસ્તુરીની વિશેષ હોય છે. એક ઓરડામાં કસ્તુરી રાખેલી હોય તે આખો ઓરડો સુગંધમય થઈ રહે છે, તેવી રીતે તીર્થાધિરાજપર જે જે સ્થળેએ તીર્થંકર મહારાજ કાઉસગધ્યાને રહેલા અથવા સમવસરેલા છે તે સ્થળે તેમના શુભ પરમાણુઓ મિશ્રિત હોવાથી અવશ્ય ભેટવા યોગ્ય છે, સંચય થએલા, અને સંચય થતા એ બને શુભ પરમાણુઓને યોગ તીર્થસ્થળોએજ મળી શકે છે. વ્યાવહારિક જીવનમાં દેખાતી ઘણું ઉપાધિઓ ત્યાં વીસરી જવાય છે. પરમાત્મ ધ્યાનમાં લીન થવાને વિશેષ પ્રસંગ આવે છે. ગિરનારજી એ બાવીસમા તીર્થંકર નેમિનાથજીની દીક્ષા, કેવળ અને મોક્ષ એ ત્રણે કલ્યાણકની ભૂમિ છે. અષ્ટાપદ પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનના છેલા કલ્યાણકનું સ્થાન છે. તારંગાઇ એ અજીતનાથ મહારાજનું માહામ્યવાળું તીર્થ કુમારપાળ રાજાએ બંધાવેલ છે. સમેતશિખર વીશ તીથકનું મોક્ષ પામ્યાનું સ્થાન છે. એ પર્વતમાં પવિત્ર સ્થાન ગણાય છે. ઉપરાંત મગધ અથવા બહારમાં આવેલાં રાજગૃહી, પાવાપુરી તથા બીજાં થોડાંએક ત્યાંના સ્થળે ત્યાં યાત્રાએ જનાર અનુભવે છે. આપણે પરમેષ્ટિ પણ પંચ છે અને માટે પણ પંચતીથી છે. એ તીએ જનાર પિતાના મલિન પરમાણુએને થોડાં ઘણાં પણ શુભ કરે છે, ત્યાં જઈને દુષિત થનાર આત્મા બહુજ મુશ્કેલીથી કર્મ છોડી શકે છે. કારણકે આવા પવિત્ર સ્થળે તીર્થંકર જેવા પ્રબળ પવિત્ર પરમાણુઓ જેને અસર કરી શક્યા નહિ, એટલું જ નહિ, પણ તે પરમાણુઓની ઉપરવટ થઈને જે દુષ્ટતા આચરી શક્યા તે દુષ્ટ પરમાણુઓને હઠાવવાને માટે બહુ જ સબળ પરમાણુઓની જરૂર છે. મનુષ્યદેહ પરમાણુઓ જ બનેલો છે. અસલના વખતમાં તેમજ હાલ શહેર અથવા ગામની ગલીચ હવા છોડીને ઝાડી અને પર્વતના એકાંત ભાગમાં શાંતિથી ધ્યાન, એકચિત્ત થઈ શકે છે તેવું વસ્તીવાળા ભાગ પર થઈ શકતું નથી. વળી જમીનપરની હવા કરતાં પવતપરની ઉચી હવા સૂક્ષ્મ હોય છે. જમીન પરની હવા ઘટે હોય છે. પર્વતપર ચડવાથી શ્વાસોચ્છવાસ વિશેષ અને સારી હવાવાળા લેવાથી ફેફસાંને પણ ફાયદો થાય છે, એ વૈદક દષ્ટિએથી જોતાં શારિરીક ફાયદો છે. આ પ્રમાણે આત્મિક, માનસિક તથા શારીરિક એ ત્રણે ફાયદા થઈ શકે છે. પર્વત પર જે ઝાડેની, શિલાઓની, નીચે દેખાતા સમુદ્રની, આડા અવળા બારીક વહેતા નદીના ઝરણની વિગેરે ઘણી એક કુદરતી લીલાઓ દેખાય છે. તે પણ એક સાથે અને તેવી જ સુંદર રીતે જમીન પર દેખી શકાય નહિ. તીર્યસ્થળે તથા ત્યાં સ્થાપેલા પ્રતિમાજી પ્રાચીન છે, તેની સબળ ખાત્રી એજ છે કે ઝડષભદેવ સ્વામીના જીવન દરમ્યાન જ તેમના ચક્રવતી સુપુત્ર ભરત મહારાજે અષ્ટાપદ પર આખી વીશીના સર્વ તીર્થકરોની દેહમાન પ્રમાણે પ્રતિમાઓ ભરાવેલી છે. ભરત ચક્રવતી, જેમને આરીસા ભુવનમાંજ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હોવાથી ગૃહસ્થ કેવળીને અતિ ઉત્તમ દાખલો ગણાય છે, તેવા હળુકમ આત્માને પણ પ્રતિમાની આવશ્યકતા લાગી, તો આ પંચમ કાળમાં વ્યવહારમાં મસ્ત, જ્ઞાન વિગેરે આદરવામાં અતિશય ઢીલા અને પાપમય જીવનમાં બહોળો સંબંધ ધરાવનાર છેને, પોતાના અવલંબનરૂપ પૂજ્ય પુરૂષનું સવાર સાંજ સ્મરણ અવશ્ય જોઇએ. દરેક મનુષ્ય પ્રભુતરફ છેલ્લી, દઢ અને સચોટ પ્રીતિવાળ થાય ત્યાં સૂધી તેને કોઈપણ એક વ્યકિત પર અતિશય તીવ્ર પ્રેમ હોય છે. એ પ્રેમી મનુષ્યને તે ખરા હૃદયથી ચાહે છે, તેની ગેરહાજરીમાં તેનાં ફેટેગ્રાફી પણ હૃદયથી ઉછળતે સંતેષ લે છે, અને જોમાં હાલ પ્રચલિત બાવલાંઓ, તથા અમુક પ્રસંગોએ તેમને હાર પહેરાવવાની રીત એ મૂર્તિપૂજાનું બીજુ સ્વરૂપજ છે. અસલના વખતમાં જ્યારે રેલવેન હતી ત્યારે ઘણું માણસને સમુહ સાથે જ યાત્રાએ જતો, તેમનામાં બહુ સાથે સંબંધ જોડાતે, નવા નવા ગામમાં આપણા ધર્મબંધુઓ કોણ છે, તેમની શું સ્થિતિ છે, વચમાં આવતાં ગામની શું સ્થિતિ છે તે બધું જણાતું. હાલ તે બધી સ્થિતિ ફેરવાઈ ગઈ છે. હવા ફેર તરીકે તથા પોતાના ગામમાં કાંઇ ભચંકર વ્યાધિ સમયે પણ તીર્થયાત્રા નીકળવું તે બન્ને
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy