SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ T જૈન સમાચાર તથા વર્તમાન ચર્ચા, ૧૯૦૬ ] કન્યાશાળા અને સ્રોશક્ષણશાળા-આશે શુદ ૧૦ ને દિવસે શ્રી માંગરોળ જૈન સભા તરફથી અત્રે તેમના હાલની અંદર ખુલી મુકવામાં આવી છે. પાનેષેધ દશરાને દિવસે દા દા દેશી રાજ્યામાં જે ભાગ દેવીને અપાય છે તે બંધ કરવા માટે જે અરજી આંહીથી તેમનાપર મોકલવામાં આવી હતી, તે પછી ઉપરના નામની એક ચેાપડી તેમનાપર મેકલવામાં આવી હતી. શેઠ મેહનલાલ મગનલાલ, જેમની પાસે શાસ્ત્રીઓનાં લખેલા મતાની એક મોટી બુક હતી, તે અહુજ થોડા વખતમાં “ ગુજરાતી ” પ્રેસમાં છપાવી માકલી હતી. આ બુકમાં ૫૧ શાસ્ત્રીના અભિપ્રાય છપાવ્યા છે. પવિત્ર કેશર—અમરીતસરથી લાલા મેાતીરામ શુમલ લખે છે કે નવું કેશર એક મહીના પછી આવશે. માટે જે સાહેબને જોઇએ તેમણે તરત મંગાવવું. અત્યાર સુધી કેશર જીનું મળતું હતું પરંતુ જે કેશર હવે નવું આવશે તે ઘણુ' સરસ આવશે, તે કેશર આપણા માણસની દેખરેખ હેઠળ તદ્દન ફૂલમાંથીજ કઢાવવાનું છે, માટે જેટલું કેશર જેઓને જોઇએ તેમણે અમને પત્ર લખવા એટલે તરત નવું કેશર મેક્લવામાં આવશે. ર હુન્નર ઉદ્યાગ. શાહીને પાકે—યુનાઇટેડ સ્ટેટસમાં જેલટાઉન ખાતે મી. ડેવીડ અન્ડરસન નામે ખેડુત શાહીના પાક ઉગાડે છે. મી. અન્ડરસને અનાજના સાંઢામાંથી લખવાની શાહી મેળવવાના વિચાર કર્યેા છે. દરેક સાંઢામાંથી પાણી માટલી જેટલી શાહી નીકળે છે. આ શાહીનો રંગ સાનેરી જા મળી છે તથા તેથી લખેલું લખાણ કાયમ માટે જળવાઈ રહે છે એમ કહેવાય છે. ፡ લાપામાસ હીરાની શેાધ—ડાયમ`ડ ટાપુ જવા નીકળેલી સ્ટીમર “ શ્રીમા ” પહેાંચી છે. જે ટાપુ ઉપર હીરાના ખજાના દટાયેલે સ્ટીમર પરના માણસો માને છે, તે ટાપુઓ ઉપર જંગલી લેાકેા વસે છે, અને સ્ટીમરના માણસોને તેએની સાથે લડવું પડશે. ખાંડે—સન ૧૯૦૫-૦ૐ માં હિંદુસ્તાનમાં આસ્ટ્રીઆ-ડુંગરી, જર્મની, યુનાઇસ્ટેડ સ્ટેટસ વિગેરેમાંથી શેરડીમાંથી બનાવેલી ૪૨૪૧૬૪૪ વેટ ખાંડ આવી હતી. હિંદુસ્તાનની બહારના દેશેામાં ખાંડ બનાવવાની ક્રિયા નજરે જોઈ તે શીખી આવવા માટે એક વિદ્યાર્થીને હિંદુ, એજ્યુકેશન ક્ડે દર મહિને રૂ. ૧૦૦ ની સ્કૉલરશિપ તથા જરૂરી ખર્ચ આપી મેાકલવા ગાઠવણ કરી છે. કાલસાના વેપાર—અગાલમાં પહેલી ખાણ ૧૮૨૦ માં માલુમ પડી હતી. ગધે વર્ષ ૮૪૧૭૭૩૯ ટન નીકળ્યા હતા. આ રાજગાર ૪૭ કંપનીઓ કરે છે. ૪૬ બંગાળમાં તથા ૧ બ્રહ્મદેશમાં. એ કપનીઓની થાપણુ રૂ. ૨૮૮૫૪૫૦૦ ની છે. હિંદુસ્તાનમાં તેમજ સીલેાન, સ્ટ્રેટસ સંસ્થાના, એડન તથા પૂર્વ આફ્રીકામાં પણ તે ખપે છે. હિંદમાં સાનું—મહિપુરમાં આવેલ કાલારની ખાણુમાં બાલાઘાટ ખાતે ૩૯૫ આંઉસ તથા કારામડળ ખાતે ૩૩૫ આંઉસ સાનુ` એક અઠવાડીયામાં નીકળ્યું છે.
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy