SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ [ અકબર જૈન સમાચાર તથા વર્તમાન ચર્ચા. પુણ્યાર્થે રકમ–શેઠ વિરચંદ દીપચંદના સુપુત્ર શેઠ સારાભાઇના સ્મરણ માટે રૂપીઆ ૪૫૦૦૦ જુદા કાઢયા છે. તેમાંથી રૂ. ૧૦૦૦૦ બનારસ શાળાના અંગે જૈન ધર્મશાળા બાંધવામાં વાપરવામાં આવશે. રૂ. ૩૦૦૦૦ નું ટ્રસ્ટડીડ કરી ટ્રસ્ટીઓ તરીકે શેઠ ચીમનભાઈ લાલભાઈ, લાલભાઈ દલપતભાઈ, જેશીંગભાઈ હડીશીંગ તથા ચીમનભાઈ નગીનદાસ વિગેરે ૧૧ જણને નીમવામાં આવ્યા છે. સેક્રેટરી તરીકે વકીલ કેશવલાલ પ્રેમચંદ વિગેરે ત્રણ જણને નીમ્યા છે. આ ટ્રસ્ટડીડની રકમના વ્યાજમાંથી પણ ભાગની રકમ વિશાશ્રીમાળી કેમના વિદ્યાર્થીને તથા પા ભાગની રકમ બીજા જૈન વિદ્યાર્થીને ખૂક, ફી વિગેરેમાં આપવામાં આવશે. ધનિકે પુણ્યનિમિત્તે આ રીતે પિસા ખરચે તે બહુજ ઉપકારક અને ફરજ તથા દાનના સાચા ખ્યાલ પ્રમાણે જ છે. અમે એટલું જ ઈચ્છીએ છીએ કે ધનિકે આવા દાખલા સારી રીતે લક્ષમાં રાખે. વિદ્યાદાન માટે હવે વારંવાર કહેવાની જરૂર જ નથી. બનારસમાં ધર્મશાળાની જરૂર છે. અને શેઠ વીરચંદભાઈએ પાઠશાળામાટે જે મકાન લઈ આપ્યું છે તેમાં આ ધર્મશાળા બંધાવવા પૈસા આપીને જૈન કોમપર ખરો ઉપકાર કર્યો છે. આનું જ નામ ખરા રસ્તાની સખાવત. ગીનીની પ્રભાવના--મુશદાબાદમાં આચાર્ય શ્રી ૧૦૦૮ કમળ વિજયજી મહારાજના વ્યાખ્યાનથી પ્રસન્ન થઈ બાબુ સાહેબ ધનપતિસિંહજી તરફથી દરેક જૈન બંધુને સેનાની ગીની ( રૂપિયા પંદર) ની પ્રભાવના કરવામાં આવી છે. ધર્મપ્રભાવનાનો પ્રકાર દરેક રીતે સ્તુત્ય છે. હાલના સમયમાં આવી ઉદાર પ્રભાવના કોઈ જગ્યાએ જાણવામાં આવી નથી. ધન્ય છે બાબુ સાહેબને ! ૧૦૦૦ ગીની પ્રભાવનામાં થઈ હતી. પુનર્લગ્ન--ઍડવોકેટ ઑફ ઈન્ડીયામાં થડા દિવસ પર નીચેની હકીકત આવી હતી. અમેરિકાના એકત્ર સંસ્થામાં ઈલલીૉઇસ પ્રગણુના ચાર્લસ્ટન ગામમાં એક ગૃહસ્થ મી. મૅકકીને લગ્ન કરવા માટે સ્ત્રી મેળવવાને વર્તમાનપત્રમાં નેટીસ આપી હતી. કેન્સાસ પ્રગણાની એક વિધવા તેની પાસે હાજર થઈ અને તેણે લગ્નની ઈચ્છા જણાવી. મેંકકીમે પૂછ્યું “તમારે કંઈ ફરજંદ છે?” વિધવાએ કહ્યું “મારે છે છોકરાં છે. તેમની ઉમર પાંચથી સતર વર્ષની છે. આ ઉપરથી વિચારે કે છ છોકરાની માતાને પણ, પુનલગ્નની છુટવાળા દેશમાં, લગ્નની ઈચ્છા થઈ. કેટલીવાર પુનર્લગ્ન કરે તે મોટો સવાલ છે. પુનર્લગ્નની છુટ મૂકવી એ હાથે કરીને વિષયવાસનાને પ્રદિપ્ત કર્યા બરાબર છે. વર્ણસંકર પ્રજા ઉત્પન્ન કરવાને એ સૌથી સહેલો રસ્તો છે. બંધુઓ, ચાલુ સાંસારિક બંધારણ ફેરવતાં પહેલાં બહુ વિચાર કરજે. લગ્ન-પિતા તરફથી ગેઠવાતાં અને પુત્રપુત્રીની પસંદગી વિનાના હિંદુ લગ્નો માટે જોઈએ તેટલે વાંધો લેવામાં આવે, પણ હિંદુપતિ સ્ત્રીને અંતઃકરણથી ચાહે છે, સ્ત્રી પતિને ખરા અંતઃકરણથી ચાહે છે. યુરોપીય લગ્ન કેલકરાર જેવા હેવાથી
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy