SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૬ .. મહુવા અને પાલીપાને સં.૧૯૫૭ એ બન્ને વર્ષે ટાણુ મુકામે ભેગી મળેલ જ્ઞાતિ કેન્ફરન્સમાં પટણીપક્ષને જ્ઞાતીમાં ભેળવવા અમે પુછયું હતું પણ તે વખતે કહેવામાં આવ્યું હતું કે એ તમારા ગામની બા બત હોવાથી તમારાજ ઠરાવની જરૂર છે, કેન્ફરન્સ ઠરાવ આપવાની જરૂર નથી. આ મુ ! તકરારી છે. જે ટાણામાં ભેગા થયેલા મહાજને એમ કહ્યું હોય તે નિશ્ચય બહુ સહેલે છે. ન કહ્યું હોય તો એક બીજી બાબત લક્ષમાં લેવાની છે. મહુવાએ કેટલાએક એવી દાખલા રજુ કર્યા છે કે જે ભાવનગર, કુંડેલા વીગેરે તાલુકાઓમાં પણ બને છે, તેઓ સંબંધી પાલીતાણા મહાજને કાંઈ પગલું ન ભર્યું અને મહવાપર સી બજાવ્યો તેનું શું કારણ? આ રીતે જોતાં આ સવાલને નિશ્ચય ૧૮ તાલુકાના મહાજને મળી કરવાની પૂર્ણ જરૂર છે. પાલીતાણું મુકામે ૧૯૬ર ના કારતક સુદ ૧૫ મે ભેગા મળેલ મહાજનમાં પટણીમાં દિકરી આપનાર ચાર ઘરને, બીજે ઠરાવ થતાં સુધી, જ્ઞાતિબહાર રાખવા કહ્યું હતું. તે વખતે મદ્યાના શેડ ગાંડા રાયચંદ સીવાય સર્વ અસરો હાજર હતા. અને તેમણે જે કલેશને અંત આણવાનું ધાર્યું હતું તે તે વખતે જ બધી મુશ્કેલી પતી જાત. પરંતુ તેઓએ મેટેરા હાજર નથી એવું બહાનું કાઢી જવાબદારી ઉડાવી દિધી. ખેર! પાલીતાણાએ પતા અને મહાવચ્ચે જે પત્રવ્યવહાર ચાલ્યો હતો તે પ્રગટ કર્યો હતો તે પરથી જણાતું હતું કે મહુવા તદન સમજણ વિરૂદ્ધ કરતું નથી. પણ ત્યાં ૮૦–૧૦૦ વર્ષથી આવેલા છે. તેઓએ પિતાની કન્યાઓ ત્યાં આપી છે, અને કાંઈ કારણને અંગે પાટણથી તેઓને વ્યવહાર બંધ થયું ત્યારે પોતાના નવા વતનમાં તેઓએ વ્યવહાર ઈચ્છ. વળા મુકામે ફાગણ વદ ર જે ભેગા થવાનું હતું, પણ કાંઈ અનિવાર્ય કારણોને લીધે તે બંધ રહ્યું, પાછળથી વળાએ તે કજીયાનું નિરાકરણ કરાવવા પ્રયાસ કરવા માંડે. પાલીતાણાએ છેડે લાવવા ઈચ્છા દર્શાવી, પિતાના ૨ પ્રતીનિધિ નીમી નામ મેકલ્યા. પણ તે બે પ્રતિનિધિ માં એક મેતા છે, કે જે જરા ઉગ્ર પ્રકૃતિના હોવાથી બીજે કઈ શાંત ઠરેલ માણસ હોય તે વધારે સારું. મહુવાએ સંસ્કૃતમય કાયદાના પોઈટાથી ભરપુર, સમજવી મુશ્કેલ પડે તેવી શિલીમાં એવી દઢતા બતાવી છે કે વળા મુકામે સ. ૧૯૬૧ ના ફાગણ વદ ૨ જે ભેગા થવાનું હતું, તે બંધ શા માટે રહ્યું તે પહેલું જણાય ત્યારપછી જ મહુવા પ્રતિનિધિના નામ આપશે. આ દૃઢતા અમને બહુજ સખ્ત લાગે છે, નિશ્ચય નય પશિશ્ચમના વતનીઓને છેડેક અંશે ચાલી શકે છે. બાકી તેમને પણ વ્યવહાર નયને આશ્રય પકડ પડે છે. આપણે તે વ્યવહારને પહેલા જાળવવાની જરૂર છે, માટે આ દઢ મમત મૂકી દઈ મહવાએ પિતાના ૨ પ્રતિનિધિના નામે મોકલી આપવા એ અમને તે ઉત્તમ અને સુલેહને રસ્તો લાગે છે. ૪૦ વર્ષ સુધી નિવાસ કરેલ પટણીને ઘૂળમાં લેવાની છુટ મૂકવી એ અમને ઉત્તમ રસ્તે લાગે છે, કાયદે હમેશાં હરવખત કામમાં લાવતાં મુશ્કેલી ઉત્પન્ન થાય છે, દરેક પ્રસંગે જરા નમતી દેરી મૂકવી પડે છે, માટે પાલીતાણુ અને મહુવા અને એ મમત મૂકી એક થવામાંજ શેભા છે, સંપને માટે દઢ ઈચ્છા કરવા પ્રાર્થના છે.
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy