SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ન કોન્ફરન્સ હરડે. [ કઢાખર રખેપાની રકમ રૂ. ૧૦૦૦૦ કેવી રીતે થઈ ?—ાકાર સુÁસહુજી મન ૧૮૬૨ માં ગાદીએ આવ્યા પછી, તેમણે શ્રાવકા પાસેથી જુદા જુદા નવા કર લેવા. ચ્યા. પરિણામે શ્રાવકેાએ એ જુલમની નામદાર ગવર્નરના એજટને રિયાદ કરી. અને તે સાથેજ ઠાકાર સાહેબે એજટને અરજ કરી કે સન ૧૮૨૧ માં જે લખત થયું છે તે તે માત્ર ૧૦ વર્ષનુંજ છે. અને તેથી હવે રૂ.૪૫૦૦ ને બદલે અમને મોટી રકમ મળવી જોઈએ. હકીકત એમ હતી કે ૧૮૨૧ માં યાવતચદ્ર દિવાકર રૂ. ૪૫૦ શ્રાવકાએ ઢાકાર સાહેબને આપવા, અને ઠાકાર સાહેબે, જ્યાં સુધી શ્રાવકે આપ્યા કરે ત્યાં સુધી અડચણ કરવી નહિ, પણ શ્રાવકે ૧૦ વર્ષ સુધી તે પ્રમાણે આપ્યા પછી ઠીક પડે તા તેમને તેમ આપે, અને નહિતર ૧૦ વર્ષ પછી ઘટાડવા માટે અરજ કરે. મતલબ કે ઢાકાર સાહેમ બધાયલા હતા, અને શ્રાવકા છુટા હતા. લાંબે વખત રજુઆત થયા પછી કર્નલ કીટીજે નામદાર મુખઇ સરકારને લખ્યું કે ૧૮૨૧ માં અવ્યવસ્થા તથા ચારધાડની બીકને લીધે શ્રાવકા ઓછા આવતા હતા, અને તેથી રૂ. ૪૫૦૦ ખસ હતા. પણ હવે જૈના વધારે આવે છે, માટે રૂ. ૧૦૦૦૦ કરવા એવે મારી ચત છે. નામદાર મુબઇ સરકારને આણુ દજી કલ્યાણજીએ અરજ કરી વાંધો ઉઠાવી રૂ. ૪૫૦૦ ચાલુ રાખવા જણાવ્યું. પણ નામદાર મુંબઈ સરકારે રૂ. ૧૦૦૦૦ ના ઠરાવ સન ૧૮૬૬ માં જહેર ર્યાં. તેની ઉપર આણ ંદજી કલ્યાણજીએ હિંદના નામદાર વજીરને અરજ કરી. પણ તેમણે પણ નામદાર મુબઈ સરકારના ઠરાવ ૧૮૬૭ માં બહાલ રાખ્યા. ગઢની અર નવા દેરાસરો આંધવા માટે જમીન—આ માટે ઢાકાર કાંધાજીએ સન ૧૮૩૬ માં ( જે વખતે પાલીતાણા શેઠ હેમાભાઈ વખતખદ પાસે ઇજારે હતું) નામદાર સરકારને અરજી કરી હતી, પણ પાછળથી સન ૧૮૩૮ માં તે પાછી ખેચી લીધી હતી. શેઠ નરસી કેશવજી વિગેરેએ ટુંકા માંધી ત્યારે કાંઇ જમીન માટે પૈસા લેવામાં આવ્યા ન હેાતા. પણ પાછળથી ઢાકેાર શ્રી સુરસિંહજીએ પૈસા માગવાથી અનેાને નામદાર મુખઇ સરકારને અરજ કરવી પડી, જેના પરિણામે નામદાર મુ`બઈ સરકારે ન. ૧૯૪૧ તા. ૧૬ માર્ચ ૧૮૭૭ ના ઠરાવ બાહાર પાડી નીચેપ્રમાણે મુખ્ય મુદ્દાઓ નિશ્ચિત કર્યાં હતા. ( ૧ ) ગઢની અંદર ઠાકાર સાહેબના કમજો પેાલીસ હેતુમાટેજ ગણવામાં આવશે. ગઢની અંદર ટુંકની અંદર નવાં દેરાં બંધાવવામાટે કાંઈ પણ રકમનેા તે હક ધરાવી શકશે નહિ. ( ૨ ) હાલના માજીદ મકાનામાં હિત ધરાવનારાઓના હકને નુકસાન પહેાંચાડ્યા સિવાય, શ્રાવક જ્ઞાતિના મતથી વિપરીત રીતે ડુંગરપરના કોઈ ભાગના ઉપયાગ કરવાની મના કરવામાં આવે છે. ( ૩ ) ( ૪ ) ગઢની બહાર અથવા અંદર જે દેરાંઓ હાલ છે તેને માટે કાંઇ પણ પૈસાની રકમના હુક કરી શકાશે નહિ. ગઢની બહાર નવું દેરૂં બાંધવાને શ્રાવક કામની ઇચ્છા હોય, તે જેઇતી જમીન માટે દર ચારસવારે એક રૂપ મળેથી ઠાકર સાહેબ રજા આપશે.
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy