SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬] જેનેનાં જાહેર ખાતાં અને તેમની હાલની સ્થિતિ : - (૫) ડુંગરપર આવનારા શ્રાવક કામના કેઈપણ શમ્સને હરકત કરવામાં આવશે નહિ. ગઢપર કાયમી પોલીસ થાણું બેસાડવામાં આવશે નહિ તથા ડુંગરપર થઈને ગઢપર જવાના રસ્તા૫ર ૫૦૦ વાર સુધીમાં કાયમી પિલીસ થાણું બેસાડવામાં આવશે નહિ ગઢપર સરકારી અમલદાર–એક વખત એ પણ હતું કે જે વખતે ઠાકોર સાહેબથી સંતોષ નહિ પામીને નામદાર મુંબઈ સરકારે પાલીતાણા ઠાકરના ખર્ચે સરકારી અમલદાર દાખ્યો હતો. આ થાણું સન ૧૮૭૮ માં રહ્યું હતું. થાણું છતાં પણ શ્રાવકાઉપર જુલમ ગુજારવા માટે નામદાર મુંબઈ સરકારે એકવાર પાલીતાણા ઠાકરને દંડ કર્યો હતે, જે પાછળથી માફ કરવામાં આવ્યા હતા. સન ૧૮૬૨ માં પણ આ સરકારી આફીસર ડુંગરપર રહેતે હતે. - સરાસરી માથાવેર–પોલીટીકલ એજંટ મી. કીટીંજે નામદાર સરકારને એવી ભલામણ કરી હતી કે નામદાર ઠાકોર સાહેબને પહેલાં જે વેર હતું, તેવી રીતે લેવ; દેવામાં આવે તે તેને પણ ફાયદો થાય તેમ છે. માટે બે વર્ષ સુધી માથા દીઠ રૂ. ૨ લેખે વેરે લેવાની પદ્ધતિ ચાલુ રહેવા દેવી. તે પ્રમાણે ચાલુ થયું હતું. પણ તેમાં શ્રાવકે પર બહુ જુલમ ગુજરતે હતે. દરમ્યાન ઠાકોર સુરસિંહજી સન ૧૮૮૪ માં મહાબળેશ્વરથી પુને આવતાં ગુજરી ગયા. તેથી તે ઝઘડો થેડી વખત શાંત થયો. ઠાકર સુરસિંહજીને એમજ ખ્યાલ હતો કે મારા વડવાઓને શ્રાવકોએ (ખાસ કરી અમદાવાદવાળા નગર શેઠના કુટુંબે) હેરાન કર્યા છે, તે મારે પણ તેમને ક્ષત્રિય પાણી બતાવી આપવું. તે પ્રમાણે જ તેમને આખા રાજ્ય અમલ ચાલુ રહ્યો હતો. ગાદીએ આવ્યા ત્યારથી છેવટ સુધી તેમને અને શ્રાવકને અણબનાવજ રહ્યો. જો કે તેઓ બીજી રીતે, કેટલાક અગત ગુણમાં ઉત્તમ રાજા હતા, છતાં શ્રાવકે પર તે જેટલું થાય તેટલું તેમણે કર્યું હતું. કેર સાહેબ સર માનસિંહજી–પહેલવહેલા, ગાદીએ આવ્યા પછી, મુંબઈ આવ્યા ત્યારે જેનેએ ગ્રાંટરોડ સ્ટેશન પર જે ભવ્ય આદરસત્કાર તેમને કર્યો હતો, તે હજા પણ ત્યાં ગયેલા જેને યાદ કરે છે. આ માનથી પ્રસન્ન થઈ ઠાકર સાહેબે ઉંચક રકમ લેવા ખુશીથી હા પાડી. નામદાર ગવર્નરના એજંટે વચ્ચે પડી ૪૦ વર્ષ સુધી રૂ. ૧૫૦૦૦ નકી કર્યા. તે પ્રમાણે હાલ અપાય છે. આ રૂ. ૧૫૦૦૦૧ વ્યાજખંથી ઉત્પન્ન થઈ રહે એ માટે એક ફંડ આખા હિંદુસ્તાનમાં ઉભું કરવામાં આવ્યું હતું, અને તેમાં રૂ. ૪૭ લાખ ભરાયા હતા, પણ રૂ. ૩ લાખ વસુલ થયા છે. તેના ત્રણ ટકાના વ્યાજમાંથી રૂ. ૯૦૦૦ ઉપજે. બાકી રૂ. ૬૦૦૦ દર વર્ષે ખુટે. તે પ્રમાણે હાલ ૨૨ વર્ષથી ખુટતાં ખુટતી રૂ. ૨ લાખ આશરે શ્રાવકેને આણંદજી કલ્યાણજીના કારખાનાના વ્યાજસહિત દેવા થયા છે. આ રકમ બીજા કશા માટે નથી, પણ યાત્રા કરવા જનાર દરેકને અડચણ ન પડે તે માટે જ છે. આબુજી જનાર દરેક યાત્રાળને, ખબર હશે કે ત્યાં માથાવેરે ભર્યા પછીજ ડુંગરપર જઈ શકાય તેવી જ રીતે છે. પાલીતાણે પણ થાત. પણ એ દરેકની મુશ્કેલી દૂર કરવાને માટેજ આણંદજી કલ્યાણજીએ આ ગોઠવણ કરેલી હોવાથી, દરેક
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy