SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૬ 3 નાની હેર ઓ એનેર્સનીની સ્થિતિ રહી ગાયકવાડને પુછ્યું, કે પાલીતાણામાં શ્રાવકે યાત્રા કરવા જાય છે, તેમની પાસેથી આશરે રૂ. ૪૫૦૦ માથાવેરા તથા કરે મારફતે ઉત્પન્ન થાય છે. અને તમે જે પાલીતાણા ઠાકર પાસેથી લેવાતી રૂ. ૪૫૦૦ ની ખંડણી માફ કરે તે શ્રાવકે પાસેથી લેવાતે કર નિકળી જાય અને તેમના પર જુલમ એક થાય. તે વખતે ગાયકવાડને અંગ્રેજ સરકારનું દેવું હતું. તેથી તેમણે ના પાડી. પરિણામે નામદાર મુંબઈ સરકારે સને ૧૮૨૧ માં કાઠીઓવાડના પિલીટીકલ એજંટ મી. બાલને પુછાવ્યું કે બારમાસી કેરને શું ઉપજે છે તે તપાસ કરી લખી જણાવશે. તેમણે આશરે રૂ. ૪૦૦૦ જણાવ્યા. આખરે એવો દસ્તાવેજ પાલીતાણાના ઠાકર તથા શ્રાવકે વચ્ચે થયે કે યાવતીચંદ્ર દિવાકર રૂ. ૪૫૦૦ શ્રાવકોએ દરવર્ષ ઠાકોરને આપવા. ઠાકર આ વાતમાં જરા આનાકાની કરવા લાગ્યા. ત્યારે ના મુંબઈ સરકારે તેમને લખ્યું કે સોનગઢમાં લશ્કર પડેલું છે તેને જરૂર પડે તે ઉપયોગ કરશે. આથી ઠાકોરે દસ્તાવેજ પર સહી કરી. આ સ્થિતિ સન ૧૮૬૩ સુધી ચાલી. વચ્ચેના વખતમાં પિલીટીકલ એજટે અમદાવાદને શેઠ હેમાભાઈ વખતચંદને કહ્યું કે તમે રૂપીઆ ૪૦૦૦૦ ઘીરી, તે વસૂલ થાય ત્યાંસુધી પાલીતાણા ઈજારે રાખો. આથી શેઠ હેમાભાઈએ સન ૧૮૩૧ માં રૂ. ૩૩૩૩૫ ધરી, પાલીતાણા ઇજારે રાખ્યું. તે રૂપીયા વ્યાજસહિત રૂ. ૪૦૦ માંથી વસૂધ કસ્બાના હતા. તે ઈજારે સન ૧૮૪૩ સુધી ચા. તે વખતે કંઈ મુશ્કેલી ઉભી થવાનું કારણ જ હતું નહિ. પાછળથી ઠાકર સુરસિંહજીના પિતા પ્રતાપ સિહજીએ ઈજારો છોડો. મોતીશાની ટુંકને ખર્ચ આશરે રૂપીઆ ચાર લાખ થયે હતે. શત્રુંજ્ય પર જુનામાં જુનો લેખ—સંવત ૧૫૮૨ ( સન ૧૫ર૬ ) નો છે. નરશી કેશવજીની ટૂકના–આશરે રૂપિઆ એક લાખ ખર્ચ થયા હતા. આ શેઠે સંઘના માણસોને અડચણ ન પડે તે માટે સન ૧૮૬૫ માં ઉચક રૂ. ૧૬૧૨૫, ઠાકોર સાહેબને આપ્યા હતા; સંઘમાં આશરે એક લાખ માણસ હતું. - રાજકેટમાં આપણે એજ –જેવી રીતે કાઠીઆવાડના રાજ્યોના એજંટ નામદાર ગવર્નરના એજંટની ઓફીસ માટે રહે છે, તેવી રીતે આપણે આણંદજી કલ્યાણજીની " પેઢી તરફથી પણ એક એજટ નામદાર ગવર્નરના એજન્ટ પાસે રહેતા હતા. તેવા એક એજટ સન ૧૮૭૪ માં મથુરભાઈ જેઠાભાઈ હતા. - મૂળનાયક શ્રી આદિશ્વર ભગવાનની પ્રતિમા–તેરમો ઉધ્ધાર વિક્રમ સંવત ૧૦૮ માં કાશ્મીરના વેપારી જાવડશાહે કર્યો હતો. કુમારપાળના મંત્રી બાહેડે સન ૧૧૫૪ માં રૂર૭૦૦૦૦૦ ખર્ચીને દેરાસર બાંધ્યું હતું. સંવત ૧૩૭૧ માં મુસલમાને તરફથી મુશ્કેલીના વખતમાં જાવડશાહે ઉધ્ધાર કરેલી પ્રતિમાજી ગુમ થયા તે પછી ન ઉધ્ધાર સમરાશા ઓશવાળે કર્યો હતો. હાલના આદીશ્વર ભગવાનની પ્રતિમા સંવત ૧૫૮૭ માં કર્મશાએ ભરાવેલી છે.
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy