SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ જૈન કોનફરન્સ હેરલ્ડ. [ અકબર પાલીતાણામાં હશે. મુગલ શહેનશાહત ગુજરાતમાં તથા કાઠીઆવાડમાં સ્થપાઈ તે પહેલાં પાલીતાણુની રાજ્યવ્યવસ્થાવિષે કંઈ જાણવાનું ચેકસ સાધન નથી. પરંતુ અમદાવાદના નગરશેઠ શાંતિદાસ, હાલના નગરશેઠના વડવા, સુરતમાં કોઈ ગોરજીની સાધના અને ભાગ્યદેવીની કૃપાથી અતિશય દ્રવ્યના માલિક થયા, અને ઝવેરાતના ધંધામાં મુગલ શહેનશાહ મોરાદની કૃપાથી સન ૧૬૫૮ માં પાલીતાણા અને તેની આસપાસનું આખું પ્રગણું તેમણે શહેનશાહી બક્ષિસ તરીકે મેળવ્યું. આ બક્ષિસને અસલ દસ્તાવેજ સીલસાહાર સાથે હાલ શેઠ પ્રેમાભાઈના વશજો પાસે છે. આ બક્ષિસ પહેલાં ન્યાયી શહેનશાહ જલાલુદીન અકાર પાસેથી સિધ્ધાચળ, ગિરનાર, સમેતશિખર વિગેરે તિર્યો. દેવસ્થાનોસુદ્ધાં, સનદથી બક્ષિસ મળ્યાં હતાં, અને તે સનદ મુર્શિદાબાદવાલા બાબુ પુરચંદ પ્રસન્નચંદ ગેલેચ્છા પાસે છે. મુગલ શહેનશાહતમાં દરેક શહેનશાહ ગાદીએ ... આવવા વખત જે ગડબડ ચાલતી હતી, તેને લીધે, આ સનદે. છતાં, ઘણીઆ જેવી પિચી કેમ, રાજ્યસત્તા જાળવી શકે એ લગભગ અશક્ય જેવું હતું. શાંતિદાસ શેઠે અમદાવાદથી પાલીતાણું બહુ દૂર, મુસાફરીનાં સાધને ઓછા તથા રાજ્યવ્યવસ્થાની અગવડ જોઈને, પાલીતાણાથી ૩ ગાઉ દૂર, ગારીઆધારથી પાલીતાણે આવીને ગ્રાસન માલીક થએલા ગેહલ ઠાકરેને સંઘપાસેથી મીઠાઈ, લુગડાં તથા મણ નામને કર આપ વાની શરતે શત્રુંજયનું અને યાત્રાળુઓનું ભૂટારાઓથી રક્ષણનું કામ એંપ્યું. તે વખતના સંતોષી જીએ આમાં આનંદ માન્ય છે. આ દસ્તાવેજ પણ મોજુદ છે. ઉપલા ઠાકોર ( કાંધાજી) પછી થયેલા ઠાકરેને લાલચ લાગી તેથી નમ્ર ગરીબડી શ્રાવક કોમ પાસેથી નવા નવા કર, વેરા, તથા માથાવેરે લેવા માંડે. પહેલાં શ્રાવક મુસાફરીના સાધનોની અગવડને લીધે બહુજ નાની સંખ્યામાં દર વર્ષે પાલીતાણે જતા. અને તે ૧૮૨૧ પહેલાં માથાવેરે એક વર્ષ ઓછામાં ઓછી રકમ રૂ. ૧–૪–૦ તથા એક વર્ષ વદરેમાં વધારે રકમ રૂ. ૪–૮–૦ તેઓએ ઉઘરાવ્યું હતું. આ બહુ જુલમથી શ્રાવકો કંટાળી ગયા હતા. ડાકેશે ઉડાઉ, અભણ, મોટાઈની ઈચ્છાવાળા અને આરાની સીબદી રાખતા હોવાથી એક વખત આરબને છ–૮ માસને પગાર ચડી ગયો. તેથી આરબાએ તગાદે. કર્યો ત્યારે ઠાકોરે આરબોને શત્રુંજય ઉપર મેકલ્યા, એવા હેતુથી કે ત્યાં આવતા યાત્રાળુ પાસેથી પૈસા કઢાવે, અને પગાર પૂરો લઈ લે. કાઠીયાવાડમાં નામદાર અંગ્રેજ સરકારની સત્તા સન ૧૮૦૭ માં સ્થપાઈ. તે વખતે પાલીતાણા ગાયકવાડને ખંડણ ભરતું હતું. અને ગાયકવાડે પિતાની વતી ખંડણી વસૂલ કરવાને હક અંગ્રેજ સરકારને આપ્યો હતો, કે જે પદ્ધતિ હાલ પણ ચાલુ છે. મુંબઈના પ્રસિદ્ધ શેઠ મોતીશા (મોતીચંદ અમીચંદ) નામદાર અંગ્રેજ સરકાર સાથે બહુ સારે લાગવગ ધરાવતા હતા. તેમણે શત્રુંજય પર ટુંક બંધાવવા માટે કુંતાસર પુરાવવાનું કામ શરૂ કર્યું હતું. અને તે માટે પાલીતાણે ગયેલા તેમના માણસે તથા બીજા યાત્રાળુઓને બહુ વિપદ પડવાથી તેઓએ નામદાર અગ્રેજ સરકારને મુંબઈમાં સન ૧૮૨૧ માં અરજ કરી કે અમારા પર જે સખ્તાઈ કર તથા માથા વેરા બાબતમાં ગુજરે છે તે ગુજરવી નહિ જોઈએ, તે બાબત પાલીતાણુ ઠાકરપાસે તે અંબસ્ત કરાવી આપશે. નામદાર ગવરરે વડેદરાના રેસીડંટ મારફત તે વેળાના
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy