SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ यः संसारनिरासलाळसमतिर्मुक्त्यर्थमुत्तिष्ठते, यं तीर्थ कथयति पावनतया येनाऽस्ति नान्यः समः ।। यस्मै तीर्थपतिर्नमस्यति सतां यस्माच्छुभं जायते, स्फूर्तियस्य पराक्सति च गुणा यस्मिन्स संघोऽर्च्यतां ॥ અર્થઃ—જે સંધ, સંસારના ત્યાગને વિષે ઈચ્છાવાળી છે બુધ્ધિ જેની, એવો છતાં મુક્તિના સાધનને માટે સાવધાન થાય છે, વળી જે પવિત્રપણુએ કરીને તીર્થરૂપ કહેવાય છે, જેના સમાન બીજો કોઈ નથી, જેને તીર્થંકર મહારાજા પણ વ્યાખ્યાનને અવસરે “નમો તિસ” કહી નમસ્કાર કરે છે, જેનાથી સૌનું કલ્યાણ થાય છે, જેને ઉત્કૃષ્ટ મહિમા છે, અને જેનામાં (અનેક) ગુણો રહે છે, એવા સંઘની, (હે ભવ્ય જી) પૂજા કરે. The Jain ( Swetamber) Conference Herald. Vol. II. ] October, 1906. [ No. . જૈનોનાં જાહેર ખાતાં અને તેમની હાલની સ્થિતિ, શાહ નોત્તમદાસ ભગવાનદાસ. (અનુસંધાન પૃષ્ટ ર૧૩). એ રખેપાની રકમ આપવાનું કારણ એટલું જ છે કે દરેક યાત્રાળુને જૂદી જૂદી રકમ માથાવેરા તરીકે આપવી પડે, અને દરેકજણ હેરાન થાય તેના કરતાં આવી રીતે સાથે રકમ આપવાથી હેરાનગતી મટી જઈ શાંતિથી યાત્રા પુણ્ય સાધી શકાય. આ વિષયના વિવેચનમાં, જુના છાપેલા કેસના આધારે કેટલીક નવી હકીકત, જે જુવાન વર્ગ ઘણે ભાગે બીલકુલ જાણ નહિ હોય, અને વૃદ્ધવર્ગમાંથી પણ બહુ થોડો ભાગ જાણુતે હશે એવી જાણવામાં આવેલી છે, તે જણાવવા રજા લઉં છું. પાલીતાણા નામ-નાગાર્જુન નામના જૈને પિતાના ગુરૂ, આચાર્ય પાદલિપ્તનું નામ ચિરસ્થાયી કરવામાટે વીર સંવત ૪૬૭ એટલે વિકમ સંવત પૂર્વ ત્રણ વર્ષે વસાવ્યું હતું, એવું ધર્મરત્ન ગ્રંથપરથી જણાય છે. પાલીતાણા એ પાલીસ્થાનનું અપભ્રંશ છે. પાલી=માગધી, પાલીસ્થાન=માગધીનું સ્થાન. પૂર્વનો ઈતિહાસ–પવિત્ર શત્રુંજય પ્રાયઃ શાશ્વત છે. તેની તળેટી પહેલાં વહ્યુંભીપુર (વળ) હતી. પણ ઉપરની તારીખ પરથી જણાય છે કે આશરે ૧૯૬૬ વર્ષથી
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy