________________
તે જૈનમ સિનઃ .
यः संसार निरास लाउसमतिर्मुत्क्यर्थमुतिष्टते, यं तीर्य कथयति पावनतया येनाऽस्ति नान्यः समः॥ यस्मै तीर्थपतिर्नमस्यति सतां यस्माच्छुभं जायते,
स्फूर्तिर्यस्य परावसंति च गुणा यस्मिन्स संघोऽर्च्यतां ॥ અર્થ જે સંઘ, સંસારના ત્યાગને વિષે ઈચ્છાવાળી છે બુધ્ધિ જેની, એ છતાં મુક્તિના } સાધનને માટે સાવધાન થાય છે, વળી જે પવિત્રાણાએ કરીને તીર્થરૂપ કહેવાય છે, જેના સમાન
બીજે કઈ નથી, જેને તીર્થકર મહારાજા પણ વ્યાખ્યાનને અવસરે “નમ તિર્થસ” કહી નમસ્કાર કરે છે, જેનાથી સજનનું કલ્યાણ થાય છે, જેને ઉત્કૃષ્ટ મહિમા છે, અને જેનામાં (અનેક ) ગુણે રહે છે. એવા સંધની, (હે ભવ્ય જી) પૂજા કરે.
-
The Jain Swetumber Conference Herald.
Frol, II. ]
January 1906.
[ No.
બાબુ પનાલાલ જૈન હાઈસ્કૂલ અને દવાખાનું.
લક્ષ્મી ચળ છે એવું સમજી તેને સદુપયોગ કરનાર શ્રીમાન ગૃહસ્થ પ્રમાણમાં બહુ થોડા છે. મુંબઈ જેવા અતિશય ખર્ચાળ શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગને જે મુશ્કેલીઓ પડે છે તેના ખ્યાલ સોનારૂપામાં રમેલ બાળકે કેવી રીતે જાણી શકે ? સાધારણ સ્થિતિમાંથી ઉચ્ચ સ્થિતિમાં આવી સાધારણ સ્થિતિને ભૂલી નહિ જતાં તે વર્ગના માણસોને બની શકતી સહાય કરવી જે મનુષ્યત્વ છે, એજ ખરે દયાધર્મ છે, એજ શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞાનું પાલન છે. પાટણના રહીશ બાબુ પનાલાલ પૂરણચંદ (જૈને અત્યારસૂધી પનાલાલ પુનમચંદજ જાણતા હતા.) કે જેઓ આજથી આશરે સાત વર્ષપર દેહમુક્ત થયા હતા તેમણે છેલ્લે પ્રસંગે વીલ કરી રૂ. ૮૦૦૦૦૦ ની બાદશાહી સખાવત કરવાનું પિતાના પુત્ર અને ટ્રસ્ટીઓને ફરમાવ્યું હતું. પાર સાઓ સખાવતમાં અને તે પણ ખરા પ્રકારની સખાવતમાં પહેલે નંબરે આવે છે. હિંદુઓની જેમ અલમસ્ત આળસુઓને રૂષ્ટપુષ્ટ બનાવવાની બેટી સખાવત પ્રમાણમાં તેઓ ડી કરે છે. સર જમશેદજી, સર દીનશા પીટીટ અને માનવંત મરહુમ શેઠ જમશેદજી તાતાની અઢળક સખાવતો કરતાં બાબુ પનાલાલની સખાવત જરા ઓછી છે તો પણ જૈનેમાં હાઈસ્કૂલ-કેળવણી-જ્ઞાનના કામમાં, અને ગરીબ સ્વધર્મબંધુઓને ઐશ્વની મફત મદદ આપવાની બાબતમાં આ તેમને દાખલે અનન્ય છે, અનુકરણીય છે, પ્રશસ્ય છે. તેમણે ધર્મના બીજા ક્ષેત્રોમાં પણ