SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ] મરહુમ શેઠ પ્રેમચંદ રાયચંદ. ૨૫૫ તેઓ સમગ્ર વિશ્વને કેવી રીતે એક રૂપજ માનતા હતા તે દર્શાવે છે. જ્ઞાવિભેદ નહિ રાખતાં ગમે તે કોમને મદદ એજ તેમને આશય હતે. એનેજને મદદ એ કેટલી કીમતી છે તે એટલા ઉપરથીજ સમજાશે કે હાલના સમયમાં આપણે બાળાશ્રમ માટે વિચાર કરીએ છીએ, ત્યારે આજથી ૪૦ વર્ષઉપર તેઓ તેને મદદ કરવા આગળ પડી શકયા હતા. કન્યાશાળા તથા લાઈબ્રેરીઓને મદદ એની કીમત જેટલી આકીએ તેટલી ઓછીજ છે. મુંબઈ આવનાર જૈન બંધુઓને જમવાની અગવડ ન પડે તે માટે રૂ. ૫,૦૦,૦૦૦ ના વ્યાજમાંથી વીશી ચલાવવા સારૂ તે રકમ જુદીજ કાઢી રાખી હતી. આ રકમને માટે ભાગ ઘલાઈ ગયો છે, પણ હજી નાના પ્રમાણમાં તે વીશિ ચાલે છે. બિચારા ગરીબ બંધુઓ માટે કેટલી કાળજી! ધર્મશાW માટે સુરતમાં રૂ. ૬૫,૦૦૦, જુનાગઢમાં રૂ. ૪૦,૦૦૦, આણંદમાં રૂ. ૨૦,૦૦૦, કુંડલા પાંજરાપોળ તથા બીજા ૭૮ ગામમાં ધર્મશાળા, કુવા, તળાવ, વિગેરે માટે કુલ રૂ. ૬,૦૦,૦૦૦ ની [ સખાવત તેઓએ કરી છે. ઉપર જણાવેલી રહેવાના થાન તથા પાણીના સ્થાન માટેની સખાવત કેટલી પુણ્યપ્રદ છે તે સમજાવવાની જરૂર નથી. દર મહિને પિતાની ચઢતીના વખતમાં રૂ. ૮,૦૦૦ તથા તે પછીના વખતમાં પણ દર મહિને આશરે રૂ ૩,૦૦૦ ની .. સખાવત તેઓ કરતા હતા. તેમની પાસે ગયેલ કઈ ટીપ, ખરડે, યા યાચક પાછે. આવ્યું નથી. તેમની કુલ સખાવત રૂ ૬૦,૦૦,૦૦૦ ની ગણાઈ છે. શું આમાંથી એક પણ સખાવત એવી છે કે જેને માટે બે મત થઈ શકે? તીર્થાધિરાજ પ્રાયઃ શાશ્વત સિદ્ધાચળજી, જે દેશી રાજ્યના તાબામાં હોવાથી વલેણાવારે આપણને મુશ્કેલીમાં અને ચિંતામાં રહેવું પડે છે, તે તેમની ચડતીના વખતમાં તેઓ ખરીદવાની અણી પર હતા, પરંતુ સમસ્ત હિંદની જૈનકોમના કમનસીબે જે રૂ. ૫,૦૦,૦૦૦ આપીને તેઓ શત્રુંજય જનકોમને માટે પાલીતાણાના દરબાર પાસેથી ખરીદવાના હતા તે રૂપૈયા બીજેજ દિવસે કાગળપર રહી ગયા, અને કાર્ય સાધી શકાયું નહિ. કર્મની ગહન ગતિ છે. આ કેન્ફરન્સ માટે તેઓની ખરા હૃદયની શુભેચ્છા અને કાળજી હતી. ઉપર જણાવેલા રૂ. ૫,૦૦૦ ઉપરાંત, રૂ. ૧૦૦૦ કોન્ફરન્સ નભાવ ફંડમાં, અહી ભરાયેલી કોન્ફરન્સની બેઠક વખતના પંડમાં, મેમાને માટેના ફંડમાં તથા છેલા છેલા પોતાના પ્રિય મરહુમ વડિલ પુત્ર ફકીરભાઈના સ્મર્ણાર્થે રૂ. ૨,૫૦૦ સ્કોલરશિપ માટે પાટણ ખાતે જાહેર કર્યા તે મળી કુલ રૂપિયા ૧૦૦૦૦ આશરે તેમણે આપ્યા હતા. કપૂરન્સના આવા શુભેચ્છકના જવાથી તે અતિશય દિલગીરી જાહેર કરે છે તથા તેમના પગલે ચાલવા તેમના પુત્ર દીકાભાઇને પ્રાર્થ તેમની દિલગીરીમાં દિલાસો આપે છે. તેઓ કેટલા ધર્મનિષ્ઠ હતા તે એટલા ઉપરથી જ જણાશે કે તેઓ હમેશાં નિયમિત પુજા કરનારા તથા ગોડીજીને દેહેરે આવનાર હતા. આટલી ધનસંપત્તિ, ઈગ્રેજી છટાદાર જ્ઞાન તથા યુરેપીઅને પ્રસંગ છતાં ધર્મશ્રદ્ધા, જૈનધર્મ શ્રેય છે એવી દ્રઢ માન્યતા, એ અનુપમ ગુણે હતા. તેઓ કેટલું ગુપ્ત દાન કરનાર હતા, તે એટલા પરથીજ જણાશે કે એક દેરાસરનો એક મુનીમ જેણે સટા વિગેરેમાં રૂ. ૪૫૦૦૦ ઈદેરાસરજીમાંથી ઉચાપત ર્યા હતા, તેણે તે રૂપિયા માટે આત્મઘાત
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy