SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ જૈન કેન્ફરન્સ હેરડ. [ આગસ્ટ છે, પૈસાની બાબતમાં સગા દીકરાની પણ તેઓ શરમ રાખે તેવા નથી, તેવી પ્રજાને આ ઉચ્ચ વિશ્વાસ મેળવો એ શું જેવા તેવા સાધારણ માણસનું કામ ગણાય? પિતાની ચડતીના સમયમાં તેઓએ એવી યોજનાઓ કરી હતી કે જેના રૂ. ૫૦૦૦, ના શેરના રૂ. ૬૫૦૦૦, ભાવ થઈ ગયો હતો અને તેમની બજારની ચડતી પડતી કરવાની કળાને લીધે તેઓને દરેક નવી કંપની શેરે મેકલી આપતી, કે જેથી પ્રેમચંદભાઈ ભાવ વધારે તે કંપનીનું શ્રેય થાય. ઉત્તર દક્ષિણ અમેરિકાની લડાઈને અંત આવતાં રૂના ભાવ એટલા ગગડી પડયા કે આ સાત કેડના માલિકને રૂપિયાને અર્થે આને ચકવ પડે, પણ તેવા સમયે પણ તેઓએ ધીરજ મૂકી નહિ. રાતે રવિ રગે રહે, ઉગતાં ને અસ્ત થતાં એ કહેવું સહેલું છે, પણ કરી બતાવવું અતિશય મુશ્કેલ છે તે આ ગૃહસ્થ કરી બતાવ્યું એ તેમની હદયની મેટાઈ. તેઓ પોતાની જ્ઞાતિની ઉન્નતિ માટે કેવી ઉત્તમ લાગણી ઘરાવતા હતા, તે પિતાના સંપૂર્ણ જાહેરજલાલીના વખતમાં બેકના દરેક રૂ. ૫૦૦૦, ની કીંમતના શેર પિતાની જ્ઞાતિમાં વહેચ્યા હતા, તે પરથી જાણી શકાય છે. તાની નૈનમ માટે કેવી ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરાવવાની આશા રાખતા હતા તે એટલા પરથીજ જણાશે કે તેમણે કેન્ફરન્સ તરફથી ફંડની શરૂઆત થયા પહેલાં પોતે જ પહેલ કરી નિરાશ્રિત જૈનબંધુઓ માટે રૂ. ૫૦૦૦, આપ્યા હતા. દેશની ઉન્નતિ કેળવણી તથા વ્યાપારમાંજ છે એમ સંપૂર્ણ રીતે જાણતા હોવાથી તેમણે મુંબઈ યુનીવસીટીને લાઈબ્રેરી માટે રૂ. ૨૦,૦૦૦ પિતાની માતુશ્રીનું નામ અમર રાખવાને માતશ્રી રાજાબાઈના નામ પરથી રાજાબાઈ ટાવર બાંધવા માટે રૂ. ૨૦૦,૦૦૦ તથા બીજી મદદ રૂ. ૨૨૫૦૦૦ ના મળી કુલ રૂ. ૬૨પ૦ ૦૦, કલકત્તા યુનીવર્સીટીને સ્કૉલરશિપ સ્થાપવા માટે રૂ. ૪૨૫૦૦૦, અમદાવાદમાં એક ટ્રેનીંગ કોલેજ સ્થાપવા માટે રૂ. ૮૦૦૦૧, ટ્રીયરફલેચર હાઈસ્કૂલને રૂ.૬૦૦૦૦, સ્કોટીશ નેજ (બાળાશ્રમ) ને રૂ. ૫૦૦૦૦, ભરૂચ પિતાશ્રી રાયચંદ દીપચંદના નામથીજ લાઈબ્રેરીમાં રૂ.૫૦૦૦૦, સુરત લાઈબ્રેરીમાં રૂ. ૨૦૦૦૦, ગુજરાત વર્નાકયુલર સોસાઈટીને રૂ.૨૦૦૦૦, રૂ.૧૦૦૦૦ એલેકઝાંડ્રા કન્યાશાળાને, લાઈબ્રેરીઓને પરચુટણ રૂ. ૨૫૦૦૦૦ એ પ્રમાણે કુલ રૂ. ૧૬૦૦૦૦૦ આશરે કેળવણું માટેજ ખર્ચા છે. પોતાના નિવાસ મુંબઈ ઈલાકામાંજ હતું, છતાં કલકત્તા જેવા બીજા ઇલાકાની યુનીવર્સીટીને પણ મદદ કરી એ વિશાળ દિલથીજ બની શકે. માતાને સંબઈમાંના ટાવર પરથી, તથા પિતાને ભરૂચમાંની લાઈબ્રેરીથી ચિરસ્મરણીય કર્યો છે સંબઈમાં રાજાબાઈ ટાવર કેટલો બધે જાણીતું છે તે મુંબઈ નિવાસી સર્વને માલુમ છે. ટેનિંગ કોલેજની મદદ કેટલી કીમતી છે તેને ખ્યાલ એટલા પરથી આવશે કે હાલ ટેન્ડ શિક્ષકેની નાની સંખ્યા પણ નજરે આવે છે તે આ કોલેજનાજ પ્રતાપ છે. રાજકોટમાં બાર્ટન ટેનિંગ કોલેજ છે, પણ ત્યાં પૂર્ણ અભ્યાસ થતું ન હોવાથી ત્યાંથી જ ત્રીજા વર્ષ માટે અમદાવાદ પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજમાં તેઓ આવે છે. બાળકને કેળવવાં એ પવિત્ર કામ ગણાય, ત્યારે તે બાળકોને કેળવનાર તૈયાર કરવા એ કેવું મડદ પુણ્યનું કામ છે, તે સહજ વિચારે. ફ્રીયર ઉલેચર હાઈસ્કુલને મદદ કરી તે
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy