SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કારન્સ હેરડે, [ ઓગસ્ટ પક્ કરવા નિશ્ચય કર્યો. પાછળથી તેને લાગ્યું કે પ્રેમચંદભાઈને પૂછી જો તે પ્રમાણે તેણે વિનતિ કરી. પ્રેમચંદભાઇએ પેાતાના માણસસાથે રૂ. ૪૫૦૦૦ તે દેરાસરમાં માકલી તે માણસને દેવદ્રવ્યથી મચાવ્યા, અને એક મનુષ્ય દેહ મચાવ્યાનું પુણ્ય હાંસલ કર્યુ. તે પેાતાને હાથેજ પેાતાનું સવાત્તમ સાધતા ગયા છે, બીજાને હાથે કાંઇ યુિજ નથી. તેઓ કેટલા ધર્મયુકત હતા તે આથીજ જણાશે કે તેઓએ કદી સોડા વૉટર પીધુંજ નથી. અહુ મેટી ઉમરે પહોંચવા માટે સદાચરણી જીંદગીની જરૂર છે. એવા સદાચરણી આત્માને શાંતિ મળેા એજ પ્રભુપ્રાર્થના છે. એક મેતીને હાર આખા પદકસહિતજ શેાલી શકે છે, પક્ષ પદ્યકવિના જેવા હીન તેજ લાગે છે, તેવીજ રીતે આ પુણ્યાત્મા જતાં જૈનકામ પવિનાની થઇ ગઇ છે. તેઓએ શેરબજારમાં પણ ઘણા જૈનાને ધંધે લગાડયા હતા. બી. બી. એન્ડ સી. આઇ. રેલ્વેમાં પણ તેઓએ ઘણાં જૈન અધુને નાકરી લગાડયા હતા. શ્રીમાન લાગવગવાળાઓએ આ જીવનનાં દરેક દ્રષ્ટાંત અહુજ ધ્યાનમાં રાખવાના છે, તેના જેટલા અમલ થશે તેટલા પ્રમાણમાંજ કેન્દ્રરન્સની નેમ અમલમાં આવશે. આ નર માટે જૈનકામ તરફથી અવશ્ય મારક થવુજ જોઇએ, અને શક્તિઅનુસાર ખરા હૃદયવાળા દરેક જૈને ભરવું જોઇએ. તેમની ચડતીના સૂર્ય અસ્ત થયા તેમાં પણ તેમના પુરૂષ પ્રયત્નના દોષ ન હતા, પણ માત્ર કર્મનેાજ દોષ હતા. તેઓના, વેશ 'અતિશય સાદો અને સર્વ સ્થિતિમાં એકજ હતા. તેમના માનાર્થે શેરબજાર, ફાટનગ્રીન, મેાતીનુ' તથા ઝવેરીબજાર બંધ રહ્યાં હતાં. આવા નર લાંબે વખતેજ પ્રજામાં જન્મ લે છે અને તેથી તેમની ખેાટ પૂરાવી હાલ તો લગભગ અશક્ય છે. શાંતિ ! શાંતિ !! શાંતિ !!! મર્હુમ મી. સારાભાઇ વીરચંદ દીપચંદ. શાકજનક દેહાત્સ—જણાવતાં અતિ શાક થાય છે કે પાટણ કોન્ફરન્સના પ્રમુખ રાજા, પ્રજા તથા સરકારના માનનીય ગૃહસ્થ, વયેવૃદ્ધ, અનુભવી શેઠ વીરચ'દ દીપચંદ સી. આઈ. ઈ. ના કનિષ્ઠ પુત્ર સી. સારાભાઈ, જેઓ ઈન્ટરમીએટમાં માનસહિત પસાર થઈ બી. એ. ના અભ્યાસ કરતા હતા, તેએ ટાઈફ્રાઇડ તાવની બીમારીથી ૧૮ વર્ષની યુવાન અવસ્થામાં ૧૪ વર્ષની વિધવાને ૮ માસના ટુંક સ`ખધ પછી શેકગ્રસ્ત સુકી આખા કુટુંબ તથા મિત્રવર્ગને દિલગીરીમાં ગરક કરી ચાલ્યા ગયા છે. આ કાળ અતિશય દુઃસમ છે. આવા મળતાવડા, ભલા, વિદ્યા રસિક પુત્રના અકાળ મૃત્યુથી થયેલી ઉંડી દિલગીરીમાં શેઠ વીરચંદને જે ઘા પડયા છે, તે વૃધ્ધાવસ્થામાં બહુ ભારે લાગે તેવા છે. તેમના આ ફુઃખમાં પરમાત્મા તેમને ધૈર્ય આપે। એવી પ્રાથના છે.
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy