SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ નિયમોનું જ્ઞાન હોવું જોઈએ. કર્યું અનાજ કેટલું પિકિ છે તે, માંહાની માવજત, સાદા એસડીયા, અકસ્માત વખતે દાક્તર આવવા પહેલાં કરવી જોઈતી મદદ, ઉચ્ચ પ્રકારની રસોઈની કિયા, ગૃહની વ્યવસ્થા અને હિસાબ રાખતા તે આવડવું જોઈએ. ઘરની તંદુરસ્તીની વિદ્યા સંપૂર્ણ શીખવવી જોઈએ. ખુલ્લી હવા સૂર્યપ્રકાશ તથા અતિશય સ્વચ્છતાની કિંમત પણ શીખવવી જોઈએ. આપણે આગળની સ્ત્રીઓ આ બધું પૂરેપુરું સમજતી અને તે પ્રમાણે વર્તતી અને હજુપણુ જે નિશાળે તે શીખવવામાં આવે, તો ઘેર તે પ્રમાણે વર્તી શકાય. પણું હાલને જમાને પ્રમાતામહીઓ કરતાં આ બાબતમાં ઘણે પાછળ પડી ગય લાગે છે. સ્નાયુઓ, જ્ઞાનતંતુઓ, તથા ચરબી કો ખોરાક પુષ્ટ, કરે છે તથા કયે ખેરાક માદક અને કયે પોષક છે તે પણ તેણે જાણવું જોઈએ. સાદા એસડીયાનું જ્ઞાન તે દરેક માને અવશ્યનું છે કે જેથી વારંવાર દાક્તરને બોલાવવાની જરૂર પડે નહિ. વૈદે આપેલી સૂચનાઓનો અમલ કરવામાં ચોકસાઈની અગત્ય તથા ખેરાક અને દવા માટે ખરેખર વખત તપાસવાની અગત્ય પણ દરેક કન્યાએ સમજવી જોઈએ. રાંધવાનું જ્ઞાન એ હિન્દુસ્તાનમાં કન્યા કેળવણીને અગત્યને ભાગ લેખાતું આવ્યું છે અને હાલની કેળવણીમાં પણ તેનું સ્થળ જળવાવું જોઈએ, નહિતર પતિ અને બાળકેમાટે ઘરમાં જોઈએ તેટલો વિશ્રામ મળશે નહિ. જે ગૃહમાતા દેખરેખ રાખવાને અને ખરો રસ્તો બતાવવાને શકિતમાન હોય તો બીજા દેશમાં પણ રયા કરે છે તેમ હિંદુસ્તાનને રસ પણ વધુ સારું કામ કરે છે. ' હુન્નર કળાની કેળવણી –કન્યાની કેળવણમાં કેઈ હુન્નરનું શિક્ષણ પણ મળવું જોઈએ. તેથી મોટપણે નવરાશને વખત ગપ્પાં અને નજીવી કુથલીને બદલે આનંદથી પુરેપુરે ગાળી શકાશે. સંગીત વિદ્યામાં દક્ષિણ હિંદુસ્થાન આગળ પડતું છે અને તે વિદ્યાની સામે અભાવ ધીમેધીમે અદશ્ય થતું જાય છે. વીણા અથવા બીજા કોઈ વાત્ર સાથે તેત્ર ગાવાં એ આનંદકારક કળા છે. તેમાં બાળાઓને ઘણે આનંદ મળે છે અને તેથી ઘરની રમણિયતા અને આકર્ષણમાં ઘણું વધારે થાય છે. ચિત્રકામમાં કઈ કઈ બાળાને બહુજ આનંદ પડે છે અને તેઓની ચપળ આંગળીઓ બધી જાતનું નમુનાદાર ભરતકામ અને શીવણકામ ઉત્તમ રીતે જલદી શીખી જાય છે. બધી બાઓએ શીવતાં, અને પોતાના વિભાગમાં વપરાતાં, પહેરાતાં, લુગડાં વેતરતાં શીખવું જોઈએ. જો કે ગાવાની કળામાં સિા બાળાઓ ભાગ લેશે, તે પણ દરેક બાળાને તેના કુદરતી વલણ પ્રમાણે કળા પસંદ કરવા દેવી જોઈએ. શારીરિક કેળવણી –ભવિષ્યની માતાઓનાં શરીર કેળવવાનું અને મજબૂત કરવાનું ભૂલી જવું જોઈએ નહિ અને આ હેતુ માટે અનુકૂળ કસરત નિશાળના કૃમમાં હોવી જે એ. દક્ષિણ હિંદુસ્તાનમાં ગીતના તાલપ્રણાણે ફરવાની કસરત બાળાઓને બહુજ પસંદ છે. કેઈ કઈ વખત અતિશય ગુંચવણ ભરી કસરત પણ તેઓ કરે છે. અને કોઈ કેઈ વખત રાસ પણ રમે છે જેમાં દેરીઓ બરાબર માથાપર રાખીને સંકેલવામાં આવે અને ઉખેળવામાં આવે છે. આ કસરતથી નાનાં શરીરની તનદુરૂસ્તી વધે છે, બધું બેડે.
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy