SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ . 98. બાલચંદ્રસૂરિનું વસંતવિલાસ મહાકાવ્ય રક્ષક હતા. (૧૩) તેને પુત્ર અશ્વરાજ ગણુ રાજ્યમાં મોટા હોદા પર હતો. અને તેના ઉપર ચાલુકય રાજાઓની મહેરબાની હતી. (૧૪) દંડપતિને મોટો હે ભગવતા આભુની પુત્રી કુમારદેવી સાથે તે પરણ્ય હતે. કુમારદેવી વિધવા હતી તે વાત આપણે ઉપર નેંધ લીધેલા કોઈ પણ સંસ્કૃત પુસ્તકમાં નથી અને તેથી તેને કંઇ પણ વજુદ આપી શકાય તેમ નથી. અશ્વરાજે કુવા અને તળાવો ખેદાવ્યાં અને મંદિર બધાવ્યાં. તેણે પોતાની માતાને લઈને સાત વખત શત્રુંજય અને ગિરનારની યાત્રા કરી.(૧૫) ગિરનારના શિલાલેખોમાં તેની બે યાત્રાનો ઉલ્લેખ કરેલો છે અને તેમાં તેને સંધપતિ કહ્યા છે. જિનહર્ષના વસ્તુપાલ ચરિત્રમાં વધારામાં એમ પણ જણાવ્યું છે કે ચાલુક્ય રાજાએ તેને આપેલા સંહાલકપુરમાં તે ગયો હતો. આ પરથી જણાય છે કે અશ્વરાજ સુંડાલકમાં અધિકારી તરીકે નીમાયો હશે. તેના મરણ પછી તેની પત્ની તેનાં છોકરાંને લઈને મંડલી જઇને રહેવા લાગી. અશ્વરાજને ચાર પુત્રો લૂણીગ, મલદેવ, વસ્તુપાલ (વસ્તિગ), તેજપાલ (તેજિગ) અને સાત પુત્રીઓ હતી. લૂણીગ બાલ્યાવસ્થામાંજ મૃત્યુ પામ્યો હતો અને મલદેવ પણ યુવાન વયમાંજ મરણ પામ્યા હોય એમ લાગે છે. કુમારદેવીના અવસાન પછી ત્રણે ભાઈઓએ મંડલી છોડયું અને યાત્રાએ ગયા. ત્યાંથી પાછા ફરીને તેઓ ધોળકે ગયા. કાર્તિકૌમુદી, વસંતવિલાસ અને પ્રબંધ ચિંતામણીમાં એમ જણાવેલું છે બે ભાઇઓ ઘોળકે ગયા હતા અને વિરધવળે પિતે તેમને અધિકાર નીમ્યા. પણ સુકૃતસંકીર્તન, વસ્તુપાલપ્રશસ્તિ અને સુતકીતિકલ્લોલિનીમાં એમ જણાવ્યું છે કે બન્ને ભાઈઓ ભીમની નોકરીમાં જોડાયેલાજ હતા અને વિરધવલના કહેવાથી ભીમે તેમને વિરધવળને સંપ્યા હતા.(૧૬) ભીમના પ્રધાનની તાબેદારી પિતે (૧૩) નિ ગુણરત્નાનાં ચત્ર વોરાઃ સ્વયંભુવા | તત્ર શ્રી સિતાગોર રત્નો ચવવરાત્ II –કીતિકૌમુદી. સર્ગ ૩. લોક ૧૪. (१४) पुस्फूर्ज गूर्जरधराधवसिद्धराजराजत्सभाजन सभाजन भाजनस्य । दुर्मत्रिमंत्रितदवानलविह्वलायां श्रीखंडमंडननिभा भुवि यस्य कीर्तिः ॥ श्रीवाससद्मकरपद्मगदीपकल्पां व्यापारिणः कति न बिभ्रति हेममुद्राम् । प्रज्वालयन्ति जगदप्यनयैवकेऽपि येन व्यमोचि तु समस्तमिदं तमस्तः મનોષિતો ગૂર્જનિદ્વિમનીfપતાં પ્રાય ચ ઇ4 gવ , –નરનારાયણનંદ. સર્ગ ૧૬. स्वमातरं चः किल मातृभक्तो वहन्प्रमोदेन सुखासनस्थाम् । (૧૫) HH માdવરાતિતાનો નવંતરાલયતીર્થયાત્રાઃ (૧) कूपानकूपारगभीरचेता वापीरवापी सरसीरसीमा। प्रपाः कृपावानतनिष्ट देवसौधान्यसौ धार्मिकचक्रवर्ती ॥६॥ -વસંતવિલાસ સર્ગ ૩. सततं सचिवश्रेणीमाणिक्यस्वांगसङिगनी । कान्ताकुमारदेवीति तस्यकान्तिरिवाभवत् ॥ –કીતિકૌમુદી સર્ગ ૩ ક ૨૨. (१९) इत्युकत्वा प्रीतिपूर्णाय श्रीवीरधवलाय तौ । श्रीभीमभूभुजा दत्तौ वित्तमाप्तमिवात्मनः ॥५१॥ -જયસિંહસૂરિની વસ્તુપાલ પ્રશસ્તિ. गृहाणविग्रहोदप्रसर्वेश्वरपदं मम । युवराजोऽस्तु मे वीरधवलो धवलो गुणैः ॥ – સુકૃતસંકીર્તન સર્ગ ૪ ગ્લૅક ૩૯, अर्णोराजाङ्गजातं कलकलहमहासाहसिक्यं चुलुक्यं श्रीलावण्यप्रसादं व्यतनुत स निजश्रीसमुद्धारधुर्यम् । -સુકૃતસંકીર્તન સર્ગ ૪ શ્લોક ૩૩.
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy