________________
બાલચંદ્રસૂરિ વસંતવિલાસ મહાકાવ્ય બાલચંદ્રસૂરિનું વસંતવિલાસ મહાકાવ્ય.
અંગ્રેજી પ્રસ્તાવના– લખનાર સદ્દગત ચીમનલાલ ડા, દલાલ એમ. એ.
(ગત પૃ. ૨૧ થી સંપૂર્ણ.) ત્રણે મહાકાવ્યમાં આપેલી હકીકતની સરખામણી – કીર્તિ કામુદી. સુકૃત સંકીર્તન,
વસંતવિલાસ. નગર વર્ણન.
ચાપોત્કટ વંશ વર્ણન. પ્રસ્તાવના. નરેદ્રવંશ વર્ણન. ચાલુક્યવંશ વર્ણન.
રાજધાની વર્ણન. મંત્રિ સ્થાપન વર્ણન. મંત્રિ પ્રકાશ.
નરેંદ્રવર્ણન-મંત્રિ સ્થાપના. દૂત સમાગમ વર્ણન. ગુરુપદેશ વર્ણન.
મંત્રિ ગુણ વર્ણન. શંખ યુદ્ધ વર્ણન. શંખ પ્રસ્થાન વર્ણન,
શંખ યુદ્ધ વર્ણન. પુરપ્રવેશ વર્ણન. સૂર્યોદય વર્ણન.
ઋતુ વર્ણન. ચંદ્રોદય વર્ણન. શત્રુંજય વર્ણન.
કેલી વર્ણન. પરમાર્થ વિચાર. નેમિદર્શન વર્ણન
ચંદ્રોદય વર્ણન. યાત્રા સમાગમ વર્ણન. પઋતુ વર્ણન.
સૂર્યોદય વર્ણન. પુરપ્રવેશ વર્ણન.
શત્રુંજય યાત્રા વર્ણન. ધર્મસ્થાન વર્ણન.
પ્રભાસતીર્થ યાત્રા વર્ણન. રૈવત વર્ણન. રૈવત યાત્રા વર્ણન.
સદ્ગતિ પાણિ ગ્રહણ વર્ણન. આ ઉપરથી જણાશે કે વસંતવિલાસ ત્રણેમાં લાંબુ કાવ્ય છે. તેમાં ચૌદ સર્ગ અને અનુષ્ટ માપ પ્રમાણે ગ્રંથ સંખ્યા ૧૫૧૬ શ્લોક પ્રમાણ છે. જ્યારે બીજા બેમાં અનુક્રમે નવ સર્ગમાં આઠસો ક પ્રમાણ અને અગીયાર સર્ગમાં નવસે છવીસ (૯૨૬) લોક પ્રમાણ છે.
મંત્રીઓના જીવનની હકીકત સંબંધી મળી આવતા શિલા લેખો અને તાડપત્ર પરના લેખ –તે બંધાવેલાં મંદિર વિગેરેના લેખો સંબધી વસ્તુપાલે ઘણી સંભાળ રાખી હોય એમ દેખાય છે. જિનહર્ષના વસ્તુપાળ ચરિત્રમાં બે ભાઈઓનાં ઘણું કામનો ઉલ્લેખ કરેલો છે. તેમાંના ઘણાનું હાલ નામ નિશાન દેખાતું નથી. પણ કાળના પૂર ઝપાટામાંથી જે બચ્યાં છે તે ઉપર લાંબા લેખો અને પ્રશસ્તિઓ મળી આવે છે. અને તે એતિહાસિક દષ્ટિએ ઘણાં ઉપયોગી થઈ પડે છે. કારણ કે તેમાં તેઓની અને તેઓના કુટુંબની હકીકત ઉપરાંત જે રાજ્યમાં મંદિર બંધાવ્યું હોય તે દેશના રાજાઓની હકીકત પણ આપેલી હોય છે. તેમના સંબંધી મળી આવતા મુખ્ય શિલા લેખો અને તાડ૫ત્રની પ્રતિમાંની પ્રશસ્તિઓ નીચે ક્રમવાર આપેલ છે.
() આબુ પર્વત ઉપર મલદેવના પુણ્યાર્થે બાંધેલા વિમલવસતિમાંના મલ્લિનાથના ગોખલામાં સંવત્ ૧૨૭૮ ફાગણ વદ અગીઆરસ ગુરૂની તારીખનો એક શિલા લેખ.