________________
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સની સ્ટેન્ડીંગ કમીટીએ
તા. ર૯-૫-૨૮ ની બેઠકમાં પસાર કરેલા ઠરાવો.
- તા. ૨૯-પ-૨૮. ૧. શ્રી જૈન છે. કોન્ફરન્સની સ્ટેન્ડીંગ કમિટીની આ સભા એ મત ધરાવે છે કે પાલિતાણાના નામદાર ઠાકોરસાહેબ અને જૈન કોમ વચ્ચે તા. ૨૬ મી મે ૧૯૨૮ના દિને સિમલા મુકામે જે સમાધાની થએલી છે તે સંતેષકારક અને સ્વીકાર્ય છે.
૨. શ્રી જૈન શ્વે. કૅન્ફરન્સની સ્ટેન્ડીંગ કમિટીની આ સમાધાન કરાવવામાં અને જૈન કમના બ્રિટીશ પ્રજા તરીકેના હકકેનું રક્ષણ કરવામાં હિંદના નામદાર ગવર્નર જનરલ અને વાઈસરોયે જે હાર્દિક પ્રયત્ન કર્યો છે તે બદલ તેઓ નામદાર પ્રત્યે આભારની ઉંડી લાગણી પ્રદર્શિત કરે છે.
૩. શ્રી જૈન શ્વે. કોન્ફરન્સની સ્ટેન્ડીંગ કમેટિની આ સભા સમાધાની દરમીઆ નામદાર પાલિતાણા ઠાકરસાહેબે દર્શાવેલી વલણની કદર બુઝે છે અને ઈચ્છે છે કે જૈન કેમ અને નામદાર ઠાકરસાહેબ વચ્ચેનો મીઠો સંબંધ ચીરકાલ કાયમ રહે. આ સભાએ ઘણી જ ખુશાલી સાથે સાંભળ્યું છે કે તા. ૧ લી જુનના રોજ નામદાર ઠાકરસાહેબ યાત્રા ખુલી મૂકવાની કીયા કરનાર છે અને તે બદલ અંતઃકરણપૂર્વક તે નામદારને આભાર માને છે.
૪. શ્રી જૈન છે. કોન્ફરન્સની સ્ટેન્ડીંગ કમિટીની આ સભા કેમની લડતમાં શેડ આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓ, શેઠ કીકાભાઈ પ્રેમચંદ તથા સાતની કમીટીના અન્ય સભ્યોની નિઃસ્વાર્થ અને કીંમતી સેવાની કદર બુઝે છે, અંત:કરણપૂર્વક અભિનંદન આપે છે અને સંતોષકારક સમાધાન કરાવવા માટે હૃદયપૂર્વક આભાર માને છે.
૫ શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સની સ્ટેન્ડીંગ કમિટીની આ સભા પાલિતાણાની યાત્રા તા. ૧ લી જુનથી ખુલી થએલી જાહેર કરે છે અને યાત્રા ખુલવાની થનાર ક્રિીયા વખતે હાજરી આપવા અને ભાગ લેવાને સકલ હિંદના જેને ને વિનંતિ કરે છે.
૬. શ્રી જૈન ધે. કોન્ફરન્સની રટેન્ડીંગ કમિટીની આ સભા સંપૂર્ણ ઐકય જાળવવા બદલ, અને પિતાના અતિ પવિત્ર તીર્થ પરના હકકો માટે ન્યાય મેલવવા ખાતર યાત્રા ત્યાગને વલગી રહેવા બદલ સમસ્ત હિંદુસ્થાનના જેને અભિનંદન આપે છે.
૭. શ્રી જૈન . કોન્ફરન્સની સ્ટેન્ડીંગ કમિટીની આ સભા, ખાસ અધિવેશન વખતે નિમેલ શંત્રુજય પ્રચાર સમિતિના સર્વે સભ્યએ કેમની જે નિઃસ્વાર્થ અને કીંમતી સેવા બજાવી છે તેની સંપૂર્ણ કદર બૂઝે છે અને તેઓ પ્રત્યે આભારની ઉંડી લાગણી પ્રદશિત કરે છે.
૮ શ્રી જન છે. કૅન્ફરન્સની ટેડીંગ કમિટીની આ સભા રથાનિક તેમજ બહાર ગામના પત્રો એ આપણી કેમની ન્યાયી અને પવિત્ર લડત માટે જે ટેકો આપે છે તેમને ખરા અંતઃકરણ પૂર્વક આભાર માને છે.
ચીનુભાઈ લાલભાઈ, શેઠ નગીનદાસ કરમચંદ,
એ, રેસીડેન્ટ જનરલ સેક્રેટરીઓ. આનંદ સાગર પ્રેસ, મુંબઇ ૨.