________________
સદરહ મુદત દરમી આન તે પ્રમાણેની તારીખે પછીના વર્ષોમાં ભરણું પગાર કરવામાં આવશે. સદરહ ભરણું અને ત્યાર પછીના વાર્ષિક ભરણાંઓના બદલામાં યાત્રાવેરાને અંગે જેનો પાસેથી કેઈપણ જાતના બીજા કર ન લેવાને પાલીતાણું દરબાર કબલ થાય છે. આ ભરણુમાં રખોપું મલગુ વીગેરેનો સમાવેશ થાય છે.
૧૫ સદરહુ ૩૫ વર્ષની મુદત પૂરી થએ સદરહુ નિર્ણિત થએલી વાર્ષિક રકમમાં ફેરફારની માગણી કરવાને બન્ને પક્ષને છુટ રહેશે અને બન્ને પક્ષને સાંભળી તે ફેરફાર મંજુર કરે કે નામંજુર કરવો તે બ્રિટીશ ગવનમેંટના હાથમાં રહેશે. ઠરાવેલી વાર્ષિક ભરણાની રકમ અને તે અમલમાં રહેવાની મુદત આવી દરેક મુદત પૂરી થએથી બ્રિટીશ ગવર્નમેંટ નકકી કરશે.
૧૬ જે તારીખે આ વાર્ષિક રકમ લેણી થાય તે તારીખથી એક માસમાં તે પગાર કરવામાં ન આવે તે પાલીતાણા દરબારે કયે રસ્તો લે તેને એજટ ટુ ધી ગવર્નર જનરલ નિર્ણય કરશે.
૧૭ મુંબઈ સરકારના તા. ૫ જુલાઈ સને ૧૯૨૨ ના પિોલીટીકલ ખાતાના નં. ૧૮૩ ટી અને તા ૨૫ મી મે સને ૧૯૨૩ ના પિરા ખાતાના નં. એસ. ૪૪–૧-૬ ના ઠરાવો અને સદરહુ સરકારના તા. ૯ મી અકટોબર ૧૯૨૪ ના નં. ૧૨૮૧ બી. વાલા પત્રથી મોકલવામાં આવેલ સેકે ટરી ઓફ સ્ટેટના હુકમે કે તેને કોઈપણ ભાગ જે આ કરાર સાથે બંધ બેસતું ન હોય અગર વિરૂદ્ધ હોય તે રદ કરવામાં આવે છે.
૧૮ આ કરારનામાથી જે બાબતનો નિર્ણય થયું છે તે સંબંધી પક્ષકારેની બધી અપીલ અને મેમેરી એલેને આ કરારનામાથી નિવેડો આવેલું ગણાશે.
૧૯ “દરબાર' શબ્દનો અર્થ પાલીતાણા સ્ટેટ થાય છે અને તેમાં તેનો સમાવેશ થાય છે. 'જૈન' શબ્દનો અર્થ હિંદુસ્થાનના શ્વેતાંબર મૂર્તિપૂજક જેને થાય છે અને તેમાં તેને સમાવેશ થાય છે કે જેના શેઠ આણંદજી કલ્યાણજી અને તેમના ઉત્તરાધિકારીઓ પ્રતિનિધિઓ છે.
૨૦ આ કરારનામું બન્ને પક્ષકારોએ રજુ કર્યું છે અને ગવર્નમેન્ટ એક ઈન્ડીઆએ મંજુર કર્યું છે.
તા. ૨૬ મી માહે મે સને એક હજાર નવસો અઠાવીશ સીમલા. કીકાભાઈ પ્રેમચંદ કસ્તુરભાઈ એમ. નગરશેઠ
બહાદુરસિંહ માણેકલાલ મનસુખભાઈ
પાલીતાણાના ઠાકોર સાહેબ. સારાભાઈ ડાહ્યાભાઈ શેઠ અમૃતલાલ કાલીદાસ
પ્રતાપસિંહ મોહેલાલભાઈ હિંદની જૈન કોમના પ્રતિનિધિઓ.
આજ તા ૨૬ મી મે ૧૯૨૮ ના દિને સિમલા મુકામે ગવર્નમેન્ટ ઓફ ઈન્ડીઆએ મંજુર કર્યું. અમારી રૂબરૂમાં સહીઓ થએલી છે.
ઈરવીન. સી. એચ. સેતલવડ,*
વાઇસરૉય અને ગવર્નર જનરલ, ભુલાભાઇ જે. દેસાઇ,