SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનયુગના વધારે महावीर जीवननो महिमा [ ले० पं० बेचरदास जीवराज दोशी ] 44 “ देवागमनभोयानचामरादिविभूतयः । मायात्रिष्वपि दृश्यन्ते नातस्त्वमसि नो महान् ॥ ,, સાહિત્યને મિત્રા તરફથી અનેકવાર સૂચવવામાં આવે છે કે શ્રી ‘ મહાવીરજીવન’વા એ વિષે કાંઈ લખાય તે સારૂં. સૂચના કરનારા તે। આ કામ સરળ છે એમ સમજીને સૂચવે છે પણ જેમ જેમ જૈનઆગમ સાહિત્ય, બૌદ્ઘત્રિપટિકા, ઉપનિષાદ આ વિશેષ વિશેષ શ્વેતા જાઉં છું તેમ તેમ એ કામ કઠણુ લાગતું જાય છે. જે મહાપુરૂષનું જીવન લખવાને લેખિની ચલવવી છે તેમને વિષે ન્યૂનાધિક લખાવાદ્વારા જરાય અન્યાય ન થાય અને વાચકવર્ગને પ્રેરક તથા હિતકર સત્ય દર્શાવી શકાય તાજ કાઇના પણું જીવન લખનારના શ્રમ સફળ થયેા ગણાય. વર્તમાનમાં તે સમસમયી પુરૂષાના જીવનવૃત્તાંતમાં પણ એ ઉદ્દેશ ધણા એછે। સચવાતા જણાય છે. એ ઉદ્દેશને સિદ્ધ કરવા માટે સ્થિરતા, તટસ્થતા, જીવનવિષયક અંતરંગ અને બહિરંગસામગ્રી, વિશાળષ્ટિ વગેરે સાધાને જીવનલેખકે જરૂર મેળવવાં જોઇએ. એ સાધાને મેળવ્યા સિવાય લખાતાં જીવનચિરત્રા ઘણે ભાગે પેાતાના નાયકને અને વાચકવર્ગોને અન્યાયકારી થઈ પડે છે. ભગવાન મહાવીર તેા આપણાથી સર્વપ્રકારે પરાક્ષ છે એટલે એમનું વન લખવા માટે તે ઉપર્યુંક્ત સામગ્રી મેળવ્યા સિવાય એ વિષે કાંઇ પણ લખવું તેને હું અતિદ્વાસિક અને સામાજિક જોખમ સમજું છું. અહીં જે વાત · થાય છે તે પૌરાણિક (પુરાણની માફક લખાયલા)અને દંતકથામય (પરંપરાથી ચાલી આવતા) વનને લગતી નથી પણ, આ વૈજ્ઞાનિક સમયમાં લાકા જે જાતના જીવનચરિત્રની અપેક્ષા રાખે છે તેની વાત છે. એમા પ્રાકૃત અને સંસ્કૃતમાં તેમજ જૂની કે નવી ભાષામાં લખાએલાં કેટલાંય મહાવીર ચરિત્રે પ્રસિંહ ચૂકયાં છે અને એથી પણ વધારે હજુ ભ'રામાં અપ્રગટપણે પડેલાં છે. મનુન્નીર્જીવન લખવાનું કામ અશકય કે કહ્યુ છે समंतभद्र स्वामी. એમ તે। નથી જ પણ મારા જેવા કાર્યાં તરગ્ર ( એક કા સાથે ખીજું કાર્યાં કરવાને કટાળનાર )તે માટે તો તે કઠણ જ લેખાય; તે પણ એટલા માટે કે એ કામ ધણા સમયની અપેક્ષા રાખે છે એ એક જ કારણને લીધે તે કામને હું કેણુ ગણું છું. એ સિવાયની જીવન વિષેની ખીજી કેટલીક સામગ્રી. મારે માટે દુષ્પ્રાપ્ય જેવી તે નથી જ. એ વિષે હું તેા લખું ત્યારે લખું પણ એ જીવન ચરિત્ર લખવા માટે મારા મનમાં જે જે રેખાઓ અંકાઇ છે તે અહીં દર્શાવી દઉં. કે જેથી શ્રીમહાવીરના ખીજા લેખકાને મારી એ રેખાએ કદાચ ઉપયેાગી થાય. અંતરંગ સામગ્રી: ૧ ભગવાન મહાવીર પ્રત્યે અકૃત્રિમ ( સ્વાભાવિક ) ભક્તિ હાવી જોઇએ. ૨ શ્રદ્ધા, પ્રજ્ઞા (બુદ્ધિ), સમતા (સમભાવ), સ્મૃતિ એ બધું લેખકની વૃત્તિમાં સમનેાલપણે હાવું જોઈએ; શરીરમાં વાત, પિત્ત, ક સમાન હોય ત્યાં સુધી શરીરની સ્વસ્થતા સચવાઈ રહે છે અને જ્યારે એ ત્રણેમાં એક પણુ વધે કે ઘટે ત્યારે શરીર રાગી બને છે. તેજ પ્રકારે ઉપયુક્ત મહા વગેરે માનસિક ગુણા સમતાલપણે હોય તા જ લેખકથી કાઈ પણ વિચારને ખરાબર ન્યાય આપી શકાય અને એ ગુણામાંના એકાદ પણ પ્રમાણમાં વધ્યા કે ઘટયા હોય તે ભલભલા લેખા પણ ક્રાઇ વિચારને ન્યાય આપવાને બદલે પેાતાનેજ ન્યાય આપતા જણાય છે. ૩ લેખકમાં ત્યાગધર્મ પ્રત્યે વિશ્વાસ અને તેનામાં એનુ વધારે નહિ તે આામાં ઓછું વરસ થા છ માસ સુધીનું પરિશીલન અને એ પણ અવચકપણે ( આત્માને છેતર્યાં વિના),
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy