________________
પ્રબંધ ચિન્તામણિ સંબંધી સાક્ષર શ્રી કેશવલાલભાઈ ૧૧ પ્રબંધ ચિન્તામણિ સંબંધી સાક્ષર શ્રી કેશવલાલભાઈ.
જયશેખર સૂરિકૃત ગૂજરાતી ત્રિભુવનદીપક પ્રબંધ' એ નામથી કૃતિ સાક્ષર પંડિત શ્રી લાલચંદ ભગવાનદાસ ગાંધીએ પ્રકટ કરેલ તેની સમાલોચના અમે લીધી છે. જુઓ જનયુગ પુ. ૨ પૃ. ૧૮૯ તેમાં અમે જણાવેલું હતું કે - “ આ કાવ્ય ઉચ્ચ પ્રતિનું છે. તે ૪૩ કડીનું લાંબું છે અને તેમાં જૂની ગુજરાતીનું શુદ્ધ સ્વરૂ૫ મળી આવે છે. તે સ્વરૂપને છણી તેને વિસ્તૃત ટીકા રૂપે બહાર લાવવાનું કાર્ય શ્રી કેશવલાલ ધ્રુવ જેવા ભાષા શાસ્ત્રી કરે તે ઘણે પ્રકાશ પડી શકે તેમ છે, અમને જણાવવાને આનંદ થાય છે કે આ કાવ્યને પુનઃ બીજી પ્રતિઓ મેળવી સંશોધિત કરી તે પર વિધવિધ ટિપણે રૂપકને ઇતિહાસ, કવિને સંસ્કૃત પ્રબોધ ચિંતામણી અને આ ગૂજરાતી પ્રબંધની સરખામણ, કવિ અને કાવ્યને પરિચય, કાવ્યમાં વપરાયેલ છંદ અને ઢાળ પર વક્તવ્ય, પાઠાંતરોની મીમાંસા, જૂની ગુજરાતીનું સ્વરૂપ અને તેની વિશેષતાઓ તેઓ શ્રી લખી પ્રકટ કરવાના છે અને તેમ થયે તે એમ. એ. ના અભ્યાસક્રમમાં દાખલ થશે, તો તેનાથી ભાષા પર જબરો પ્રકાશ પડશે અને તેનો અભ્યાસ થઈ ભાષાને ઉત્કર્ષ પણ થશે. લાલચંદભાઈના પ્રકાશન પછી પાંચ છ વર્ષે સાક્ષર શિરોમણી ધ્રુવ સાહેબના હસ્તથી આ ગ્રંથ આદર પામે એ એાછું ખુશ થવા જેવું નથી. તેઓ પોતાનું કાર્ય સુન્દર રીતે પ્રમાણભૂત કરી શકે તે માટે ત્રિભુવન દીપક પ્રબંધની હસ્ત પ્રતો જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાંથી મેળવી સાહિત્યરસિક મુનિઓ અને શ્રાવકોએ તેમને પૂરી પાડવાની જરૂર છે. આની એક પ્રત શ્રી વિજયધર્મ સરિના આગ્રામાં રાખેલ ભંડારમાં છે તો તે તેમને જલદી મોકલે એમ તે ભંડારના કાર્યવાહકને વિનવીએ છીએ.”
હવે આમાં જણાવ્યા પ્રમાણે અમોને જાહેર કરતાં અતિ હર્ષ થાય છે કે તેનું ખરું નામ “પ્રબંધ ચિન્તામણિ” કે જે નામ આ સૂરિના સંસ્કૃત રૂપક ગ્રંથને પોતે આપેલ છે, એ હવું ઘટે એમ જણાવી તેનું પુનઃ સંશોધન કરી તેમાંથી થોડુંક બાદ કરી આપ્યું આ ગૂજરાતી કાવ્ય સાક્ષર શિરોમણિ દી. બ. કેશવલાલ હર્ષદરાય ધ્રુવે “પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય” એ નામના પિતાના સંપાદિત પુસ્તકમાં ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી દ્વારા કવીશ્વર દલપતરામ સ્મારક ગ્રન્થમાળા નં. ૪ તરીકે પ્રસિદ્ધ કરાવેલ છે તેમાં છેલ્લા પાંચમા કાવ્ય તરીકે મૂકયું છે. તેમાં એક મનનીય વિદ્રત્તાભરી પ્રસ્તાવિના પોતે લખી છે, તેમાં આ જૈન કૃતિ સંબંધી તેમણે જે જણાવ્યું તે અક્ષરશઃ અત્ર આપીએ છીએ. તેમણે આ કૃતિનું સંશોધન સુભાગ્યે મળેલી અનેક હસ્તલિખિત પ્રત પરથી ઘણા પરિશ્રમપૂર્વક કર્યું છે અને તેની ગવેષણા કરી પોતાનું તે સંબંધીનું પ્રામાણિક કથન પ્રસ્તાવનામાં રજુ કર્યું છે. આ ગ્રંથમાં જૂની ગુજરાતીનું સ્વરૂપ અને તેની વિશેષતાઓ કઠિન શબ્દાર્થ કેશ આપ્યાં હત તે વિશેષ યોગ્ય થાત. અમે ઇચ્છીએ છીએ કે આ ગ્રંથ મુંબઈ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં નિર્ણત થાય. તંત્રી, ]
પ્રબંધચિંતામણિની હાથપ્રતે, “ત્રિભુવનદીપક પ્રબંધ’ એ નામથી ગષણાપૂર્ણ ૨૧ પાંચમૂ' કાવ્ય પહેલું પ્રકાશમાં મૂકવાનું પ્રસ્તાવના સાથે પાંચેક વર્ષ ઉપર છપાવ્યું હતું. એની માન સંસ્કૃત પ્રાકૃત અને અપભ્રંશમાં નિપુણતા વાચના વડોદરામાં કેઠીપળના ઉપાશ્રયના પુસ્તકધરાવતા Baroda Central Library ના પંડિત સંગ્રહમાંની હાથપ્રતને મોટે ભાગે અનુસરે છે. એમાં લાલચંદ્ર ભગવાનદાસને છે. પ્રસ્તુત કાવ્ય એમણે પત્ર ૨૯, ૫૪માં પંક્તિ ૧૧ અને પંક્તિમાં અક્ષર