________________
બાલચંદ્રસૂરિનું વસંતવિલાસ મહાકાવ્ય
૭૫ સ્થાને મુકાયાં ન હતાં. આ બન્ને ભાઈઓ કે જેઓ મોટા યોદ્ધા હતા અને જેમનામાં ઘણીજ ઉચ્ચ પ્રકારની રાજ્યકારી દક્ષતા અને રાજનીતિજ્ઞપણું હતા, તેઓએ રાજ્ય અને તેની સત્તા વધારવામાં આપેલો ફાળો ઘણો મોટો છે. વાઘેલાઓનું આ એક મહાભાગ્ય હતું કે તેમને આવા બે કાબેલ અને રાજનિતિન દક્ષ પુરૂષો રાજ્યને પાયો નાખવા માટે મળી ગયા, જા કે માતભૂમિના પ્રેમ વગરના ટુંકા મનના સ્વાથી મંત્રીઓ હોવાના કારણથી જ આ રાજ્યને જલદીથી અંત આવ્યો.
મત્રિનાં સાર્વજનિક કાર્યો:–આ કાવ્યમાં અને અર્થદાગિરિ પ્રશસ્તિ અને ગિરનાર પ્રશસ્તિ તથા નરનારાયણનંદ કાવ્યમાં કહ્યું છે કે આ બે ભાઈઓએ બંધાવેલાં મંદિર વિશ્રામસ્થાને કુવાઓ અને તળાવો વિગેરે સાર્વજનીક કામોની સંખ્યા ગણી શકાય તેવી નથી. (૨૨) તીર્થક૯૫માં એમ કહ્યું છે કે તેમનાં આ સાર્વજનિક કામ-દક્ષિણે શ્રીશૈલ, પશ્ચિમમાં પ્રભાસ સુધી, ઉત્તરમાં કેદાર સુધી અને પૂર્વમાં બનારસ સુધી હતાં. તેઓના ઉત્સાહ અને સત્તા જોતાં આ વાત ખોટી લાગતી નથી. છતાં તેઓએ પિતાનું અઢળક ધન વાપરવા માટે શત્રુંજય ગિરનાર અને આબુ પર્વતને ખાસ પસંદ કર્યા હતાં. અહીં તેઓએ દેના વિમાન સાથે હરીફાઈ કરે તેવાં ભવ્ય મંદિર બંધાવ્યાં. તેઓએ શત્રુંજય ઉપર અઢાર કરોડ નેવું લાખ ખરચ્યા, ગીરનાર ઉપર બાર કોડ એંસીલાખ અને આબુ ઉપર બાર કરોડ ત્રેપન લાખ ખરચ. એમ કહેવાય છે કે તેઓએ કુલ ત્રણ ક્રોડ અને ચૌદ લાખ સાર્વજનિક કાર્યોમાં ખર્ચા. તે કાર્યોની કેટલીક વિસ્તારથી હકીકત-ગૂંધ આ પુસ્તકની ટિપ્પણી છેવટે આપી છે તેમાંથી મળશે.
અનુવાદકઃ ચન્દુલાલ એસ. શાહ, બી. એ. એ. એલ. બી.
(२२) यः स्वीयमातृपितृपुत्रकलत्रबंधुपुण्यादिपुण्यजनये जनयाञ्चकार । सद्दर्शनव्रजविकाशकृते च धर्मस्थानाવટવનિમવષાર્ II૬ બી નરનારાયણનંદ સર્ગ ૧૬.
तेन भ्रातूयुगेन या प्रतिपुरग्रामाध्वशैलस्थलं वापीकूपनिपान काननसरःप्रासादसत्रादिकम् । धर्मस्थानपरंपरा नवतरा चक्रेऽथ जीर्णोध्धृता तत्संख्यापि न बुध्यते यदि परं तद्वेदिनीमेदिनी ॥
–અબુદગિરિ પ્રશસ્તિ,