________________
૧૪૨ અદ્યાપિ તે મદભરેલ સુવર્ણ કાન્તિ, લજજાતરા બહુ નમી કરતી સુચેષ્ટા; પ્રત્યંગ સંગ વળી ચુમ્બન મોહલીન, સંજીવની હદયની પ્રમદા સ્મરું છે.
જિનયુગ
કારતક-માગશર ૧૯૮૩ અદ્યાપિ શ્રેષ્ઠ સુભગા વનો વિયોગ, કેમે ન હું સહી શકું વિધિ અન્યથી તે; મૃત્યુજ ભાઇ ચહું દુઃખની શાન્તિ અર્થ, વિજ્ઞાપના કરું તોય હણો ત્વરાથી. મૂકે ન શંકર હજુ પણ કાલકૂટ, ધારેજ કૂર્મ ધરણી ધરી નિજ પાઠક
ધારેજ દુસહ મહોદધિ વાડવાગ્નિ, ૪૮ સ્વીકાર્યું તે સુકૃતિઓ પરિપૂર્ણ પાળે.
અદ્યાપિ તે સુરતયુદ્ધ વિષે પરાસ્ત, બધે બધુ પતનેસ્થિત શૂન્ય હસ્ત; દંતક્ષતે વળી નખક્ષતરક્તસિક્તા, તેની સ્મરું કઠિનતા રતિયુદ્ધ5.
[ આ વસંતતિલકા છંદમાં સમશ્લોકી અનુવાદ છે. મૂળને ભાવ કાયમ રાખવા અનુવાદકે બનતા પ્રયત્ન કર્યો છે. હમણાં રા. નાગરદાસ ઈ. પટેલે કરેલ સમશ્લોકી ગૂજરાતી અનુવાદ “ચાંદની” પત્રમાં છપાઈ ગયા પછી જૂદા પુસ્તકાકારે પ્રગટ થયેલો છે ને તેના પર સમાલોચના જુદે જુદે સ્થલે આવી છે. અમે તે પુસ્તક જોયું નથી તેથી તેને અને આને મુકાબલો કરી શકીએ તેમ નથી, વાચકે બંનેની સરખામણી કરી જેશે. આના અનુવાદક એક જૈન છે, અને તેથી તેના આ અનુવાદને અહીં સ્થાન આપ્યું છે. અને ગુજરાતી અનુવાદ પધમાં જૈન સાધુ નામે જ્ઞાનાચાર્યે વિક્રમ સોળમા શતકમાં તેમજ સારંગ કવિએ ૧૭ મા શતકમાં કરેલ છે કે જેનો ઉલ્લેખ અમારા “ જેન ગૂર્જર કવિઓ' ભાગ ૧ લે, એ નામના પુસ્તકમાં જોઈ શકાશે. તંત્રી. ].