________________
નાથ,” અને “વેરની વસુલાત” નામક નવલકથાઓ વિશ્વવિખ્યાત કેન્ચ લેખક મે. હુમાની “ શ્રી મશ્કટીયસ,” “ ટવેન્ટી ઇયસ આફટર” અને “મેન્ટેક્રિસ્ટ” ઉપરથી અનુકરણ રૂપે લખાએલી છે એમ તેમણે વ્યક્ત કર્યું છે. પ્રસ્તુત લેખમાં રા. મુનશીની “પાટણની પ્રભુતા” નામક નવલકથા મૈલિક નથી. કિન્તુ મેં. ૩માની “શ્રી મશ્કેટીયસ” અને ટવેન્ટી ઇયસ આફટરના આધારે લખાયેલી છે એમ પુરવાર કરવાનો મારો વિચાર છે. રા. ઠકકરે “પાટણની પ્રભુતા” એ માત્ર “શ્રી મસ્કેટીયર્સ” નું અનુકરણ છે એમ ઉલેખ કરેલો છે; પરંતુ તે ન સ્વીકારતાં મને જે ઉપરોકત પુસ્તકમાં સામ્ય પણું દષ્ટિગોચર થયું છે તે હું
વીશ.” આ પ્રમાણેને લઇ પ્રસ્તાવ કર્યો છે અને ત્યાર પછી “પાટણની પ્રભુતા”ની “શ્રી મશ્કેટીસ” તથા ટવેન્ટી ઇયર્સ આફટર” સાથે અત્યંત વિચાર તથા વિવેકપૂર્વક તુલના કરીને તેઓ આવા નિશ્ચય પર આવ્યા છે કે –
આ ઉપરથી આપણે જોઈશું કે મીનળનું પાત્ર ઘડવામાં એનના પાત્રને ઉપયોગ કરવામાં આવ્યા છે. મુંજાલના પાત્રમાં બકીંગહેમની છાયા લેવામાં આવી છે.'મુંજાલમાં જે પ્રેમ છે, જે રાણી સાથે તેને સંબંધ છે. તે બકીંગમના એન સાથેના સંબંધના ઉપરથી લખાયેલું છે. મુંજાલનું ચંદ્રપુર જવું, ત્યાં મીનળ સાથે સંબંધ, મીનળનું મુંજાલ માટે પાટણ આવવું, બન્ને વચ્ચે પ્રેમ ઇતિહાસમાં કયાંય દ્રષ્ટિગોચર થતાં નથી. ઈતિહાસમાં તે માત્ર કણદેવ એક ચિત્રકારે લાવેલી મીનળની પ્રતિકૃતિ જોઈ તેના પ્યારમાં પડે છે, મીનળ પાટણ આવી પરણે છે, શ્યામવર્ણી હોવાથી અણમાનીતી થાય છે, અને મુંજાલની મદદથી પિતાનું સ્થાન પ્રાપ્ત કરે છે, એવું આલેખવામાં આવ્યું છે. શ્રીયંત મુનશીએ પોતાના પાત્રોમાં ઐતિહાસિક ઘટનાએને ચરતી મૂકી, આ આધારભૂત થયેલા પુસ્તકને જ ઇતિહાસ ગુજરાતના ઇતિહાસ તરીકે પલટાવી દીધા છે. “પાટણની પ્રભુતામાં મુંજાલ અને મીનળનો પ્રેમ વાર્તાનું મધ્યબિન્દુ છે. કિન્તુ કર્ણદેવનું માત્ર ચિત્ર જે તેની પાછળ મુગ્ધ થનાર બાળા મુંજાલ સાથે પ્રેમ કયાંથી રાખે ? રા. મુનશીએ આ પ્રમાણે ફ્રેન્ચ ઇતિહાસની કાયા પલટાવી આપણાં ઇતિહાસમાં તેને આણે છે, અને તેથી મીનળદેવી જેવી સતી સાધ્વી પતિપરાયણ અને પ્રાતઃસ્મરણીય રાણીને વળી કર વ્યભિચારિણી જેવી ચીતરી ઈતિહાસનું ખૂન કર્યું છે. મીનળનું પાત્ર બનાવવા એન અને મીલાડીનાં પાત્રોનું સંમિશ્રણ કરવામાં આવ્યું છે. મીનળની ક્રૂરતા, કીને લેવાની દાનત, ભયંકર કામ કરવાની હિંમત, સર્વ મીલાડી ઉપરથી લેવામાં આવેલાં છે. મુંજાલના પાત્રમાં બાકી રહેમને અંશ લેવામાં આવ્યો છે, છતાં મુખ્યત્વે કરી તે પાત્ર રીશેલ્યુ અને મેઝરીનનું મિશ્રણ થઈ બનેલું છે એમ નિર્વિવાદ મનાય છે.
“આપણે હવે એક નવી વસ્તુ હાથમાં લઈશું. શ્રીયુત મુનશી અને અન્યને એમ જણાવે છે કે મીનળને મુંજાલ સાથે માત્ર હૃદય-પ્રેમ હત; તેમનો દેહિક સંબંધ નહ. “ હૃદયને પુનઃજન્મ” નામક પ્રકરણમાં રા. મુનશી લખે છે. “કણ દેવ ! પ્રભુ ! સ્વામી !” તે મનમાં બોલી; તે પાસે પડેલા બીજા
લીઆ તરફ ફરી, અને જયદેવનું મેટું જોયું; તેની રેખાએ રેખા તપાસી; તે મોઢામાં, તે રેખામાં કાંઈ અપરિચિતતા કાંઈ કઢંગાપણું દેખાયું. આ શબ્દોને અર્થે વિચિત્ર લાગે છે. મીનળે કર્ણદેવને સંભાર્યો, અને જયદેવ સામું જોયું, તે તેનામાં અપરિચિતતા દેખાઈ આને અર્થ શો ? વસ્તુતઃ તેને ભાવાર્થ એમ થાય છે કે જયદેવ શ્રીયુત મુનશીના મતાનુસાર કર્ણદેવને રસ પુત્ર નહતા, અને તેથી મીનળ વ્યભિચારિણી હતી એમ સાબીત કરે છે. હૃદય અને હૃદયનાથ પ્રકરણમાં મુનશી મહાશય લખે છે:-“મેં તને કહ્યું, કે ક્ષુદ્ર વાસના ત્યાગી આપણે ગુજરાતના સ્તંભ થઈ રહેવું જોઈએ.” ક્ષક વાસના એટલે હૃદયલન નહીં, પ્રેમલગ્ન નહીં, પણ વિષયસુખાનુભવ. આ શબ્દ એમ સૂચન કરે છે કે ચન્દ્રપુરમાં મુંજાલ પાછળ ગાંડી બનનાર મીનળને તેની સાથે દૈહિક સંબંધ હશે. આ દિવસે યાદ આવવાથી મુંજાલનો જીવ રહેંસાય છે. “મુંજાલ ! પરણીને તરત સંકેત સાચવવા હું રાજગઢ ઉતરી તે યાદ છે ? તે પળ યાદ આવતાં હું બદલાઈ જાઉં છું તે વખતે તે શું કર્યું ?” આ સાંભળી મુંજાલના ધેયનો અંત આવે છે. પછી