________________
જૈન યુગ.
ધાર્મિક અંક.
સાંવત્સરિક ક્ષમાપના, “ આજ દિવસ પર્યન્ત તમારા પ્રત્યે તથા તમારા સમીપ વસતાં બાઇ ભાઇઓ પ્રત્યે યોગના પ્રમા સ્વભાવ વડે કિંચિત્ જે અન્યથા થયું હોય (લખાયું હોય યા વિચારાયું હેય) તે અર્થે નમ્રભાવથી ક્ષમાની [ અમારી ] યાચના છે.”
પુસ્તક ૨
આષાઢ-શ્રાવણ વીરાતુ ૨૪૫૩ સં. ૧૯૮૩
અંક ૧૧-૧૨,
-
---
-
-
--
नमस्कार. શ્રી જિનવીતરાગે દ્રવ્ય-ભાવ-સંગથી ફરે. ફરી છૂટવાની ભલામણ કરી છે અને તે સંયોગને વિશ્વાસ પરમજ્ઞાનીને પણ કર્તવ્ય નથી-એવો નિશ્ચલ અખંડ માર્ગ કહે છે તે શ્રી જિનવીતરાગનાં ચરણકમળને વિષે અત્યંત નમ્ર પરિણામથી નમસ્કાર છે.
અપાર મહામોહજાળ ને અનંત અંતરાય છતાં ધીર રહી જે પુરૂષ તર્યા, તે શ્રી પુરૂષ ભગવાનને નમરકાર- પરમ સુખસ્વરૂપ, પરમકૃષ્ટ શાંત, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સમાધિને સર્વકાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર,
તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેને તે પુરૂષને નમસ્કાર.
જે પુરૂષાએ જન્મ, જરા મરણનો નાશ કરવા વાળો, સ્વસ્વરૂપમાં સહજ-અવસ્થાન થવાને ઉપદેશ કહ્યા છે, તે પુરૂષોને અત્યંત ભકિતથી નમસ્કાર છે.
દેહાભિમાન રહિત એવા પુરૂષને અત્યંત ભક્તિથી ત્રિકાળ નમસ્કાર. *
ભુજાએ કરી જે સ્વયંભૂરમણ સમુદ્ર તરી ગયા, તરે છે અને તરશે તે પુરૂષોને નિષ્કામભક્તિથી નમસ્કાર.
વિષમભાવનાં નિમિત્તે બળવાનપણે પ્રાપ્ત થયા છતાં જે જ્ઞાની પુરૂષ અવિષમ ઉપયોગે વન્ય છે, વ છે અને ભવિષ્યકાળે વર્તે તે સર્વને વારંવાર નમસ્કાર.
જે જ્ઞાનથી “ કામ” નાશ પામે તે જ્ઞાનને અત્યંત ભકિતએ નમસ્કાર હે !
અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું રહે તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યાંતર કરી જે ભવનિવૃત્તિરૂપ કરે તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર. અનન્ય શરણુના આપનાર એવા શ્રી સદગુરૂદેવને અત્યંત ભકિતથી નમસ્કાર.
૪ naઃ શારિતઃ રાતિ