SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ જાન્યુઆરી ૧૯૬૦ પરાભવ અને કેસરી સિંહના વિદારણની દૈવશે જણાવેલ વાત માટે ખાતરી તો કરું. તુરત પોતાના ચંગ નામના દૂતને ત્રિપૃષ્ઠ વાસુદેવના પિતા રાજા પ્રજાપતિ તરફ રવાના કર્યો રાજા પ્રજાપતિ પોતે યદ્યપિ વિશાળ રાજયના અધિપતિ હતા છતાં ત્રણ ખડના રવાણી પ્રતિવાસુદેવ-અશ્વગ્રીવની આજ્ઞા એમને શિરોમાન્ય હતી. પ્રતિવાસુદેવનો દૂત ચં વેગ જે અવસરે રાજા પ્રજાપતિના નગરમાં પહોંચ્યો તે અવસરે રાજા પ્રજાપતિ પોતાની રાજસભામાં સુવર્ણના સિંહાસન ઉપર બિરાજમાન હતા. એક બાજુના આસન ઉપર ત્રિપૃષ્ઠ વાસુદેવ અને બીજી બાજુના સિંહાસન ઉપર બલદેવ અચલકુમાર બિરાજેલા હતા. મહામાત્ય, મંત્રી, ઉપમંત્રી-સેનાપતિ નગરશેઠ તેમજ બીજા નાના મોટા અધિકારીઓ અને શ્રીમંત પ્રજાજનો વડે રાજસભા અત્યંત શોભતી હતી. વારાંગના તેમ જ સંગીતકારોના નાચમુજરા અને સંગીતની રેલમછેલ એ રાજસભામાં ચાલતી હતી. સર્વ કોઈએ નાચે, ગુજરા અને સંગીત શ્રવણમાં લયલીન બની ગયા હતા. બાબર એ અવસરે પ્રતિવાસુદેવ અશ્વગ્રીવના દૂતે અગાઉથી ખબર આપ્યા સિવાય એમને એમ રાજસભામાં પ્રવેશ કર્યો. રાજા પ્રજાપતિ આ વેગને જાણતા હતા. અકસ્માત પ્રતિવાસુદેવના દૂતનો રાજસભામાં પ્રવેશ થતાં રાજા સસંભ્રમ ઉભા થઈ ગયા, દૂતનું સ્વાગત કર્યું અને યોગ્ય આસને તેને બેસાડી પ્રતિવાસુદેવ અશ્વગ્રીવ મહારાજાના કુશળ સમાચાર પૂછ્યા. પરંતુ રાજસભામાં દૂતનો અકસ્માત પ્રવેશ થતાં નાચ-મુજરા અને સંગીતના રંગમાં ભંગ પડવાથી ત્રિપૃષ્ઠ વાસુદેવના હૈયામાં દૂત ઉપર રોષ આવ્યો. બાજુમાં બેઠેલાને, આત કોણ છે? ક્યાંથી આવ્યો છે? પિતાજીએ આ દૂતનો આટલો બધો આદર સત્કાર કર્યો તેનું શું કારણ છે? વગેરે હકીકત પૂછતાં આ ત ત્રણુખંડના સ્વામી અશ્વગ્રીવ પ્રતિવાસુદેવનો દૂત છે. ભરતક્ષેત્રના ત્રણ ખંડમાં વર્તતા નાના મોટા સર્વ રાજાઓ એ પ્રતિવાસુદેવની આજ્ઞામાં વર્તતા હોવાથી આપણા રાજા પણ તેમના દૂતનો આદરસત્કાર કરે તે સ્વાભાવિક છે. પ્રતિવાસુદેવના દૂતનો આદર એ પ્રતિવાસુદેવનો જ આદર છે એમ આજે સર્વ રાજાઓ માને છે. અને એ કારણે જ આપણું રાજા પ્રજાપતિએ રાજસભામાં ચાલતા નાચ-મુજરા તેમજ સંગીતના રંગને બાજુમાં રાખીને પણ આ દૂતનું બહુમાન કર્યું છે તે બરાબર કરેલ છે. વિપૃષકુમારે કરેલો ચંદ્રગ દૂતનો પરાભવ ત્રિપૃષ્ણકુમાર એ વાસુદેવનો અવતાર હતો. પ્રતિવાસુદેવ કરતા તેમનું પુણ્યબળ વધુ પ્રબળ હતું. તેને આત્મામાં જેમ અને રાતનનો પ્રવાહ અખલિત હતો. જે વ્યક્તિને ત્રિપૃષ્ઠકુમારે દૂત સંબંધી હકીકત પૂછેલી તે વ્યક્તિ પાસેથી ઉપર જણાવેલ બાબતે જાણવામાં આવતાં ત્રિપૃ.કુમારનું લોહી ગરમ થઈ ગયું. “મારા પિતા ભલે ગમે તે કારણે પ્રતિવાસુદેવની આજ્ઞા શિરોમાન્ય રાખતા હોય અને તેમના દૂતનો આદર કરતા હોય પરંતુ હું તે પ્રમાણે એ અશ્વગ્રીવની આજ્ઞા માનવા તૈયાર નથી. એટલું જ નહિ પણ રંગમાં ભંગ પાડનાર આ દૂતની બરાબર ખબર લેવી જોઈએ.” આ પ્રમાણે અનેક પ્રકારની વિચારધારા ત્રિપૃષ્ઠકુમારના અંતઃકરણમાં શરૂ થઈ. એટલું જ નહિ પણ અગાઉથી કરેલા સંકેત મુજબ પોતાના માણસ મારફત આ ચંડવેગ દૂત રાજાએ આપેલ કિંમતી ભેણાં લઈને પોતાના સ્વામી અશ્વગ્રીવ રાજા પાસે જવા રવાના થયાની ખબર મળતાં ત્રિપૃષ્ણકુમારે તેના જવાના માર્ગમાં પહોંચી એ ચંગને લુટી લીધો અને અનેક પ્રકારના અપશબ્દો વગેરેથી તેનો પરાભવ કર્યો. ચવેગ દૂત પોતાના સ્વામી પાસે જઈ રાજા પ્રજાપતિ તરફથી મળેલ આદર માન અને તેમના પુત્ર ત્રિપૃષ્ઠકુમાર તરફથી પરાભવની હકીક્ત પ્રતિવાસુદેવને જણાવે તે પહેલાં જ બીજા માણસો ભારત એ બધી હકીકત અશ્વગ્રીવના જાણવામાં આવી ગઈ હતી. અને અષ્ટાંગ નિમિત્તના જાણુ દેવજ્ઞની બે હકીકત પૈકી એક હકીકત સાચી પડતાં પ્રતિવાસુદેવ અશ્વગ્રીવનું અંતઃકરણ વધુ આકુળ વ્યાકુળ બન્યું હતું. વિકુમારે કરેલ સિંહવિદારણ દેવ જણાવેલ બીજી સિવિદારણની હકીકત માટે પ્રતિવાસુદેવને પ્રતીતિ કરવાની ઇચ્છા થતાં પોતાના તાબાના જે પ્રદેશમાં સિંહનો ખૂબ ત્રાસ હોવાના કારણે ખેડૂત વર્ગ પોતાના ક્ષેત્રનું યથોચિત રક્ષણ કરવા માટે અસમર્થ હોવાથી પોતાની આજ્ઞામાં વર્તતા જુદા જુદા રાજાઓને એ પ્રદેશનું અને ત્યાંની પ્રજા તેમજ અનાજ વગેરેનું રક્ષણ કરવા માટે ક્રમશઃ મોકલાવવામાં આવતા હતા. અશ્વગ્રીવ રાજાએ પ્રજાપતિ રાજાને એ પ્રદેશના સંરક્ષણ માટે જવાનો ઇરાદાપૂર્વક સંદેશો મોકલ્યો. રાજ પ્રજાપતિ અશ્વગ્રીવના સંદેશા પ્રમ ણે એ પ્રદેશમાં જવા તયાર થતાં બલદેવ અચલકુમાર તથા વાસુદેવ
SR No.536284
Book TitleJain Yug 1960
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1960
Total Pages154
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy