SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ ત્રિપૃકુમાર અને બંધુઓએ વિનંતિ સાથે પિતાજીને તે પ્રદેશમાં જતા અટકાવી સિંહના ભયથી એ પ્રદેશને સદા માટે નિર્ભય બનાવવાની ઇચ્છાથી તે સ્થાન તરફ પ્રયાણ કર્યું. સિંહને રહેવાનું જ્યાં સ્થાન હતું ત્યાં બન્ને બંધુઓ રચમાં બેસી પહોંચી ગયા. અને પોતાના સ્થાનમાં નિર્ભયપણે સૂતેલા સિંહને જાગૃત કરવા ત્રિપૃષ્ટ કુમારે સિંહ કરતાં વધુ જોરદાર ગર્જના શ્રવણ થતાં સિં તુર્તજ પોતાના સ્થાનમાંથી નીકળીને બહાર આવ્યો અને બન્ને કુમારને પોતાની સામે ઉભેલા જોઈ તે સિંહે પણ આજુ જુનો પ્રદેશ ધ્રૂજી જાય તેવો સિંહનાદ કર્યો, તેમજ પોતાનું પૂંછ્યુ તેથી જમીન ઉપર પછાડી કુમાર ઉપર ફાળ મારવા તૈયાર થઈ ગયો. ત્રિકુમાર અચલકુમારને આગળ વધતા અટકાવી એકલા પોતે રથ ઉપરથી સિંહની સામે આવી ગયા. · સિંહ નિઃશસ્ત્ર છે તો મારાથી શસ્ત્ર કેમ રાખી શકાય?' એમ વિચારી રાસ્ત્રો બાજુમાં મૂકી પશુના રાજા કેસરી સિંહની સામે ત્રિપુકુમાર યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા. સિંહે કુમાર ઉપર જેવી ફાળ મારી એ સાથે જ તેની ફાળને ચુકાવી પોતાના બે હાથ વડે મજમુત રીતે સિંહના એ જડબા કુમારે પકડી લીધા અને પછી પોતાના સમગ્ર બળનો ઉપયોગ કરી વસ્ત્રના એ ટુકડા કરવામાં આવે તે પ્રમાણે સિંહનું વિદારણ કરી નાંખ્યું. દૂર દૂરથી આ શ્યને જોનારા સેંકડો મનુષ્યોએ કુમારને જય-જય શબ્દોથી વધાવી લીધા. શરીરના એ ટુકડા થવા છતાં “હું જંગલનો રાજા અને આ એક બાળક જેવા અને તે પણ નિઃશસ્ત્ર કુમારે મને ચીરી નાંખ્યો ” જાણે એવી મનોવેદનામાં તરફડિયાં મારતા સિંહની પાસે ત્રિધૃકુમારનો રથ ચલાવનાર સારથિ આવી પહોંચ્યો અને મધુર વાણીથી સિંહને આશ્વાસન આપ્યું કે “ હું કેસરી સિંહ ! તું એમ સમજે છે કે આ બાળક સામાન્ય કુમાર છે? અને તેના હાથે તારૂં મૃત્યુ થતાં તારો અંતરાત્મા અત્યન્ત મનોવેદના અનુભવી રહ્યો છે. પણ આ તારી સમજણ બરાબર નથી. તું જેમ જંગલનો રાજા છે. એમ આ કુમાર થોડા સમયમાં વાસુદેવ તરીકે ત્રણ ખંડ-પૃથ્વીના રાજાધિરાજ થવાના છે. તારું મૃત્યુ સામાન્ય કુમારના હાથે નથી થયું. માટે તારે તરફડિયાં મારવાનું અને મનમાં દુઃખ ધરવાનું કશું પ્રયોજન નથી. સારથી તરફથી આ પ્રમાણે આશ્વાસન મળતાં સિંહ શાંત બની ગયો અને આયુષ્ય પૂર્ણ કરી નરકગતિમાં ચાલ્યો ગયો. ત્રિકુમાર પણ પોતાના ૧૦ જાન્યુઆરી ૧૯૬૦ વડીલ બંધુ અચલકુમાર સાથે પોતાની રાજધાનીમાં પહોંચ્યા. પ્રતિવાસુદેવ અગ્રીવને સિંવિદારણની વાત જાણવામાં આવતાં દૈવજ્ઞના વચનો સાચાં પડવાથી તેનું હૈયું વધુ ગમગીન બની ગયું. ત્રિપૃષ્ણકુમાર સાથે સ્વયંપ્રભાનું પાણુગ્રહણ અષ્ટાંગનિમિત્તના જાણકાર દેવને પ્રતિવાસુદેવનાં મૃત્યુ માટે રજૂ કરેલ બન્ને બાબતો સાચી પડતાં એ ત્રણ ખંડના અધિપતિ અશ્વત્રીવનું અંતઃકણ અત્યન્ત વ્યાકુળ બની જાય તે સ્વાભાવિક હતું. અશ્રુગ્રીવના આત્માને ક્યાંય શાંતિ પ્રાપ્ત થતી નથી. દિવસો અને રાત્રિઓ અશાંતિમાં જ પસાર થાય છે. એ દરમ્યાન પોતાની આજ્ઞામાં વર્તતા વિદ્યાધર જવલન જટીએ યોગ્ય વયે પહોંચેલી પોતાની પુત્રી સ્વયંપ્રભાનું ત્રિધૃકુમારની સાથે પાણિગ્રહણ કરાવ્યાના પ્રતિવાસુદેવને સમાચાર મળતાં એના અંતઃકરણમાં પ્રચંડ ઈર્ષ્યાગ્નિ પ્રગટ થવા ઉપરાંત અશાંતિમાં ઓર વધારો થયો. “ મારી આજ્ઞામાં વર્તતો વિદ્યાધર પોતાની પુત્રીનું મારા સિવાય ખીજાની સાથે કેમ પાણિગ્રણ કરાવી શકે! વિદ્યાધરે ભલે ગમે તે કારણે તે પ્રમાણે પાણિગ્રહણ કરાવ્યું. પરંતુ ત્રિધૃકુમારે શા માટે એ વિદ્યાધરપુત્રીનું પાણિગ્રહણ કર્યું? આ વિદ્યાધરપુત્રી મારે યોગ્ય નથી. આ સ્ત્રીરત્ન તો ત્રણ ખંડના સ્વામી અગ્રીવના અંતઃપુર માટે યોગ્ય છે. આ બાબત કેમ એ કુમારને ખ્યાલમાં ન આવી! વિદ્યાધરે તથા ત્રિપૃકુમારે ગમે તે કર્યું પણ એ સ્ત્રીરત્ન સ્વયંપ્રભાતે મારા અંતઃપુરમાં બેસાડું તો જ હું સાચો પ્રતિવાસુદેવ ! ’’ આ પ્રમાણે નિર્ણય કરી સ્વયંપ્રભાની માગણી માટે ત્રિપૃષ્ણકુમાર પાસે પોતાના દૂતને રવાના કર્યો. પૂર્વસંચિત પ્રાર્ધ પ્રમાણે નિમિત્તની હાજરી વિનારાનાછે વિવશતનું ઃ આ વાક્ય જગપ્રસિદ્ધ છે. અશુભોદય દ્વારા જીવનમાં અનિષ્ટ થવાનું હોય ત્યારે તે વ્યક્તિને બુદ્ધિમાં વિપર્યાસ થાય છે. પ્રતિવાસુદેવ અશ્વપ્રીવની બુદ્ધિમાં એ જ પ્રમાણે વિપર્યાસ થયો. જગતના નિયમ પ્રમાણે કન્યાની હજુ માગણી હોય પરંતુ પાણિગૃહીત સ્ત્રીની માગણી ન હોય. પ્રતિવાસુદેવનો દૂત ત્રિપૃકુમાર પાસે પહોંચ્યો અને પોતાના સ્વામીનો સંદેશો એ ક્ષત્રિયકુમારને સંભળાવ્યો. ત્રિપૃકુમાર વાસુદેવના અવતાર હતા. અને તેમના પ્રારબ્ધ યોગે વાસુદેવની પદવી પ્રાપ્ત થવાનો અવસર નજીક આવી પહોંચ્યા હતો. એજ પ્રમાણે પ્રતિવાસુદેવના
SR No.536284
Book TitleJain Yug 1960
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1960
Total Pages154
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy