SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ જાન્યુઆરી ૧૯૬૦ કરેલ તે દેવા પણ વિશિષ્ટ કક્ષાનો દેવજ્ઞ હતો. તેના મુખમાંથી જે ભવિષ્યવાણી પ્રગટ થતી હતી તે પ્રાયઃ બરાબર સાચી જ પડતી હતી. આવા કારણે એ દેવાના મુખમાંથી પોતાના ભાવિ માટે નીકળેલાં અનિષ્ટ વાયો શ્રવણ કરવાનો પ્રસંગ આવતાં અશ્વગ્રીવનું નિર્ભય હૈયું પણ ભયથી કમ્પી ઉઠે એમાં શું આશ્ચર્ય હોય? કોઈ દેવજ્ઞનો સમાગમ થતાં પ્રતિવાસુદેવ અશ્વગ્રી એ દેવાને પોતાના દિલમાં જે વિચાર પ્રગટ થયો હતો તે રજૂ કર્યો. ઉપરાંત “મારું મૃત્યુ કોના હાથે થશે?' તે બાબત પણ દૈવતને પૂછવામાં આવ્યું. દેવજ્ઞ જ્યોતિષશાસ્ત્રમાં પરિપૂર્ણ કુશલ હતો. પ્રતિવાસુદેવનું ભાવિ અનિષ્ટ જ્યોતિષના બળે દેવજ્ઞના જાણવામાં આવ્યું. પરંતુ એ વાત પ્રતિવાસુદેવ સમક્ષ રજુ કરવામાં દેવજ્ઞનું દિલ અચકાયું. પ્રતિવાસુદેવ અશ્વશ્રી દૈવજ્ઞની મુખાકૃતિ ઉપરથી એ વાત સમજી જતાં, ઇષ્ટ અનિષ્ટ જે ભાવિ હોય તે સત્ય રીતે જણાવવાનો દૈવજ્ઞને અતિ આગ્રહ કર્યો. પ્રતિવાસુદેવનો અતિશય અનુરોધ થતાં દેવ સ્પષ્ટ રીતે રાજાને જણાવ્યું કે “આપણા ચંગ દૂતનો જે રાજકુમાર પરાભવ કરશે, તેમ જ શાલિક્ષેત્રના રક્ષણ માટે મોકલેલા જે રાજકુમાર ત્યાં રહેલા કેસરી સિંહનું વિનાશ વિદારણ કરશે તે રાજકુમારના હરતથી તમારું મૃત્યુ થશે, ” જેનું કથન પ્રાયઃ પ્રત્યેક પ્રસંગે સાચું પડતું હતું એવા શાસ્ત્રકુશલ દેવજ્ઞના મુખેથી ઉપર જણાવેલ બાબત પ્રતિવાસુદેવ અશ્વગ્રીવના જાણવામાં આવતાં અંતરંગ દષ્ટિએ તેનું હૈયું ભયભ્રાન્ત બનવા છતાં બાહ્ય દષ્ટિએ મુખની પ્રસન્નતા પ્રદર્શિત કરવા સાથે દેવજ્ઞને યોગ્ય દાન-દક્ષિણ આપી વિદાય કર્યો. પ્રતિવાસુદેવને શરૂ થયેલ આર્તધ્યાન કોઈપણ મહાનુભાવ અનેક પ્રકારના પ્રયાસો કરવા સાથે વિવિધ પ્રકારના પાપસ્થાનકોને સેવી વિશાળ રાજ્યસંપત્તિ પ્રાપ્ત કર્યા બાદ પોતાની સામે એનો વિયોગ દેખે ત્યારે તો પ્રાયઃ તે વ્યક્તિને અત્યન્ત દુ:ખ થાય. પરંતુ ભવિષ્યકાળમાં એ વિશાળ રાજ્ય-સંપત્તિના વિયોગની વાત સાંભળવા ઉપરાંત પોતાના મૃત્યુ સંબંધી અસરો શ્રવણ કરે એટલે ભલભલા નિર્ભય હૈયાઓમાં પણ તીવ્ર આર્તધ્યાનના કારણે કમકમાટી શરૂ થઈ જાય. ફક્ત જે મહાનુભાવના અંતરમાં સમ્યજ્ઞાનનો ઓછોવધુ પ્રકાશ વર્તતો હોય અને એ પ્રકાશના કારણે નિત્યસંયોગીઅનિત્યસંયોગી ભાવોનો અવબોધ પ્રાપ્ત થયો હોય તે મહાનુભાવોને આર્ત્તધ્યાન થવાનો પ્રસંગ પ્રાયઃ પ્રાપ્ત ન થાય. અને કદાચ થાય તો તેનો કાળ અલ્પ હોય. પરંતુ જે વ્યક્તિને ઉપર જણાવેલ સમ્યગ્દર્શનજન્ય નિમળબોધ પ્રગટ નથી થયો તેવી વ્યક્તિઓને તો અનિત્ય સંયોગી-ભાવોમાં પણ નિત્યસંયોગીપણાનો ભ્રમ વર્તતો હોવાથી તેમ જ પૌદ્ગલિક સાધનોની અનુકૂળતામાં સુખની કલપના અને તેની પ્રતિકૂળતામાં દુઃખની ક૯૫ના વર્તતી હોવાથી આવા પ્રસંગે ઇષ્ટવિયોગ નામનું તીવ્ર આર્તધ્યાન શરૂ થાય છે. એ આર્તધ્યાનના પ્રવાહની પાછળ રૌદ્રધ્યાન પ્રગટ થાય છે. અને પરિણામે તે આત્મા નરકાદિ દુર્ગતિમાં ચાલ્યો જાય છે. અષ્ટાંગ નિમિત્તનો અવબોધ એ વિશિષ્ટ કૃતજ્ઞાન છે પાંચ પ્રકારના જ્ઞાનમાં અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષજ્ઞાન છે. અને મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન એ બન્ને પરોક્ષજ્ઞાન છે. અવધિજ્ઞાન, મનઃ પર્યાવજ્ઞાન અને કેવળજ્ઞાન એ ત્રણેય જ્ઞાન વડે ઇન્દ્રિય અને મનની મદદ સિવાય સીધે સીધું આત્માને પોત-પોતાના વિષયની મર્યાદા પ્રમાણે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનું પ્રત્યક્ષ જાણપણું થાય છે. તેમજ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વડે ઈન્દ્રિય અને મનની મદદથી મર્યાદિત વિષયોનો પરોક્ષ અવબોધ થાય છે તેમ છતાં મતિ અને શ્રતનો જે વિશિષ્ટ ક્ષયોપશમ હોય તો તે બન્ને જ્ઞાનો વડે ભૂતકાળ અને ભાવિકાળના ભાવોનું પણ વાસ્તવિક જ્ઞાન આત્માને પ્રાપ્ત થાય છે. શ્રુતજ્ઞાનના અનેક પ્રકારો પિકી અષ્ટગનિમિત્તનો અવબોધ એ પણ એક પ્રકારનું વિશિષ્ટતજ્ઞાન છે. કોઈ મહાનુભાવને એ અષ્ટાંગનિમિત્તવિષયક શાસ્ત્રોનો જે સુંદર અભ્યાસ તેમજ અનુભવ હોય તો તે મહાનુભાવની ભવિષ્યવાણી બરાબર સાચી પડે છે. પ્રતિવાસુદેવ અશ્વગ્રીવે જે દેવજ્ઞને પ્રશ્ન દેવાના વચનોની પ્રતીતિ કરવા માટે પ્રતિવાસુદેવનો પ્રયાસ પ્રતિવાસુદેવ અશ્વગ્રીવના અંતઃકરણમાં પણ દેવજ્ઞન વચનો શ્રવણ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થતાં અજ્ઞાન દશાના કારણે તીવ્ર આર્તધ્યાનનો પ્રારંભ થઈ ગયો. રાત્રિદિવસ “શું મારો રાજવૈભવ અને વિપુલ સંપત્તિ એ રાજકુમાર લઈ લેશે? અરે ! આટલું આટલું મારું પરાક્રમ છતાં એ ઉગતા રાજકુમારના હાથે શું મારું મૃત્યુ થશે!” અ વિચારોની ઘટમાળ શરૂ થઈ. અને નિર્ણય કર્યો કે દૂતનો
SR No.536284
Book TitleJain Yug 1960
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1960
Total Pages154
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy