________________
જૈન યુગ
૧૫
માર્ચ ૧૯૫૮
શક્તિ ઉપર ગર્વિષ્ઠ બનીને મુસ્તાક રહેતા શિષ્યોને હૃદય નેત્રોમિલનનું અંજન જતા હોય તે રીતે કહે છે કે
તકલીફોની વાત કરે છે. આટલું કરવા છતાંય જ્યારે
A = આર્ય કરવા છતાંય યારે શિષ્ય એ ગુરુની આંતરડી કકળાવી, ઉપકારનો બદલો અપકારથી વાળ્યો, એટલાથી જ ન અટકતાં ગુરુશ્રીને તજીને ચલતી પકડી, ત્યારે જરાવસ્થામાં અસહાય બની ગયેલ કવિનું હૃદય કેવું આક્રંદ કરે છે તે વાંચો
(૧) સંસારી ગૃહસ્થો મહાકષ્ટથી ધનોપાર્જન કરે છે. શાસ્ત્રીય અપવાદ માર્ગનો આશ્રય લઈને દીક્ષાની આડે આવતી મુશ્કેલીઓ ને અવરોધો દૂર કરવા, કષ્ટસાધ્ય ધન અપાવીને પણ તમને મેં દીક્ષા આપી, છતાંય તમો જે ગુરુભક્ત ન રહ્યા તો એવા નિરર્થક શિષ્યો વડે કરીને શું ? અર્થાત કંઈ જ નહીં.
(૨) મારી જાતની વંદના કરીને પણ શુદ્ધ ને સુંદર આહાર-પાન કરાવ્યાં.
(૩) એટલું જ નહીં પણ જે રીતે માતા-પિતા વપુત્રનું લાલન-પાલન અને પોષણ કરે, એ જ રીતે મેં પણ માતાની લાલના, સ્નેહ ને મમતા તથા પિતાનું પ્રેમ-વાત્સલ્ય અર્પણ કરીને તમારું પાલન-પોષણ કર્યું. અર્થાત જે જે ઇચ્છાઓ કરી તે પૂર્ણ કરી
(૪) ત્યાર પછી તમોને ભણાવી-ગણાવી વિદ્વાન બનાવવા ખાતર મે અનેક દુઃખ પાપ સહન કર્યો, ને તેથી મેં કર્મબંધો પણ બાંધ્યા
(૫) બાકી હતું, તે વળી તમારા ઉપરના મારા વધુ પડતા મોહના કારણે તમારી ભૂલો અને ક્ષતિઓને ચલાવી લેતો, ત્યારે સુશ્રાવક ગૃહસ્થો મને અત્યન્ત ઉપાલંભ આપતા, છતાંય મેં અકારણ તમારી ખાતર તે ય સહન કર્યા.
(૬) તમોને કાલિક-ઉલ્કાલિક વગેરે યોગ-તપાદિક સાધનાનુકાનો પણ અનેક કષ્ટ તફલીફો વેઠીને પણ કરાવ્યાં–
(૭) એથી આગળ વધીને-ગચ્છનાયકને વિનંતી કરીને, તેઓશ્રીના હાથે જ પ્રેમપૂર્વક ઉપાધ્યાય-પંન્યાસાદિ પદવીઓ અપાવી–
એમ છતાંય જો તેઓ ગુરભક્ત ન રહ્યા તો એવા કુશિષ્યો વડે કરીને સર્યું.
–અમે ગીતાર્થ–સકલશાસ્ત્રવેત્તા છીએ,” એવું નામ ધારણ કરીને હોટા મહોટા શહેરોમાં રહીને યશ મેળવ્યો
(૯) ન્યાય, વ્યાકરણ, સાહિત્યાદિ વિદ્યામાં પાર ગત બન્યા—
(૧૦) શાસ્ત્ર, સિદ્ધાંતચર્ચાના પ્રસંગમાં યથાર્થ સત્યની પ્રરૂપણ કરવામાં કુશળ બન્યા–
(૧૧) જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં વાદિ તરીકે વિખ્યાતિને પામ્યા,ને યશસ્વી તરીકે પંકાયા
(૧૨) રાજાઓની આગળ જ્યોતિષવિદ્યાના ચમત્કારો બતાવ્યા
(૧૩) હિન્દુ અને મુસલમાનો, બન્નેય પ્રજાઓના તમો માનનીય બન્યા, તમારો મહિમા ઘણો ફેલાયો
(૧૪) સર્વગચ્છોના પરોપકારકરવાવાળા અને સ્વચ્છ હૃદય અને જ્ઞાન-બુદ્ધિવાળા ભલે થયા–
(૧૫) વળી ગચ્છનાં કાર્યોને કરવાવાળા, અને ભૂતાદિક દેવોના ઉપદ્રવને દૂર કરવાવાળા હોય;
છતાં પણ જો ગુરભક્ત ન નીવડ્યા તો એવા નિરર્થક શિષ્યો વડે કરીને શું?
(૧૬) - ગુરુએ આશા સેવેલી કે “મારા ચેલાઓ, વૃદ્ધાવસ્થામાં મારી સેવા-ચાકરી કરશે, પરંતુ એ જ અવસ્થા આવી ત્યારે જ ગુરુને છોડી ગયા. એવા અગુરુ ભકત શિષ્યો હોય તેથી શું?
(૧૭) લોકો જ્યારે એમ કહેતા કે “અરે તમે ગુરુ જેવા ગુરુને દુ:ખી કર્યા ?' ત્યારે લોકલાજને નેવે મૂકીને ઊલટું શું કહે છે કે એમાં અમો શું કરીએ, અમારા ગુરુએ તીર્થકરોની આજ્ઞાનું પાલન ન કર્યું, તેથી મહાદુઃખના ભાગી બન્યા.”
કવિનું દુઃખ, ચિંતા, ને સંતાપપરક હૈયું, પોકાર પાડ્યા બાદ, આખર સંતકવિ છે, એટલે પાછા વળે છે; અને જૈન ધર્મની તાત્વિક ફિલસૂફીને સ્મૃતિપથમાં લાવીને કહે છે કે, નિમિત્ત કારણો ઉપર ગુસ્સો ન કરતાં ઉપાદાન–જાતનો જ દોષ કાઢવો અર્થાત પોતાના જ
હવે કવિ એક બીજી વાત કરે છે. ગુરુ તયાનો દુઃખ કે પસ્તાવો થવાને બદલે, પોતાની