SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ કવિવર શ્રીસમયસુંદરજીનું એક માર્મિકકાવ્ય પૂ. મુનિશ્રી યશોવિજયજી સત્તરમી સદીની પહેલી પચીસીમાં જન્મેલા અને ૧૭૦૨માં સ્વર્ગવાસી થયેલા ખરતરગચ્છીય શ્રી જિનચંદ્રસૂરિશિષ્ય શ્રીસકલચંદ્રગણિના શિષ્ય કવિવર શ્રી સમયસુંદરે ગદ્ય-પદ્યમય સાહિત્યમાં નાની મોટી શતશઃ કૃતિઓ બનાવી છે. એમની કૃતિઓએ સાહિત્યના અનેક પ્રકારોની રક્ષા કરી છે. વિવિધલક્ષી કૃતિઓ પૈકી કોઈ કોઈ કૃતિઓ તો—તાત્કાલિક ઐતિહાસિક ઘટના, સામાજિક પરિસ્થિતિ, કુદરતી આફત, વસંવેદન અને આત્મકથાના પ્રસંગાને આખેડૂબ રજૂ કરે છે. રચનાની વિશિષ્ટતાના કારણે, કેટલીક કૃતિઓ સુવાચ્ય, રસિક અને રોમાંચક બની ગઈ છે. આ કાવ્યની ભાષા સરલ, રોચક અને પ્રવાહી છે. અહીં તેઓશ્રીવિરચિત પોતાની યથાતથ્ય આત્મસંવેદનાને વાચા આપતું અદ્ભુત અને કરુણરસથી મિશ્રિતકાવ્ય રજૂ કરૂં છું. આ કાવ્ય વર્તમાનમાં શિષ્યદુ:ખથી દુઃખિત ગુરુઓ હશે તો તેઓને વાચારૂપ અને આશ્વાસનપ્રદ બનશે. અને શિષ્યો માટે “ ભવિષ્યમાં રખે આપણે પણ, આપણા ગુરુના મનસા કે વાચા, કવિશ્રીએ કાઢેલા ઉદ્ગારોના અધિકારી ન ખની જઈ એ ” એવી પ્રેરણા આપશે. અહીં અપાતું કાવ્ય ‘ગુજ્જુઃવિતવષનમ્'ના મથાળા હેઠળ શ્રીનાહટા ખેલડી સંપાદિત શ્રીસમયસુંદર કૃતિ કુસુમાંજલિમાં છપાયું છે. શ્રીજૈનશાસનને સમર્પિત થયેલા જૈન શ્રમણોનાં જીવનો પ્રાયઃ વિનયપ્રધાન હોય છે—હોવાં જોઈ એ. “ ધર્મસ્સ વિળયો મૂર્છા—” ધર્મનું મૂળ વિનય. આવી ઉદ્ઘોષણા કરનારા વીતરાગ શાસનમાં સ્થળે સ્થળે વિનયગુણનો મહિમા ગાવામાં આવ્યો છે. આજે ભારતીય પ્રજામાં ‘ સબ સરખા ’નો ચેપ અનેક ક્ષેત્રમાં ફેલાઈ ગયો છે. વિષમ કાળના પ્રભાવે એ ચેપની અસર જૈન શ્રમણ-શ્રમણી સંધના દેહ ઉપર થવા છતાંય હજુ પણ શ્રમણ-શ્રમણી સંઘના વિશાળ સંઘમાં ન્હાના મ્હોટાની મર્યાદાઓ અને પરસ્પરના વિનયભાવો, અન્યને અને યાવત ભારતીય પ્રજાજનોને આર્યસંસ્કૃતિના પાયારૂપ વિનયધર્મનો મહામૂલો આદર્શ પૂરો પાડી શકે તેમ છે. ૧૩ એમ છતાંય સાધક અવસ્થામાં રહેલા જૈનશ્રમણો આખરે માનવ તો છે જ, અને માનવ સ્વભાવમાં ગુણસ્થય ટકી જ રહે એવું હોતું નથી. “ સવ્વ નીવા જમ્મ વા'નો મહાનિયમ અન્ય પ્રાણીઓની જેમ જૈન શ્રમણોને પણ લાગુ પડે છે. એના પ્રભાવે કોઈ કોઈ વખતે સતહૃદયમાં પણ અહં અને મમતાદિ દૂષિત તત્ત્વો પોતાનો દાવ ખેલવા હાજર થઈ જાય છે. કાળદોષ એમાં મદદે આવે છે. કોઈ દુર્ભાગી પળે ન્હાના-મોટા, ક્ષુદ્ર અને ક્ષુલ્લક નિમિત્તોની દુઃખદ સારડી ફરવા માંડે છે, અને ગુરુ-શિષ્યના લોખંડી સંબંધોમાં ન્હાનુંશું છિદ્ર પાડી જાય છે. પછી એ છિદ્ર વાટે ભરેલાં સ્નેહનીર વ્હેવા માંડે છે. એની ખાલી પડતી જગ્યામાં વૈર-વિરોધ, દ્વેષ-લેશ, કલહ-ઘર્ષણની જમાત પોતાનું થાણું જમાવે છે. આપણા પરમપૂજ્ય ગણાતા ક્ષમા-શ્રમણો પણ અક્ષમા-શ્રમણોની સ્થિતિમાં મૂકાઈ જાય છે. છદ્મસ્થ પર્યાંય એક એવી વસ્તુ છે કે, એ સમયની જીવનસાધનાના માર્ગમાં જીવનવિકાસના માર્ગમાં જાગૃતિની ચેતનાએ જરાક સુષુપ્તિ અનુભવી કે અવરોધી ખડકો ઊભા થયા જ સમજો. ઇતિહાસનાં પૃષ્ઠો આ વાતના સાક્ષીભૂત છે. મહાન ગુરુઓ અને મહાન શિષ્યોના અમૃત સંબંધો વિષરૂપ બની ગયાના દાખલાઓ નોંધાયા છે. અને આજે નવા દુઃખદ દાખલાઓ ઇતિહાસનાં પાનાંઓ ઉપર અંકિત થઈ રહ્યા છે. સત્તરમા સૈકાની કવિશ્રીની અહીં મુદ્રિત થતી કૃતિ પણ એ જ વાત કહી જાય છે. આ કૃતિને કવિએ સંસ્કૃત ભાષામાં અને પુનઃ પદ્યમાં રચીને વિશિષ્ટ બનાવી દીધી છે. એમાં શબ્દ અને રચનાનું જે કૌશલ્ય વાપર્યું છે, તેમ જ વિગતોને ઝીણવટભરી રીતે જે રજૂ કરી છે તે જોતાં અપેક્ષાએ શિષ્યોની જડતી લેવાના ક્ષેત્રમાં “કવિએ કમાલ કરી છે” એવા ઉદ્ગારો સરી પડે છે. કવિએ સ્વવ્યથા વ્યક્ત કરવા, યદ્યપિ સંસ્કૃત અને ભાષા એયનો આશ્રય લીધો છે; પરંતુ સંસ્કૃત કાવ્યમાં જે ઉભરો ટાલવ્યો છે તેવો નાનકડા ભાષાકાવ્યમાં નથી. * પ્રાચીન હસ્તલિખિત સંગ્રહમાંથી પ્રાપ્ત થયેલાં પાનાંઓ આ વાતની શહાદત આપે છે.
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy