________________
જૈન યુગ
માર્ચ ૧૯૫૯
એ માટે આપણે દેશાવરનાં વિદ્યાપીઠોનો આશ્રય સેવીએ છીએ, અને તેમાં આપણું ધન ખરચાઈ જાય છે; જૈન સમાજે આ જ્ઞાનથી વંચિત રહેવું જોઈએ નહિ. જેમ વ્યાપારના ક્ષેત્રમાં જૈન સમાજ અગ્રસ્થાન ધરાવે છે તેમ વહીવટના ક્ષેત્રમાં પણ એ સમાજે અગ્રસ્થાન મેળવવું જોઈએ. ગ્રામ પ્રજા માટે પણ આનું ઉચ્ચ કોટિનું જ્ઞાન જરૂરનું છે. આપણું રાષ્ટ્રની આગેવાની હવે ગ્રામપ્રજા તરફ ઢળતી રહેશે. તેથી • આપણી શિક્ષણસંપત્તિના બધા પ્રકારોની સિદ્ધિ આ દબાઈ રહેલા ગ્રામ વિભાગને પણ સુલભ થવી જોઈએ.
કેટલીક વાર એવી દલીલ કરવામાં આવે છે કે અંગ્રેજી ભાષાના જ્ઞાનથી વિદ્યાર્થીનો બોજો વધે છે. આ વજૂદ વગરની દલીલ છે, અને તે શિક્ષણશાસ્ત્રમાં માન્ય નથી. વસ્તુસ્થિતિ જુદી જ છે. ઉચ્ચ વિચારોને વિદ્યાર્થીઓ ગ્રાહી શકતા નથી. પરીક્ષાઓનું ધોરણ ક્રમશઃ નીચું જતું જાય છે. ઉત્તીર્ણ થવા માટે પરીક્ષાની ટકાવારી વધારવાનો કશો અર્થ નથી. આપણાં વિદ્યાપીઠોના અધ્યયનોનું મૂલ્ય દેશાવરનાં પ્રસિદ્ધ વિદ્યાપીઠોમાં ઊતરતું જાય છે. એ મૂલ્ય આપણે અત્યારે તો ઈરાદાપૂર્વક ઘટાડતા જઈએ છીએ !! અમેરિકા જેવા દેશમાં વિદ્યાપીઠોને થપાયાં એકસો વર્ષો થયાં છે. ત્યાં તો તેમની સિદ્ધિઓ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ વરી ચૂકી છે. આપણે ત્યાં તેથી ઉલટી પરિસ્થિતિ છે. પછી ભલે આપણે ભાષણોદ્વારા નાલંદા, વિક્રમશીલા, વલભી, ઉજજયિની, તક્ષશિલાની વાતો કરીએ !!
અત્યારે શિક્ષણ લેતા જૈન સમાજ ઉપર સરકારી નીતિને પરિણામે ખચનો બોજો વધતો જાય છે.
બાળકોએ અંગ્રેજી ભણવું તો જોઈએ, એટલે તેમને શાળા કોલેજ બહાર ખાનગી શિક્ષણદ્વારા તે જ્ઞાન આપવામાં આવે છે. પરિણામે ખર્ચ વધ્યું છે, અને બાળકોમાં મગજ ઉપરનો બોજો પણ વધ્યો છે. દુર્ભાગ્ય તો એ છે કે આવું ખાનગી શિક્ષણ ગુણવત્તાએ રોજ-બ-રોજ ઊતરતું જાય છે, એટલે પરિણામે ભયંકર નુકસાન થઈ રહ્યું છે ! પરદેશ જતા વિદ્યાર્થીને તે કારણે, વધારે સમય ગાળવો પડે છે, અને તેનું ખરચ વધારે લાગે છે ! સમસ્ત જૈન સમાજને મારો આગ્રહ છે કે તેણે અંગ્રેજી ભાષાના જ્ઞાનને અભ્યાસક્રમમાં અતિ આવશ્યક અંગ તરીકે ગણવું, તે માટે સરકાર ઉપર દબાણ લાવવું; કોઈ પક્ષને નામે, ગાંધીજીને નામે, તેમણે છેતરાઈ જવું નહિ. જ્યાં જ્યાં વિદ્યાદાન આપણે ત્યાં દરેક સ્થળે આ આગ્રહ રાખો. દાનના અમુક ભાગને એ કર્તવ્યની સિદ્ધિ માટે અલગ રાખો, બહુલક્ષી શાળા હોય તો ત્યાં તે વિષયને આવશ્યક અભ્યાસક્રમમાં મૂકાવો. ઉચ્ચ શિક્ષણ સંસ્થા હોય, સંશોધન સંસ્થા હોય, તો ત્યાં પણ, આ જ્ઞાનને આવશ્યક અંગ તરીકે મૂકો મૂકાવો, તેના જાણકારોને વહિવટી વર્ગમાં મૂકો મૂકાવો.
જૈન સાધુસાધ્વીઓએ આ દિશાની દક્ષતા મેળવવી જોઈ એ. પૂર્વે જિનપ્રભસૂરી વગેરેએ ફારસી વિદ્યાનું જ્ઞાન મેળવેલું; આ સમયમાં તેમના અનુગામીઓએ અંગ્રેજી, જર્મન, રશિયન, ફ્રેંચ વિદ્યાઓનું જ્ઞાન યથાશક્તિ મેળવવું જોઈએ.
આ બાબત સિદ્ધ થશે ત્યારે ઊતરતો જતો જૈન સમાજ તરતો થશે, જો કે આ દલીલો સમસ્ત ભારતીય સમાજને લાગુ પાડી શકાય,