________________
સ મા ચા ૨ આચાર્ય શ્રી હરિભકસૂરિ અંગે વ્યાખ્યાન
ગયા ફેબ્રુઆરી માસમાં તા. ૧૦-૨-૧૯૫૯ થી તા. ૧૪-૨-૧૯૫૦ એ પાંચ દિવસ દરરોજ પ્રખર દાર્શનિક અને ચિંતક પ્રજ્ઞાચક્ષુ પડિત સુખલાલજીએ મુંબઈ યુનિવર્સિટીના આલયમાં યુનિવર્સિટીને આશ્રયે ૧૯૫૭-૫૮ની ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાનાં વિદ્વત્તાભર્યા અને ઊંડા પરિશીલનાત્મક વ્યાખ્યાનો આપ્યાં હતાં.
ભારતીય દાર્શનિક અને યોગિક પરંપરામાં ગુજરાતના અગ્રણી આચાર્ય હરિભદ્રસૂરિનો ફાળો” એ વ્યાખ્યાનોનો વિષય હતો. પ્રથમ વ્યાખ્યાનમાં પંડિત સુખલાલજીએ આચાર્ય શ્રી હરિભદ્રના જીવનની રૂપરેખા આપી હતી. બીજામાં તેમણે દર્શનો અને યોગનાં ઉદ્ભવસ્થાનો, તેના પ્રચાર, ગુજરાત સાથે તેનો સબંધ અને તેના વિકાસમાં આચાર્ય શ્રી હરિભદ્રનું સ્થાન–વગેરે વિશે ચર્ચા કરી હતી. ત્રીજા વ્યાખ્યાનમાં તેમણે દાર્શનિક પરંપરામાં આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીએ નવું શું ઉમેર્યું તે અંગે વિચાર કર્યો હતો, જ્યારે ચોથા અને પાંચમા વ્યાખ્યાનમાં આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ યોગપરંપરામાં શી અને કેવી વિશેષતા અર્પે તેનું યથાસંભવ વિસ્તૃત વિવેચન કર્યું હતું. પંડિતવર્ય સુખલાલજી
સાહિત્ય અકાદમીનો પારિતોષિક સમારંભ તા. ૨૧-૨-૧૯૫૯ના રોજ નવી દિલ્હીમાં વિજ્ઞાનભવનમાં યોજાતાં વડા પ્રધાન શ્રી નહેરુએ ૧૯૫૫–૫૭ના વર્ષ દરમ્યાન હિંદની પ્રાદેશિક ભાષામાં પ્રગટ થએલ ખાસ વિશિષ્ટ પુસ્તકોના દસ લબ્ધપ્રતિક લેખકોને પારિતોષિકો આપ્યાં, જે વખતે પંડિતવર્ય સુખલાલજીને પણ આ પ્રસંગના સ્મારકરૂપ સાહિત્ય અકાદમીનું પ્રતીક દર્શાવતી તાંબાની કળામય તખ્તી અને પાંચ હજાર રૂપિઆનો ચેક આપવામાં આવ્યો હતો. પંડિતવર્ય સુખલાલજીને
સં ક લ ન તેમના ચિંતનવિષયક ગ્રંથ “દર્શન અને ચિંતન” (ભાગ ૧-૨) માટે આ પારિતોષિક આપવામાં આવેલ છે. પ્રાચ્યવિદ્યા મન્દિર : વડોદરા ,
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રાચ્યવિદ્યા મન્દિરને ભેટ આપેલ ૬૦૦૦ પ્રાચીન હસ્તપ્રતોના સંગ્રહનો (શ્રીપૂજય જૈનાચાર્ય લોકાગચ્છાધિપતિ શ્રી ન્યાયચન્દ્રસૂરિજી તથા પૂજ્ય મહારાજ શ્રીવરૂપચન્દ્રજી મારક જ્ઞાનભંડારનો) ઉઘાટનવિધિ યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર ડો. જયોતીન્દ્ર મહેતાએ તા. ૨૦ ફેબ્રુઆરી, ૧૯૫૯ને રોજ કરેલ છે. આ પ્રસંગે સંગ્રહની વિશિષ્ટ અને સચિત્ર કૃતિઓનું પ્રદર્શન ભરવામાં આવ્યું હતું. આ પ્રસંગનો વિસ્તૃત અહેવાલ અન્યત્ર આપેલ છે. એફ. આર. સી. એસ.
શ્રી વિમળાબહેન ભોગીલાલ ઝવેરીએ એફ. આર.સી. એસ. (લંડન)ની પરીક્ષા જનરલ સર્જરીનો વિષય લઈ તાજેતરમાં પસાર કરી છે. આમાનંદ જન સભા
વાર્ષિક જનરલ સભામાં પ્રમુખ તરીકે શ્રી નાનચંદ રાયચંદ ઝવેરી અને ઉપપ્રમુખ તરીકે શ્રી હજારીમલ ચંદુલાલ ખુશાલચંદની વરણી થઈ છે. ખજાનચી તરીકે શ્રી જેસંગલાલ લલ્લુભાઈ ઝવેરી ચૂંટાયા છે. બીજા ત્રણ કાર્યવાહકો અને ૧૪ સભ્યોના વ્યવસ્થાપક મંડળની ચૂંટણી થઈ. જૈન સ્વયંસેવક મંડળ | મુંબઈ જૈન સ્વયસેવક મંડળની વાર્ષિક સભામાં શ્રી હીરાભાઈ રામચંદ મલબારીની પ્રમુખ તરીકે વરણી થઈ છે. ચૂંટાયેલા તેમજ એકસ ઓફિસીઓ મળી કુલ ૨૮ સભ્યોની કાર્યવાહક સમિતિ રચાઈ છે. સ્વ. આચાર્ય શ્રી મેઘરજ
અમદાવાદના લુણાવાડના ઉપાશ્રયે આચાર્ય શ્રી મેધસૂરિજી મહારાજ પોષ વદ અમાસ, તા. ૭-૨-૧૯૫૯ ના રોજ કાળધર્મ પામ્યા છે.
આ વિભાગની તાજેતરમાં દારૂ આત થયેલ છે. શ્વેતાંબર માંર્તિપૂજક વિભાગને સ્પર્શતા સમાચા: તા. ૨૦મી ૬ સુધીમાં દર મહિને નીચે જણાવેલ સરનામે મોકલવા નિમંત્રણ છે. આ સમાચાર ટૂંકા અને મુદ્દાસરના સ્પષ્ટ હસ્તાક્ષરમાં શાહીથી લખેલા હોવા જોઈએ. સમાચાર મોકલનારે પાનાનું પૂરું નામ, સરનામું જણાવવું જરૂરી છે.
તંત્રીઓ, “જૈનયુગ” c/o શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ ગોડીજી બિડીંગ, ૨૦, પાયધુની, મુંબઈ ૨