________________
જૈન યુગ
માર્ચ ૧૯૫૯
વગેરે સ્થાપત્યોને અત્યારના સમયની કલાકૃતિઓ તરીકે લેખી શકાય.
આ બધી કલાપૂર્ણ શિલ્પકૃતિઓની સાથે એક નાની સરખી, પણ કોતરણી (મીનાની કારીગરી)ની દષ્ટિએ ભારે મૂલ્યવાન અને મનોહર એવી એક કૃતિ તરફ ધ્યાન દોરવું જરૂરી લાગે છે. આગ્રા શહેરમાં રોશન મહોલ્લામાં એક જનું જિનમંદિર છે. એના પાછળના ભાગમાં શ્રી શીતલનાથ ભગવાનનું નાનું સરખું જિનમંદિર છે. એમાં છેલ્લાં ત્રીસ ચાલીસ વર્ષ દરમ્યાન મીનાકારીથી ભરેલી જે ઝીણામાં ઝીણી કોતરણી કરવામાં આવી છે તે કોઈપણ દર્શકના દિલને ડોલાવી મૂકે એવી છે. તાજમહેલ જેમ એની વિશાળતા અને ભવ્યતાને કારણે નામાંકિત બનેલ છે, તેમ એની મીનાકારીને કારણે પણ એ નામાંકિત બનેલ છે. શીતલનાથ ભગવાનનું આ મંદિર નાનું સરખું (૨૦-૨૨ ફૂટ લાંબું અને લગભગ એટલું જ પહોળું) છે, અને એમાંની મીનાકારીની કોરણ પ્રમાણમાં ઓછી છે; છતાં જેટલી છે તેટલી એવી તો સભર, સજીવ અને ઝીણવટ ભરેલી છે કે એ તાજમહેલના એવા નમૂનાઓ કરતાં ચડી જાય છે. આવી એક સુંદર, નાજુક અને કલાપૂર્ણ શિલ્પકૃતિ તરફ આપણું ધ્યાન જવું જોઈએ તેટલું ગયું નથી. વર્તમાનકાળની આપણી કલાશક્તિનો પરિચય આપતી આ કૃતિનું સૌ કોઈ જરૂર દર્શન કરે.
સ્વ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજીએ અને બીજાઓએ પણ આ સૈકામાં મોટી સંખ્યામાં જે જિનબિંબો ભરાવ્યાં છે તેમાં પણ કેટલાંક કલાય છે.
ચિત્રકલાની દષ્ટિએ વિચાર કરતાં કલાના સાચા પારખું, કલાને ચરણે પોતાના લાખો રૂપિયા અર્પણ કરનાર, સ્વનામધન્ય કલકત્તાનિવાસી સ્વ. બાબૂ બહાદુરસિંહજી સિંધીનું નામ સહેજે યાદ આવી જાય છે. એમણે લાખો રૂપિયા ખર્ચીને જેમ જૈન અને જૈનેતર ચિત્રોનો સંગ્રહ ભેગો કર્યો હતો તેમ પોતાની કલાપારખુ દષ્ટિની સામે નવી નવી કલાકૃતિઓનું નિર્માણ પણ કરાવ્યું હતું. પ્રાચીન જૈન કલાના સંરક્ષક તરીકે તો જાણીતા ઇતિહાસપ્રેમી સ્વર્ગસ્થ બાબું પૂરણચંદ્રજી નાહરનું નામ પણ સોનેરી અક્ષરે લખાય એવું છે. આ બન્ને કલાપ્રેમી શ્રીમંતોનું સ્થાન અત્યારે તો આપણે ત્યાં ખાલી પડ્યું છે! અત્યારે પણ આપણાં જિનમંદિરોમાં ચિત્રો ચિત-
રાવવાની પ્રવૃત્તિ ચાલુ જ છે. ક્યાંક ક્યાંક પ્રાચીન ગ્રંથો માટે કે બીજી દૃષ્ટિએ કાગળ ઉપર પણ નવાં નવાં ચિત્રો આપણે દોરાવીએ જ છીએ. પણ આમાં ચિરંજીવી અને સાચું કલાતત્ત્વ કેટલું છે એ વિચારવાની જરૂર છે. આવાં ચિત્રોમાંના મોટા ભાગમાં ચિત્રો રંગરેખા અને સપ્રમાણતા તેમ જ સજીવતાની દૃષ્ટિએ બહુ ઊતરતી કોટિનાં હોય છે. ભભકભર્યા રંગો એ જ જાણે ચિત્રકલાનું સારસર્વસ્વ હોય એમ આપણે માની બેઠા છીએ
આમ છતાં કેટલીક ઉત્તમ ચિત્રકૃતિઓ પણ આપણે સર્જવી છે. ભાઈશ્રી ગોકુળદાસ કાપડિયાનાં ભગવાન મહાવીરના જીવનનું દર્શન કરાવતાં ચિત્રો એ આ સદીની આપણી યાદગાર કલાસંપત્તિ છે. એ જ રીતે શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીએ શત્રુંજયના પુંડરીકસ્વામીના મંદિર માટે શ્રીમતી બહેન ટાગોર અને બીજા એક ચિત્રકારભાઈના સંયુક્ત પ્રયાસથી તૈયાર કરાવેલ ભગવાન ઋષભદેવના જીવનની વિવિધ ઘટનાઓનું દર્શન કરાવતાં રંગ, રેખા અને સપ્રમાણતાથી શોભતાં છ મોટાં ચિત્રો પણ યાદ રહી જાય એવાં છે.
આમ હોવા છતાં હજુ આ દિશામાં ઘણું કરવું બાકી છે, અને ઘણું કરી શકાય એમ પણ છે. સુવિશાળ અને ભવ્ય જિનમંદિરની દીવાલો ઉપર ભગવાન મહાવીરના જીવનના વિવિધ પ્રસંગોનું હૃદયસ્પર્શી અને સુરેખ દર્શન કરાવે એવાં ભિત્તિચિત્રો દોરાવવાનું તો હજી બાકી જ છે. આવી અનોખી ચિત્રસમૃદ્ધિથી શોભતાં જિનમંદિરોનું સર્જન આપણે જેટલા પ્રમાણમાં કરી શકીશું એટલા પ્રમાણમાં આપણે સામાન્ય જનસમૂહને જૈન સંસ્કૃતિ પ્રત્યે આકર્ષી શકીશું, અને જૈનધર્મનો વિશ્વવાત્સલ્યનો પૈગામ વિસ્તારી શકીશું.
કોઈપણ કલાકૃતિના સર્જન સમયે આપણે એક વાત યાદ રાખવી જોઈએ કે કલાનું અને કલાકારનું મૂલ્ય ન હોય; એનો તો પુરસ્કાર જ થવો ઘટે.
આબુની જગવિખ્યાત કોરણી જોઈને સૌ કોઈ મુગ્ધ બની જાય છે. એ કોણીની કથા સૌ કોઈ કલાપ્રેમીઓએ યાદ રાખવા જેવી છે. એમ કહેવાય છે કે મંત્રી વસ્તુપાલ તેજપાલના આબુના લુણવસહિ જિનમંદિરમાં કોતરણીનું કામ અમુક પ્રમાણમાં થયા બાદ એમાં વધારે સજીવતા અને સૂક્ષ્મતા લાવવા માટે એવી જાહેરાત કરવામાં આવી હતી કે હવે પછી જે શિલ્પી કોણી માટે પાષાણામાંથી જેટલો ભૂકો પાડશે તેને