________________
જૈન યુગ
માર્ચ ૧૯૫૯
સર્જનો કે વિચારો તો ભૂતકાળમાં જ થયાં હતાં અને અત્યારે તો કેવળ એના લીસોટા જ રહ્યા છે ! પણ જૂનું એટલું સોનું અને નવું એટલું કથીર એમ માની લેવા પ્રેરતી આ માન્યતા બરાબર નથી. ભૂતકાળના ખજાનામાં પણ સારું અને નરસું બને હોઈ શકે; અને વર્તમાનમાં પણું ઉચ્ચમાં ઉચ્ચ અને નબળામાં નબળી કૃતિઓ હોઈ શકે. એટલે શું સારું અને શું સાર વગરનું એ નકકી કરવાનું કામ સમયનું નહીં પણ કેવળ માનવીની દૃષ્ટિ અને ખાસ કરીને વિવેકશક્તિનું જ છે.
જેને અત્યારે ભવ્ય ભૂતકાળ લેખવામાં આવે છે એ પણ એક કાળે વર્તમાન જ હતો; અને અત્યારનો વર્તમાન એ પણ કાળક્રમે ભૂતકાળ જ થવાનો છે. એટલે ભૂતકાળ કે વર્તમાનકાળ સાથે સારા ખોટાપણાનો સંબંધ જોડી ન દેતાં એ બનેથી પર બનીને કળાને કળા તરીકે જાણવાની, માણવાની અને મૂલવવાની જે દૃષ્ટિ અને વિવેકશક્તિ કેળવવામાં આવે તો જ કળાનું સાચું મૂલ્યાંકન થઈ શકે અને તો જ કલાનું સર્જન અને રક્ષણ કેવી રીતે કરવું જોઈએ એની સાચી દિશા મળી શકે.
પહેલાં કલાના સર્જનનો વિચાર કરીએ. જૈન સંઘે જેમ ભૂતકાળમાં ચિત્રકલા અને શિલ્પકલાને આશ્રય અને ઉત્તેજન આપ્યું હતું તેમ અત્યારે પણ એ દિશામાં એ કંઈક કામ કરે જ છે. નવાં નવાં જિનમંદિરોનું નિર્માણ અત્યારે પણ આપણે ત્યાં થઈ રહ્યું છે અને એ જિનમંદિરોની દિવાલોને કે આપણી સાહિત્યકૃતિઓને સુશોભિત બનાવવા નિમિત્તે તેમ જ બીજી રીતે પણ ચિત્રકલાને ઠીક ઠીક પ્રોત્સાહન મળી રહ્યું છે. એ બન્ને ક્ષેત્રોમાં જૈન સંઘની ઉદારતા દેખાઈ આવે છે; અને તે એના ભવ્ય ભૂતકાળને શોભાવે અને આનંદ ઉપજાવે એવી છે.
પણ શિલ્પ અને ચિત્રનાં કલાસર્જનોમાં આપણે ઉદારતાપૂર્વક ધનનો ઉપયોગ કરીએ એટલું જ બસ નથી; એમાં વિશિષ્ટ દૃષ્ટિ અને સમજણ દાખવવાની ખાસ જરૂર છે. એવી દષ્ટિ અને સમજણપૂર્વક ધનનો ઉપયોગ કરવામાં આવે તો જ એ કલાકૃતિ માનવીના અંતરમાં ઉદાત્ત ભાવોને જગાડી શકે અને કાળના પ્રવાહમાં ઝટ વિલીન થઈ જવાને બદલે એના ઉપર સવાર થઈને ચિરંજીવી બની શકે અને સકાઓ સુધી માનવીને ધર્મ અને સમર્પણની પ્રેરણાનું અમૃતપાન કરાવી શકે, આપણુ દેશનાં અજંતા, ઈલોર, સિતન્ન-
વાસલ, તારંગા, આબુ, રાણકપુર, જેસલમેરનાં કલાસર્જનો આપણને આ જ રહસ્ય ઉબોધી રહ્યાં છે.
કોઈપણ શિલ્પકૃતિને કળામય બનાવવા માટે એ વિશાળકાય જ હોવી જોઈએ કે નાની હોવી જોઈએ એવો કોઈ નિયમ નથી. આવી કૃતિ મોટી હોય કે નાની હોય, પણ એને જોતાવેંત સજીવતાની છાપ માનવીના અંતર પર ઉપર જેટલા પ્રમાણમાં પડે તેટલા પ્રમાણમાં એ કલાપૂર્ણ લેખી શકાય. માંડણીની સપ્રમાણતા અને ભવ્યતા તેમજ કારણની કુમાશ અને નૈસર્ગિકતા એ કોઈપણ સ્થાપત્યને મનોહર, આકર્ષક અને કલામય બનાવી શકે છે.
છેલ્લાં સો સવાસો વર્ષમાં આવી કેટલીક કલામય સ્થાપત્યકૃતિઓનું આપણે સર્જન કર્યું છે અને અત્યારે પણ એ દિશામાં આપણે કંઈક ને કઈક કાર્ય કરી જ રહ્યા છીએ. એમાં જેટલા પ્રમાણમાં આપણે કલાતત્ત્વનો સમાદર કર્યો છે એટલા પ્રમાણમાં એ સામાન્ય જનસમૂહનું પણ આકર્ષણ કરી શકેલ છે.
અમદાવાદનું શેઠ હકિભાઈની વાડીના દેરાસર તરીકે પ્રસિદ્ધ પામેલું જિનમંદિર આવી જ એક કલાપૂર્ણ કૃતિ તરીકે જનસમૂહને આકર્ષી રહ્યું છે. અને શિલ્પ અને કારણી કરતાં પોતાના ભપકા અને વૈભવને કારણે વિશેષ ખ્યાત બનેલું કલકત્તાનું રાય બદ્રીદાસબાબુનું મંદિર પણ આપણી છેલા સંકાની કલાસંપત્તિ તરીકેનું
સ્થાન પામ્યું છે. | સ્વર્ગસ્થ આગમોદ્ધારક આચાર્ય શ્રી સાગરાનંદસૂરી
શ્વરજીની અવિરત જ્ઞાનસાધનાના કીર્તિસ્તંભ સમું ગિરિરાજ શત્રુંજયની તળેટીમાં આવેલું આગમમંદિર પોતાની અનોખી માંડણી અને વિશિષ્ટ રચનાને કારણે તેમ જ જિનપ્રતિમા અને જિનવાણીના એક સાથે દર્શન કરાવનાર વિશિષ્ટ સ્થાપત્ય તરીકે આપણાં સેંકડો વર્ષોમાં રચાયેલ સ્થાપત્યોમાં અનોખું સ્થાન ધરાવે છે; પોતાની આ વિશિષ્ટતાને કારણે એને બેનમૂન પણ કહી શકાય. આ જ રીતે આ આગમમંદિર પછી સૂરત શહેરમાં ઊભું થયેલ તામ્રપત્ર આગમમંદિર પણ આપણા સમયની આવી જ એક અનોખી કલાકૃતિ ગણી શકાય.
પાંચ સાત વર્ષ પહેલાં પ્રભાસપાટણમાં ત્રણ કે ચાર નાનાં નાનાં જિનમંદિરોનું એકીકરણ કરીને તૈયાર કરવામાં આવેલ ભવ્ય અને સુવિશાળ ચંદ્રપ્રભ જિનાલય, તાજેતરમાં પાવાપુરીમાં તૈયાર થયેલ નવીન જિનમંદિર