________________
જૈન યુગ
માર્ચ ૧૯૫૯
તેટલું સોનું આપવામાં આવશે. કલાકાર પ્રત્યે કલાવાંછુની ઉદારતા કેવી હોવી જોઈએ એ આ કથા ઉપરથી જાણી શકાય છે. આવી ઉદારતાએ જ એ મંદિરની કોરીને અમર પદ અર્યું છે.
નવીન કલાકૃતિઓ, ભલે પછી એ શિ૯૫ હોય કે ચિત્ર હોય, એમાં ભાવના, સમજણ અને શકિત એ ત્રણેનો સુભગ સંયોગ થાય તો જ એ સર્જન સાચું કલાસર્જન બને અને ચિરજીવી બની શકે.
એટલે કલાનું જે કંઈ સર્જન કરવું હોય એમાં ઉપરચોટિયા વિચારમાત્રથી પ્રવૃત્તન થતાં તે તે બાબતના નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવીને જ એ કાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ.
કલાના રક્ષણ માટે પણ કલાના સર્જન અંગે જે કહેવામાં આવ્યું છે તે જ મુખ્યપણે કહેવા જેવું છે. આમ છતાં એમાં ચિત્રકૃતિઓ કરતાં શિલ્પ અને સ્થાપત્યના રક્ષણનો જ સવાલ મુખ્ય છે એટલું સ્વીકારવું જોઈએ.
પ્રાચીન શિલ્પ સ્થાપત્યના રક્ષણમાં એના છણેદ્ધારનો પણ સમાવેશ થઈ જાય છે, એ કહેવાની જરૂર ન હોય. અને જીર્ણોદ્ધારની મહત્તા આપણા શાસ્ત્રકારોએ ખૂબ ખૂબ વર્ણવી છે.
પણ પ્રાચીન સ્થાપત્યોનું રક્ષણ કરવામાં તેમજ એનો જીર્ણોદ્ધાર કરવામાં એની પ્રાચીન વિશેષતા બરાબર જળવાઈ રહે એ બાબત તરફ આપણે બહુ ઓછું ધ્યાન આપીએ છીએ એ બરાબર નથી. જીર્ણોદ્ધાર કરતી વેળાએ આપણે એટલો ખ્યાલ રાખવો જ જોઈએ કે આપણે એક પ્રાચીન કલાકૃતિનો ઉદ્ધાર કરીએ છીએ, અને તેથી એની પ્રાચીનતા કે એની કલાને જરાય નુકશાન ન થવું જોઈએ.
ગિરનાર તીર્થનાં પ્રાચીન જિનમંદિરોનો આપણે જીર્ણોદ્ધાર તો કરાવ્યો, પણ એમાં આપણે એવી અર્વાચીનતા પેસાડી દીધી કે જે જોઈને પુરાતત્ત્વજ્ઞો આપણને ઠપકો આપે છે. આની સામે જીદ્ધાર કેવી રીતે કરવો જોઈએ, એના એક આદર્શ નમૂના તરીકે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ કરાવેલા રાણકપુર તીર્થનો જીર્ણોદ્ધાર અને એની જ દેખરેખ નીચે ચાલી રહેલ આબુ તીર્થનો જીર્ણોદ્ધાર લેખી શકાય.
આપણે નવી કલાકૃતિનું સર્જન કરીએ કે પ્રાચીનનું રક્ષણ કરીએ, પણ એ બધામાં એનું કલાતત્ત્વ ઉચ્ચકોટિનું અને ચિરજીવ રહે એનો નિરંતર ખ્યાલ રાખીએ તો જ આપણે સાચી દિશામાં પ્રસ્થાન કર્યું લેખાય.