________________
જૈન યુગ
ફેબ્રુઆરી ૧૯૫૯
गणीनां पादुका कारापिता । प्रतिष्ठितात्रेयं । तच्चरणसेवक... विजयगणिना श्रीराजनगरे ।
અર્થઃ સંવત ૧૭૪૫ના વર્ષમાં શક સંવત ૧૬૧૧ ચાલતી હતી. ત્યારે માગશર માસના શુક્લ પક્ષની અગિયારસ તિથિએ શ્રી શ્રીહીરવિજયસૂરીશ્વર શિષ્ય, પં. શ્રી કલ્યાણવિજ્ય ગણિ, તેમના શિષ્ય પં. શ્રી લાભ વિજ્ય ગણિ, તેમના શિષ્ય પં. શ્રી જિતવિજય ગણિ, તેમના ગુરુભાઈ સમાનતીર્થી ૫. શ્રી નિત્યવિજય ગણિ, તેમના શિષ્ય ૩ પં. શ્રી જ સવિજયગણિની આ પાદુકા ઉપાધ્યાયજી મહારાજના ૪ ચરણસેવક.રાજનગરમાં કરાવી અને પ્રતિષ્ઠા કરાવી.
આ લેખના આધારે આ પાદુકા ઉપરની ૧૭૪૫ની સાલ ને માગશર સુદ ૧૧ની તિથિ એ કાલધર્મની જ છે, એટલે પછી દેરીની ભીતિ પણ આ જ સાલ આરસની તકતી ઉપર કોતરાવીને ચટાડી દીધી. આ જાહેરાતથી સહુ પ્રસન્નમય થવાથી તે નિર્ણય વહેતો પણ કરી દીધો. અને મારી સામાન્ય જાણ મુજબ આ સાલ અને તિથિ લખવાનો શિરસ્તો લગભગ ચાલીસેક વર્ષથી ચાલ્યો આવેલો જોવા મળે છે.
હવે આપણે એ વિચારવાનું છે કે એ પાદુકાની શિલોત્કીર્ણ પુપિકા ઉપરથી કાળધર્મની જે તિથિ પ્રસિદ્ધિમાં મૂકાઈ તે સાચી હતી ખરી? તેનો જવાબ છે : “ના”—એમ શા માટે ?
તો પ્રસ્તુત શિલાલેખમાં ઉક્તકથનસૂચક કશો જ નિર્દેશ નથી તેમજ તેવો કોઈ ધ્વનિ પણ તેમાંથી નીકળતો નથી.
શિલાલેખની પંક્તિઓ તો નીચેની હકીકતો સ્પષ્ટ રીતે રજૂ કરે છે.
જે સાલ લખી છે તે તો રાજનગર-અમદાવાદમાં પ્રતિષ્ઠા કરાવી તેની છે, નહિ કે કાલધર્મની. પણ પ્રથમ પ્રથમ જેણે વાંચ્યું હશે તેના કરવી જોઈતી ચકાસણી કરી ન શક્યા, એટલે મારી દૃષ્ટિએ આ સાલ બરાબર નથી.
શિલાલેખની સાલ સ્વર્ગગમનની ન હોવા છતાં, સુન લેખકોએ કેમ સાહસ કર્યું?
તો તેને કારણમાં ઉપાધ્યાયજી મહારાજે ગૂર્જર ભાષામાં, પદ્યમાં રચેલા બે સ્વાધ્યાયો-સજઝાયો છે. ૧. પ્રતિક્રમણ ગર્ભ હેતુ. ૨ અગિયાર અંગ.
આ બન્નેના અંતિમ પઘમાં તેઓશ્રીએ કૃતિનો રચનાકાળ દર્શાવ્યો છે.
સુરતિ ચોમાસુ રહી રે, વાચક જ સકરિ જેડી, યુગ-યુગ-મુનિ વિધુવસઈ રે દિયો મંગલ કોડી. .
[ પ્રતિ હેતુ. સવા ] યુગ-યુગ-મુનિ વિધુ વત્સરઈરે શ્રીજસ
વિજય ઉવજઝાય; સુરત ચોમાસું રહી રે કીધો એ સુપરસાય. ઢો.
[અગિયાર અંગ સ્વાધ્યાય ) ઉપરની બંને કૃતિઓ સુરતના એક જ ચોમાસામાં રચી છે.
એક બાજુ પાદુકોત્કીર્ણ ૧૭૪૫ ની સાલનો ખ્યાલ પુરોગામીઓના મગજમાં સ્થાપિત થઈ ગયો હતો એટલે પદ્યનો વાસ્તવિક ઘટમાન અર્થ જે વિચારવો જોઈએ એને બદલે જામી ગયેલા ખ્યાલને જ પુષ્ટ કરવા સંખ્યા દર્શક “યુગ-યુગ” શબ્દના બે અને ચાર આ બે વિકલ્પોમાંથી એમ ને ચારનો જ વિકલ્પ સ્વીકારી લીધો, એટલે સુરતના બંને સ્વાધ્યાયો સં. ૧૭૪૪માં રચ્યાનું દઢપણે માની લીધું.
પછી અન્ય વિચાર કરવાનું રહે જ ક્યાંથી ? અને ૪૪ પછી જ ૪૫, આવે છે એટલે યુગનો અર્થ ચાર કરવાનું સ્વાભાવિક રીતે જ અનુકૂલ આવી ગયું.
જે પાદુકાશિલ્પનો લેખ પૂરેપૂરો મનનપૂર્વક ધ્યાનમાં લેવાયો હોત, તો આ એક આશ્ચર્યપ્રેરક અસત્ય ચાલ્યું આવ્યું તે ન ચાલત.
ત્યારે સાચી સાલ કઈ છે?
તો આ માટે “સુજસવેલી ભાસ'નું નીચેનું પદ્ય મદદે આવે છે.
સત્તર વાલિ ચોમાસું સ્થા, પાક નગર ડભોઇ રે; તિહાં સુરપદવી અણુસર, અણુ સણિ કરિ પાતક ધોઈ રે
ઢિાલ ૫. કડી ૪] આ પદ્યમાં “સત્તરત્રયાલિ 'નો જે ઉલ્લેખ છે તે સીધેસીધો ચોમાસું રહ્યાની વાતને સ્પર્શ કરે છે. પરંતુ
ઇ
૩
આ લેખમાં “જસવિજયજીના નામની આગળ પાછળ “ઉપાધ્યાય ' પદનો ઉલેખ કેમ નહીં કર્યા હોય ? લેખમાં “' નહિ પણ સુપ્રસિદ્ધ “નસ' નામનો આદર કર્યો છે. ચરણસેવક કોણ હતા તે અક્ષર ઘસાવાથી ઓળખાયા
૪