________________
જેન યુગ
૧૭
ફેબ્રુઆરી ૧૯૫૯
બીજી દષ્ટિએ જોઈએ તો ગતાંકમાં જણાવ્યા મુજબ આપણને ૧૭૪૩ એ જ સ્વર્ગગમનની સાલ છે એમ સ્વીકારવા પ્રેરણા કરે છે.
આથી નિષ્કર્ષ એ આવ્યો કે સુરતીય સ્વાધ્યાય પદના “યુગ-યુગ”નો અર્થ જેઓ ચાર ચાર કરવાનો આગ્રહ સેવે છે તે અસંગત છે. એમ સ્વતઃ પુરવાર થાય છે. ત્યારે “યુગ નો અર્થ શો કરવો ?
યુગ” શબ્દ બે સંખ્યાનો વાચક છે અને ગુજરાતીમાં પણ યુગલ-જેલું આ અર્થમાં વપરાયો છે જ,
એટલે સં. ૧૭૨૨માં બંને સ્વાધ્યાયો રચ્યા હતા, એમ માનવું મુનાસિબ છે.
જે બન્ને “યુગ” શબ્દનો અર્થ ચાર ચાર કરીએ તો ૧૭૪૪ની સાલમાં સુરતના ચાતુર્માસમાં બંને સ્વાધ્યાયોની રચના કરી એમ નિશ્ચિત થાય. એટલે જૈન સાધુના નિયમ મુજબ કાર્તિક સુદિ ચૌદસ સુધી (ચાતુર્માસ સમાપ્તિદિન) ત્યાંજ રહ્યા હતા તે સુનિશ્ચિત થયું. હવે પાદુકા ઉપરના લેખમાં ૧૭૪૫ની સાલ અને માગસર સુદિ ૧૧ ની અંજનશલાકા અને વળી તે રાજનગર-અમદાવાદમાં કર્યાનું જણાવ્યું છે. તેમનો દેહ ડભોઈમાં જ પડ્યો તે વાત સુનિશ્ચિત છે. સુરતનું ૧૭૪૪નું ચાતુર્માસ કાર્તિક સુદિ ચૌદસે પૂર્ણ થાય, એટલે વહેલામાં વહેલો વિહાર કાર્તિક સુદિ પૂનમે કરી શકે. પૂનમે વિહાર કરી ડભોઈ તરફ પ્રયાણ કર્યું હોય એમ માનીએ તો પૂનમ અને પાદુકાની અંજન પ્રતિષ્ઠા (તય અમદાવાદમાં) વચ્ચેનો ગાળો માત્ર ૨૭ દિવસનો છે. અહીંયાં વિચારવાનું એ છે કે, આટલા દિવસોમાં, તેઓ એકાએક વિહાર કરે, સુરતથી ૮૦ માઈલ દૂર ડભોઈ આવી પહોચે, તુરતા તુરત અનશન કરવાના સંયોગો ઊભા થાય, કાલધર્મ પામે, પાછા રેલગાડી કે મોટરના સાધન વિનાના જમાનામાં અમદાવાદ સમાચાર પહોંચી જાય, સંગેમરમર પાષાણુની કમલાસનસ્થ પાદુકા પણ બની જાય, અને અંજન પણ થઈ જાય, આ બધું સંભવિત લાગે છે ખરું? મારો અંગત જવાબ તો નકાર”માં છે. છતાંય ઘડીભર માનો કે સંભવિત છે, તો પછી ડભોઈમાં ચાતુર્માસ ક્યની સાલ કઈ નકકી કરવી ? આ બધી વિષમાપત્તિ ટાળવા યુગયુગનો અર્થ ચાર ન કરતાં જે બે કરીએ તો બધી સમાપત્તિ થઈ જાય.
પ્રસ્તુત પાદુકા ૧૭૪૩ માં સ્વર્ગવાસ થયા પછી ભરાવીને ૧૭૪૫ માં પ્રતિષ્ઠા, અમદાવાદમાં કરવામાં આવી છે.
ચોક્કસ સાલ જાણવા માટે “સુજસવેલી સિવાય બીજો કોઈ આધાર પ્રાપ્ત થયો નથી. ભવિષ્યમાં તેઓશ્રીની સ્વહસ્તલિખિત કે અલિખિત કૃતિ કે જેના અંતમાં ગ્રન્થરચનાસાલ કે લેખનસાલ લખી હોય તેવી મળી જાય, તો બધાયે વિકલ્પોનો અંત આવી જાય.
જેમ સાલ જાણવાનું સાધન નથી તેમ તિથિ જાણવાનું પણ સાધન નથી એવું ખરું? 'ના' તિથિ જાણવાનું સાધન સર્વત્ર નથી એમ કેમ કહી શકાય?
એક સાધન સુજલીકારે સ્પષ્ટ બતાવ્યું છે. વાંચો– ૫ શીત-તલાઈ પાખતા; તિહાં થુભ અ સસબૂરો રે; તે માંહિથી વનિ ન્યાયની, પ્રગટે નિજ દિવસ પહૂરો રે.
[ઢાળ ૪-૬] અર્થ –શીત તળાવ પાસે તેજસ્વી સ્તૂપ છે અને તેમાંથી પોતાના સ્વર્ગવાસના દિવસે ન્યાયનો ધ્વનિ પ્રકટ રીતે પ્રગટે છે.
ન્યાયનો ધ્વનિ એટલે શું? તે કેવો હશે? વર્ણાત્મક કે નાદાત્મક ? એ રહસ્ય અગમ્ય છે. બારેય માસ-૩૬૦ દિવસ–પાદુકા પાસે કોઈ દક્ષ, સુજ્ઞ અને અપ્રમત્ત ઉપયોગી આત્મા સજાગ બેસી રહે ત્યારે એ ધ્વનિનું શ્રવણ સ્પષ્ટ કરી શકે ને સમજી શકે; તો સ્વર્ગતિથિ પકડી શકાય.
પંચાંગ કાઢનારાઓને વિનંતી
અંતમાં, ભીંતિયાં પંચાંગો કાઢનાર-કઢાવનાર મુનિરાજો તથા સંસ્થાઓને સાદર વિનંતી કે પંચાંગની પર્વ તહેવારોની તપસીલમાં હવેથી માગશર માસની નોંધમાં નીચે મુજબ ઉલ્લેખ કરવાનું નોંધી રાખે.
માગશર સુદ ૧૧, મહોપાધ્યાય ૫. શ્રીમદ્ યશોવિજયજી સમૃતિદિન’
૫
શીત-તલાઈ' આ તળાવ આજે પણ વિદ્યમાન છે. લાંબા કાળ તલાઈનો ‘ત’ બોલાતો બંધ થયો ને આજે ડભોઈના પ્રાજનો “ શીતલાઈ' થી ઓળખાવે છે.