________________
જૈન યુગ
ફેબ્રુઆરી ૧૯૫૦
જ આચાર્યભગવંતનું સ્થાન ખાલી પડેલ અમે જોઈએ છીએ. હમણાં પધારશે, હમણાં પધારશે, કાં તો અંલિભૂમિએ અથવા કોઈ જિનાલયમાં દર્શને પધાર્યા હશે ! તેમાં કેટલી વાર લાગે ! હમણાં તેઓશ્રી આવી પહોંચશે. આમ આશામાં ને આશામાં અમે રહ્યા એટલું જ નહીં પરંતુ અમોએ આજુબાજુમાં તપાસ પણ કરાવી છતાં એ પરમોપકારી તારક ગુરુદેવના કશા સમાચાર મળ્યા નથી. તમો પરિણત અને કપાળ ગુરુદેવના પરમ ઉપાસક છો. એટલે અમો તમોને બોલાવવાના હતા ત્યાં તો તમો આવી પહોંચ્યા. મહાનુભાવો! એ કૃપાળુ ગુરુદેવની પાવનકારી શીતલ છાયા વિના અમો સહુ સાધુઓ ખૂબ ઉદાસીન બની ગયા છીએ. . આમ બનવાનું કારણ બીજું કાંઈ નથી; પરંતુ અમારી સહુ કોઈની એ કરુણાસાગર પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ હોવાનું આજે અમોને બરાબર સમજાય છે. એ પરમ ઉપકારી ગુરુદેવે અમારા ઉપર ઉપકાર કરવામાં કશી જ કમીના નથી રાખી. અંધકારમાં અનંતકાલથી આથતા અમ સરખા પામર આત્માઓને પ્રકાશભર્યા પવિત્ર પંથે લઈ જનારા એ પરમકૃપાળુ આચાર્ય ભગવંત જ છે. એ ઉપકારી મહર્ષિનો ઉપકાર ભવોભવ પણ વાળી શકાય એમ નથી. અમારા સ્વાધ્યાય તેમજ સંયમયોગમાં પ્રવેશેલા પ્રમાદને દૂર કરવા એ ગુરુદેવે આજસુધી ઘણીવાર પોતાની ફરજ બજાવી; પરંતુ અમોએ એ સાધુશિરોમણિના વચનો તરફ ધ્યાન ન આપ્યું એનું જ આ પરિણામ છે. એ વાતનો અમોને આજે બરાબર ખ્યાલ આવે છે.” એમ કહેતાં કહેતાં સાધુનું હૈયું ભરાઈ આવ્યું અને ચક્ષુઓ પણ અશ્રુભીનાં બની ગયાં, એટલું જ નહીં પરંતુ સમુદાયના સર્વસાધુઓએ પણ એ ભાવનું અનુકરણ કર્યું અને સમગ્ર વાતાવરણ રોમાંચક થઇ ગયું.
બન્ને શ્રાવક મહાનુભાવો ઘણા વિવેકી હતા. ભૂલ થવી એ તો છમસ્થ આત્મા માટે સહજ વસ્તુ છે. પણ ભૂલ થયા બાદ ભૂલને ભૂલ રૂપે સમજવી, ભૂલનો સ્વીકાર કરવો અને સાચા દિલથી ભૂલનો પશ્ચાત્તાપ થવો એ અત્યન્ત દુષ્કર છે. ભૂલ થયા બાદ ભૂલનો વાસ્તવિક રીતે થતો પશ્ચાત્તાપ એ આત્માની યોગ્યતા માટે પ્રબલ પ્રતીતિ છે. અને એવા આત્માઓ ભૂલને સુધારી પોતાના સંયમમાર્ગમાં શીધ્રતયા સ્થિર થઈ જાય છે. અરે ! કોઈ કોઈ વાર તો થયેલી ભૂલનો અંતઃકરણથી પશ્ચાત્તાપ કરવાના પ્રસંગમાં
અધમત્તા મુનિ જેવાને કેવલજ્ઞાન પ્રગટ થયાના કથાનકો પણ અનેક સ્થળોએ ઉપલબ્ધ થાય છે. બન્ને શ્રાવકો આ વાતને જાણતા હતા. એટલે એ ગુણવંત શ્રમણ સમુદાયને વિવેકપૂર્વક કહેવા યોગ્ય કહ્યા બાદ આચાર્યદેવ સુવર્ણભૂમિ તરફ સાગરાચાર્ય પાસે જવા વિહાર કરી ગયાનું જણાવ્યું એટલે સાધુઓએ પણ તુરત તૈયારી કરી અને ગુરુદેવની પાછળ વિહાર શરૂ કર્યો.
પરંતુ આચાર્ય ભગવંત કાલકસૂરિ વયોવૃદ્ધ હોવા છતાં શારીરિક બલની અનુકૂળતાના કારણે ઉગ્ર વિહારી હતા, વળી તેમને તો પોતાને એકલા જ વિહાર કરવાનો હતો. જ્યારે શ્રમણસમુદાયને બાલ, વૃદ્ધ, ગ્લાનિ તપસ્વી વગેરે સર્વની સંભાળ રાખીને વિહાર કરવાનો હતો; એટલે આચાર્ય ભગવંત તો સુવર્ણભૂમિમાં સાગરાચાર્ય પાસે શીધ્ર પહોંચી ગયા; જ્યારે પાછળના સાધુઓને એ સ્થળે પહોંચવામાં થોડા દિવસનું અંતર પડયું.
ભવિતવ્યતા કોઈ એવા પ્રકારની હતી કે સાગરાચાર્ય પોતાના એ દાદાગુરુ આચાર્ય ભગવંત કાલકસૂરિના નામથી પરિચિત હતા. પરંતુ પ્રત્યક્ષ પરિચય થવાનો પ્રસંગ પ્રાપ્ત થયો ન હતો. આ સંજોગોમાં કાલકાચાર્ય ભગવંત જ્યારે સાગરાચાર્ય પાસે પહોંચ્યા ત્યારે તેમને પોતાના દાદાગુરુ તેમજ ગચ્છના નાયક તરીકે ન ઓળખી શકે એ સ્વાભાવિક હતું અને આચાર્ય ભગવાન કાલકસૂરિ જેવા શાસનના શિરતાજ એકલા હોય જ કેમ? એ મહાપુરુષ તો જ્યાં જ્યાં પધારે ત્યાં શિષ્ય-પ્રશિષ્યોના વિશાલ પરિવાર સાથેજ પધારે” આ કારણે પણ આ કાલકાચાર્ય ભગવંત છે એ કલ્પનાને અવકાશ ન મળે તે સ્વાભાવિક હતું.
વિહાર કરતા કરતા આચાર્ય ભગવાન સાગરાચાર્યની વસતિમાં જ્યારે પહોંચ્યા ત્યારે તેમના મુખમંડળની પ્રતિભા ઉપરથી કોઈ વિશિષ્ટ મુનિ મહાત્મા તરીકે સમજીને તેમનું યોગ્ય વાત બહુમાન કરવા સાથે તેઓને ઉચિત સ્થાન અર્પણ કરવામાં આવ્યું. કાલકાચાર્ય પોતે “હું તમારા બધાયનો ગુરુ છું” એવું તો બોલે જ નહીં. મહાન આત્માઓ પ્રાયઃ પોતાના ગુણની કિંવા ગૌરવની સ્વયંકથા કરતા નથી, અને તેમાં પણ આ તો શાસનના ધોરી, સમયના જાણએટલે પોતાની પીછાન એમ ને એમ ન થવા દે. પોતાના પ્રશિષ્ય સાગરાચાર્ય તેમજ તેમના પરિવારના અંતરંગ સાધુજીવનનો પરિચય પોતાના