________________
આર્યકાલકાચાર્યજી અને પ્રશિષ્ય સાગરાચાર્યજીનો
રોમાંચક પ્રસંગ પૂ. આચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ
જેમનું પવિત્ર નામાભિધાન જૈન શાસનમાં અમર છે અને શાસનના સ્થભ તરીકે જેમની પ્રસિદ્ધિ છે એ પરમતારક કાલકાચાર્ય ભગવંત એક અવસરે એકાંત સ્થળે બેસીને પોતાની પાસે બેઠેલા શ્રાવકોને કહે છે કે મહાનુભાવો, “તમો બન્ને પરિણત શ્રાવક છો. તમારું દિલ સાગર સમું ગંભીર છે. સૂત્રમાં શ્રાવકોને સાધુઓના માતા-પિતા તરીકે જે અપેક્ષાએ વર્ણવ્યા છે, તો બન્ને તેવી યોગ્યતાને ધરાવનારા છો, માટે આજે તમોને મારા દિલની વાત જણાવવા બોલાવ્યા છે. મારી સાથેના શિષ્ય સમુદાયને આજ સુધીમાં જ્ઞાન-ધ્યાન-સંયમગુણમાં ઉજમાવળ રહેવા માટે અવસર ચિત વારંવાર હિતશિક્ષા આપી, મધુરતાથી ઘણીવાર સમજાવવા છતાં મારા કથનનો અમલ ન થયો એટલે હૈયામાં હિતબુદ્ધિ રાખીને ચોયણા-પડિચોચણાનો પણ અમલ કર્યો, પરંતુ મને લાગે છે કે “વસ્તુની કિંવા વ્યક્તિની તેની હાજ- રીમાં જેટલી હિંમત નથી તે કરતાં ગેરહાજરીમાં તેની વધુ કિંમત થાય છે. આ ન્યાયને અનુસરીને આ સર્વ શિષ્યાદિ સમુદાયને છોડી સુવર્ણભૂમિમાં મારા પ્રશિષ્ય જે ઘણા ગીતાર્થ હોવાનું સંભળાય છે તેમના પાસે કોઈને ખબર ન પડે તે પ્રમાણે ચાલ્યા જવાનો મને વિચાર થયો છે. મારા ચાલ્યા ગયા બાદ આ શિષ્યો મારી તપાસ કરે અને જાણીતા શ્રાવક તરીકે તમોને પૂછે ત્યારે તમારે તુરતજ મારા સુવર્ણભૂમિ તરફ સાગરાચાર્ય પાસે વિહાર કરીને ગયાના સમાચાર ન આપવા, પરંતુ અંતઃકરણમાં સાધુપદ તરફ પૂજ્યભાવ રાખીને પ્રારંભમાં તમારે પણ ઉપાલંભરૂપે કહેવા યોગ્ય કહેવું અને પછી મારા વિહારાદિના સમાચાર આપવા.”
આચાર્યદેવ કાલકસૂરિ ભગવંતની હકીકત શ્રવણ કરીને ધર્મપરિણત બન્ને શ્રાવકોએ ગુરુદેવની આજ્ઞાનો સ્વીકાર કર્યો. આચાર્ય ભગવંત પણ સાધુઓને ખ્યાલ ન આવે તે રીતે એકાકીપણે ઉજજયિનીથી સુવર્ણભૂમિ તરફ વિહાર કરી ગયા.
જૈનશાસનમાં સૂર્યસમા આચાર્યભગવંત કાલસૂરિ જેવા સમર્થ તારક ગુરુદેવની નિશ્રા છતાં કાળદોષના કારણે શ્રમણ સમુદાયની એ ઉપકારી મહર્ષિ માટે કેવી ઉપેક્ષાવૃત્તિ હશે! તેમ જ શિષ્યાદિ સમુદાયને છોડીને એકાકી ચાલ્યા જવા સુધીની વિચારણાનો આચાર્ય ભગવંતને અમલ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયો એ . શિષ્યાદિ સમુદાયમાં જ્ઞાન-ધ્યાન સંયમયોગમાં કેવા પ્રમાદ પ્રવેશ્યો હશે! તેનો પરામર્શ કરવા માટે પ્રબલ સાધન છે. આજે તો એથી પણ વધુ દુર્દશા છે. તે કાલે તો શ્રમણોપાસક વર્ગ આવા સંજોગોમાં સાધુ-સમૂહ માટે માતા-પિતા બની પોતાની ફરજ અદા કરવા સદા તૈયાર રહેતો. વર્તમાનમાં એવા ઉત્તમ શ્રમણોપાસકો ભાગ્યે જ કોઈ દૃષ્ટિગોચર થાય છે. શ્રમણસંઘનું સ્થાન જૈનશાસનમાં સર્વોચ્ચ કોટિનું હોવા છતાં કલાદિદોષના કારણે એ શ્રમણસંઘમાં અમુક અંશે પ્રગટેલી શિથિલતાના નિવારણ માટે ધીર-વીર-ગંભીર અને પરિણત શ્રાવકોની પણ ઘણી જરૂર છે.
પ્રભાત થયું. આચાર્ય ભગવંતની ગેરહાજરી જાણવામાં આવતાં સાધુઓ પરસ્પર ઘુસપુસ કરવા મંડી ગયા. કોઈ કહે કે સ્થડિલભૂમિએ ગયા હશે, કોઈ કહે કે દેવાધિદેવના દર્શને ગયા હશે, કલાક બે કલાક બલકે તેથી વધુ પ્રહર જેટલો સમય થવા છતાં સંઘાડાના સુકાની આચાર્યભગવતનો પત્તો ન લાગ્યો એટલે સાધુઓ વધુ મુંઝાયા. પોતાની બેદરકારીનો હવે એમને ખ્યાલ આવ્યો અને દરેક સાધુઓના હૈયાં ગુરુદેવની નિશ્રા વિના ગમગીન બની ગયાં. હંમેશના રિવાજ પ્રમાણે શ્રાવકો વંદન કરવા આવવા લાગ્યા. પેલા બન્ને પરિણત શ્રાવકો પણ આવી પહોંચ્યા. જાણવા છતાં ઈરાદાપૂર્વક સાધુઓને પૂછયું કે આચાર્યભગવંત ક્યાં વિરાજે છે? સાધુઓ નિત્તર રહ્યા, એટલું જ નહીં પરંતુ દરેક સાધુઓના મુખ ઉપર ગ્લાનિ છવાઈ ગઈ. છેવટે એ સાધુ સમુદાયમાંથી આગળ પડતા સાધુએ શ્રાવકને જણાવ્યું કે “આજે વહેલી સવારથી
૧૧