SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ અભિલાષા જેને વર્તતી નથી, ભવ પ્રત્યે જેતે અંતરંગ વૈરાગ્ય ઉપજ્યો છે . અને સર્વ પ્રાણી પ્રત્યે જેને અનુકંપા વર્તે છે, એવા સાચા આત્માર્થી-અપુનર્બન્ધકાદિ દશાવાળા સાચા મુમુક્ષુ જોગી જનો જ આ શ્રેયરૂપ મોક્ષમાર્ગના યોગ્ય અધિકારી છે. અપુનર્જન્ધકથી માંડીને, જાવ ચરમ ગુણુઠાણુ; ભાવ અપેક્ષાયે જિન આણા, મારગ ભાષે જાણુ. —શ્રી યશોવિજયજીકૃત સાડા ત્રણસો ગા. ત. પણ અન્યોનો—સમૃદ્બન્ધકાદિનો તો અહીં મોક્ષમાર્ગમાં અનધિકાર જ છે, અન્યત્રાં પુનઃરિહાનવિવાર વૈં.’ અર્થાત્ ઉક્ત લક્ષણથી વિપરીત લક્ષણવાળા એવા હીનસત્ત્વ, ભારેકર્મી, મલિનઆશયી અને ભવબહુમાની (ભવાભિનંદી) જીવો આ મોક્ષમાર્ગના પ્રાથમિકમાં પ્રાથમિક અધિકારી પણ નથી. કારણ કે સંસાર ભલો છે, રૂડો છે, એમ સંસારથી રાચનારા, ભવને અભિનંદનારા એવા ભવાભિનંદી જીવો આ મોક્ષમાર્ગ પામવા ધારે તોપણ પામી શકે નહિં. ભવબંધનથી છૂટવા માગતો હોય તે જ છૂટે, પણ રાજીખુશીથી બંધાવા માગતો હોય તે કેમ ટી શકે ? એટલે ખરેખર છૂટવા જ ન માગતા હોય અને શ્લેષ્મમાં માંખીની જેમ આસક્તિથી ભવમાં બંધાવા માગતા હોય તે સમૃદ્ધંધાદિ દશાવાળા જીવો મોક્ષમાર્ગના અનધિકારી જ છે. કારણ કે તેઓનું શુદ્ધ દેશનાનું અનહૅપણું–અયોગ્યપણું છે માટે, ‘ જીવેરાનાનર્હાત્ ’. અર્થાત્ શુદ્ધ દેશના ઝીલી શકવાનું કે જીરવી શકવાનું તેમનામાં ખીલકુલ સામર્થ્ય નથી, એટલે આ અનધિકારી જીવો શુદ્ધ દેશના શ્રવણ કરવાને સર્વથા નાલાયક છે. t 27 શુદ્ધ દેશના ક્ષુદ્રસત્ત્વ મૃગયુથને સંત્રાસનસિંહનાદ છે, એમ હરિભદ્રજી હરિગર્જના કરે છે— शुद्धदेशना हि क्षुद्रसत्त्वमृगयूथसंत्रासन सिंहनादः । ध्रुवस्तावदतो बुद्धिभेदस्तदनु सत्त्वलेशचलनं कल्पितफलाभावापत्त्या दीनता, स्वभ्यस्तमहामोहवृद्धिः, ततोऽधिकृतक्रियात्यागकारी संत्रासः । અર્થ :— શુદ્ધ દેશના ખરેખર ! ક્ષુદ્રસત્ત્વવાળા મૃગસ્થને સંત્રાસન (સંત્રાસ ઉપજાવનાર) સિંહનાદ છે. આ થકી પ્રથમ તો ધ્રુવ બુદ્ધિભેદ, તે પછી સત્ત્વલેશનું ચલન, કલ્પિત ફલની અભાવઆપત્તિથી દીનતા, と ફેબ્રુઆરી ૧૯પ૯ સ્વભ્યરત (સારી પેઠે અભ્યાસેલ) મહામોહની વૃદ્ધિ, પછી અધિકૃત ક્રિયાનો ત્યાગકારી સંત્રાસ હોય છે. વિવેચન હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને; પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને,” શ્રી પ્રીતમભક્ત આ ઉક્ત અનધિકારી ભવાભિનંદી જીવો શુદ્ દેશના શ્રવણ કરવા શા માટે અયોગ્ય છે? તેનું સ્પષ્ટકરણ કરતાં હરિભદ્રજી હરિગર્જના કરે છે કે-શુદ્ધ વેશના હિં ક્ષુદ્રસવÇજૂથતંત્રાસનસિંદ્નાર્ : ।'—આ જે શુદ્ધ દેશના છે તે ક્ષુદ્રસત્ત્વવાળા મૃગબૂથને સંત્રાસ ઉપજાવનાર સિંહનાદ છે. એટલે આ થકી (૧) પ્રથમ તો ‘ધ્રુવ બુદ્ધિભેદ ’–ચોક્કસ બુદ્ધિભેદ ઉપજે છે. અર્થાત્ અધિકૃત ક્રિયામાં આસ્થા નથી અને ક્ષુદ્રસત્વપણાથી શુદ્ધ કરવાનું સામર્થ્ય નથી, એટલે ક્રિયા કરવાના તેના પરિણામ જ સચોડા છૂટી જાય છે. (૨) એટલે પછી ‘ સત્ત્વલેશચલન' થાય છે; સતક્રિયા કરવાનો અલ્પ પણ ઉત્સાહ હોય છે તે ડગી જાય છે. (૩) એટલે પછી આમાં કાંઈ નથી એમ દેશનાકર્તાના વચનથી ‘ કલ્પિત ફલની અભાવઆપત્તિથી દીનતા ઉપજે છે; પોતે કપેલા ફૂલના અભાવ પ્રસંગથી ક્રિયા કરવાની શક્તિનો જ સચોડો ક્ષય થવારૂપ લાચારી ઉપજે છે. (૪) એટલે ચિરકાળથી સારી પેઠે અભ્યાસેલ- સ્વભ્યસ્ત મહામોહની વૃદ્ધિ થાય છે. (૫) એટલે પછી પ્રસ્તુત ક્રિયા સર્વથા છોડી દેવારૂપ ‘ સત્રાસ ’ ઉપજે છે. આમ અનુક્રમે અનર્થપરંપરા નીપજે છે. માટે ક્ષુદ્રસત્ત્વવાળા અધિકારી જીવો શુદ્ દેશનાને અપાત્ર જ છે. શાસ્ત્રમાં ત્રણ પ્રકારની સભા——શ્રોતાપરિષદ્ કહી છે. તે પ્રમાણે શ્રોતાના ગુણ-અવગુણ તપાસીને ઉપદેશ દેવાની શાસ્ત્રકારોની શૈલી છે. અપાત્ર શ્રોતાને તેને અયોગ્ય એવી ઉપદેશવાર્તા કરવામાં આવે તો ઉલટી અનર્થકારક થઈ પડે છે, કારણકે તે તેને ઝીલી શકવાને સમર્થ નથી, અને ઉંધા અનર્થકારક અર્થમાં લઈ જાય છે. આ શ્રોતાના પ્રકારનું સ્વરૂપ શ્રી નંદીસૂત્રથી જાણવા યોગ્ય છે. “ સભા ત્રણ શ્રોતા ગુણ અવગુણ, નંદીસૂત્રે દીસેજી : એ જાણી આ ગ્રંથ યોગ્યને, દેજો સુગુણ જગીશેજી, ગુહ્ય ભાવ એ તેહને કહિએ, જેહશું અંતર ભાંજેજી;
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy