________________
એ યો માર્ગના અધિકારી
ડો. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા, એમ. બી., બી. એસ.
[મહર્ષિ શ્રી હરિભદ્રષ્ટ્રિએ યવન્દનસત્ર પર લલિત વિસ્તરા' નામક અપૂર્વ વૃત્તિ રચી છે; તેના પર આ લેખકે સુવિસ્તૃત વિવેચનરૂપ ટીકા થોડાં વર્ષ પૂર્વે લખેલ છે તે હવે પછી પ્રગટ થનાર ગ્રંથમાંથી...]
આ શ્રેયમાર્ગ અપુનર્બન્ધકાદિનો વ્યવસ્થિત છે, અન્યનો અહીં અનધિકાર જ છે, એમ સ્પષ્ટ પ્રકાશે છે—
व्यवस्थितश्वायं महापुरुषाणां क्षीणप्रायकर्मणां विशुद्धाशयानां भवाबहुमानिनां अपुनर्बन्धकादीनामिति। अन्येषां पुनरिहानधिकार एव, शुद्धदेशनाऽनर्हत्वात् ।
અર્થ –અને આ (શ્રેયમાર્ગ) મહાપુરુષ, ક્ષીણ પ્રાયકર્મવાળા, વિશુદ્ધ આશયી, ભવઅબહુમાની એવા અપુનર્બન્ધકાદિનો વ્યવસ્થિત છે –અન્યોનો પુનઃ અહીં અનધિકારજ છે, શુદ્ધ દેશનાનું અનઈપણું (અયોગ્યપણું) છે માટે.
હીનામ.” આ અપુનર્બન્ધકાદિ કેવા છે?—
(૧) મહાધર્મપુરુષાર્થપણાને લીધે તે મહાસત્ત્વવંત મહાપુરુષ' હોય છે. (૨) એટલા માટે જ આત્મપુરુષાર્થ વડે કરીને અંતઃકોટાકોટિ સાગરોપમ જેટલી કર્મસ્થિતિ શેપ હોઈ, કર્મ લગભગ ક્ષીણ કરી નાંખ્યા હોવાથી તેઓ “ક્ષીણપ્રાય કમવાળા' હોય છે. (૩) આમ કર્મમલ ઘણો ક્ષીણ થયો હોઈ તેઓના ચિત્ત-આશયની અત્યંત શુદ્ધિ થઈ હોવાથી તેઓ “વિશુદ્ધ આશયી' હોય છે. (૪) અને આમ આશય વિશુદ્ધિને લીધે તેઓનું સંસાર પ્રત્યેનું બહુમાન ઉતરી ગયું હોવાથી, ભવાભિનંદીપણું મટી ગયું હોવાથી તેઓ “ ભવઅબહુમાની' હોય છે. આવા લક્ષણસંપન્ન ખરેખરા મુમુક્ષ—ભવબંધનથી છટવાની નિદંભ અંતરંગ ઇચ્છાવાળા જે છે, તે અપુનર્બન્ધકાદિનો જ આ શ્રેયરૂ૫ મોક્ષમાર્ગ વ્યવસ્થિત (wellestablished) છે. અત્રે આદિ શબ્દથી એના કરતાં ઉચી દશાવાળા સભ્યદૃષ્ટિ, ચારિત્રી આદિ સમજવા; એટલે અપુનર્બન્ધકાદિક જેમાં આદિ છે તે અપુનર્બન્ધકાદિ. અર્થાત્ અપુનર્બન્ધક દશાવાળો જ મોક્ષમાર્ગનો પ્રાથમિકમાં પ્રાથમિક અધિકારી હોઈ અપુનર્બન્ધકથી માંડીને જ આ મોક્ષમાર્ગના અધિકારની શરૂઆત થાય છે; અને પછી તો સમ્યદૃષ્ટિ આદિ દશામાં તો તે અધિકાર ઉત્તરોત્તર વધતો જાય છે. તાત્પર્ય કે–જેને કષાયની ઉપશાંતતા થઈ છે, માત્ર મોક્ષ સિવાય બીજી
વિવેચન કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. દશા ન એવી જ્યાંલગી, જીવ લહે નહિ જેગ; મોક્ષમાર્ગ પામે નહિ, મટે ન અંતર રોગ.”
–શ્રીમદ્રાસ ચંદ્રપ્રણીત શ્રીઆત્મસિદ્ધિ અત્રે કોઈ એમ શંકા કરે કે–વારુ, આચાર્યજી! આપ તો આદર્શવાદી (Idealistic) હોઈ, આપશ્રીએ આવી પ્રવચનગાંભીર્યનિરૂપણ આદિ ઉચ્ચ કક્ષાની આદર્શવાદી વાત કહી શ્રેયમાર્ગનો નિર્દેશ કર્યો, પરંતુ વાસ્તવવાદી (Realistic) દૃષ્ટિએ જોતાં આપની આ શ્રેયમાર્ગની વાત તો તક્ષક ફણિધરના ચૂડામણિને ગ્રહવા જેવી” અશક્ય અનુદાનરૂપ લાગે છે.
આ શંકાને નિર્મલ કરતાં ભાવિતાત્મા મહર્ષિ શાસ્ત્રકાર વદે છે—મહાનુભાવ! તમારી શંકા અસ્થાને છે. આ શ્રેયમાર્ગ તો મહાપુરુષ–અપુનર્બન્ધકાદિનો વ્યવસ્થિત જ છે,–“વ્યથિતયે મહાપુરુષા–અપુનર્વI-
• અપુનર્બન્ધક લક્ષણ
“મવામિનલોનાં પ્રતિપક્ષTળક્તઃ वर्धमानगुणप्रायो अपुनर्बन्धको मतः ॥
શ્રીહરિભદ્રસૂરિત યોગબંદુ, ૧૭૮ " पावं न तिव्वभावा कुणइ ण बहु मण्णई भवं घोरं । उचियठियं च सेवइ सव्वत्थ वि अपुणबन्धोत्ति ॥"
શ્રીહરિભકસૂરિપ્રણીત પંચાશક અર્થાત–જે પાપ તીવ્રભાવથી ન કરે, ઘોર સંસારને ન બહુમાને અને સર્વત્ર ઉચિત સ્થિતિને સેવે, તે અપુનર્બન્ધક છે.