________________
સ મા ચા ૨
સં ક લ ન
પં. સુખલાલજી
પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીને તેમના ચિંતનવિષયક ગ્રંથ “દર્શન અને ચિંતન” (ભાગ ૧ અને ૨)ને સાહિત્ય અકાદમીના કાર્યવાહક મંડળ તરફથી ૧૯૫૮ના વર્ષનું રૂા. ૫૦૦૦નું પારિતોષિક આપવાનું જાહેર થયું છે.
સાહિત્ય અકાદમી તરફથી પ્રતિવર્ષ ભારતની મુખ્ય મુખ્ય ભાષાઓમાં પ્રગટ થતા શ્રેષ્ઠ ગ્રન્થોને રૂા. પાંચ પાંચ હજારનાં પારિતોષિક આપવામાં આવે છે. વડોદરામાં કોઓપરેટિવ બેંક અને ઉદ્યોગગૃહ
જૈન ધે. કૉન્ફરન્સ વડોદરા સમિતિના ઉપક્રમે તા. ૧૯-૧-૫૯ના રોજ શ્રી વાડીલાલ જેઠાલાલ શાહને પ્રમુખપદે મળેલ જૈનોની સભામાં શ્રી નાગકુમાર મકાતીએ ઉદ્યોગગૃહ સ્થાપવા યોજના મૂકી, જેને શ્રી શાંતિલાલ ભગુભાઈ ઝવેરીના અનુમોદન બાદ શ્રી વલ્લભ ઉદ્યોગગૃહ અને કોઓપરેટિવ ક્રેડિટ બેન્કની સ્થાપના કરવાનું નકકી કરી તે મતે દસ ભાઈ ઓ અને પાંચ બહેનોની સમિતિ નીમવામાં આવી છે. ઉદ્યોગગૃહના મંત્રી તરીકે શ્રી. તારાબેન અમૃતલાલ શાહ અને શ્રી. શાંતિભાઈ ભગુભાઈ ઝવેરીની વરણી થએલ છે. જીર્ણોદ્ધારાર્થે સહાય
શ્રી ગોડીજી પાર્શ્વનાથ જૈન દેરાસર, મુંબઈ દ્વારા કદંબગિરિની ટેકરી ઉપરના જિનાલય માટે રૂા. પચ્ચીસ હજાર અને ઉનામાં શ્રી. વિજયહીરસૂરિજી અને શ્રી. વિજયદેવસૂરિજીની પાદુકાઓના જીર્ણોદ્ધારા રૂપીઆ પંદર હજાર મંજૂર થયા છે. શ્રી ગોડીજી જ્ઞાન સમિતિ
શ્રી ગોડીજી પાર્શ્વનાથજી દેરાસર જ્ઞાન સમિતિ, મુંબઈ તરફથી “શ્રી ત્રિશષ્ટિશલાકાપુરુષચરિત્ર પર્વ ૧-૨ હિંદીમાં પ્રકટ થયેલ છે, જે પ્રચારાર્થે રૂપીઆ પાંચમાં આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી
પૂ. આચાર્ય શ્રી વિજયસમુદ્રસુરિજી મહારાજના આંખના મોતીયાનું ઓપરેશન ઉદયપુર (રાજસ્થાન)માં ડૉ. સત્યદેવ શર્માએ તા. ૩ અને ૧૦ જાન્યુઆરી, ૧૯ ના દિવસોએ સફળતાપૂર્વક કરેલ છે. વિદ્યાર્થીદિનની ઉજવણી
શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંધ દ્વારા તા. ૧૮-૧-૧૯૫૯ રોજ ભાયખલા (મુંબઈ)માં પૂ. આચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં વિદ્યાર્થીદિન યોજાતાં શ્રી હીરાલાલ છગનલાલ શાહના શુભ હસ્તે રૂા. ૬૩૦૦) નાં ઇનામો ૨૪ સંસ્થાઓને વહેંચવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે ધાર્મિક શિક્ષણના પ્રચારાર્થે પ્રવચનો થયાં હતાં. શ્રી મહાવીર જન્મકલ્યાણક
મૈસૂર રાયે શ્રી મહાવીર જન્મકલ્યાણકની રજાને સ્વીકૃતિ આપી છે. સ્વ. આચાર્ય શ્રી વિજયભક્તિસૂરિજી
આચાર્ય શ્રી વિજયભક્તિસૂરિજી મહારાજ શ્રી શંખેશ્વરજી તીર્થમાં પોષ સુદ ૩ સોમવાર ૧૨-૧-૧૯૫૯ ના રોજ સ્વર્ગવાસ થયા છે. જિનિઝમ ઈન તામીલ
જૈનિઝમ ઈન તામીલ પુસ્તકના લેખક માયેલીસની વેંકટસ્વામીને મદ્રાસ સરકારે રૂા. એક હજાર પારિતોષિક આપેલ છે. પ્રતિમાજી નિકળ્યા
કળસાર (મહુવા-સૌરાષ્ટ્ર)માં એક મકાનમાંથી ખોદકામ સમયે ધાતુના ત્રણ પ્રતિમાજી, ધૂપીયું અને ઘોડી નિકળેલ છે.
અન્દોર (શિરોહી રાજસ્થાન)માં સુથારના ઘરના પાયામાં ખોદકામ થતાં સંપ્રતિ મહારાજાના સમયના સાત પ્રતિમાજી મળેલ છે.
* શ્રી ગોડીજીપરા જિનાલય
છિ અને
આ વિભાગની છેલ્લા અંકથી શરૂઆત થયેલ છે. શ્વેતામ્બર મૂર્તિપૂજક વિભાગને સ્પરતા સમાચાર તા. ૨૦મી સુધીમાં દર મહિને નીચે જણાવેલ સરનામે મોકલવા નિમંત્રણ છે. આ સમાચાર ટૂંકા અને મુદ્દાસરના સ્પષ્ટ હસ્તાક્ષરમાં શાહીથી લખેલા હોવા જોઈએ. સમાચાર મોકલનારે પોતાનું પૂરું નામ, સરનામું જણાવવું જરૂરી છે
તંત્રીઓ, “જેનયુગ” C/o શ્રી જૈન વેતામ્બર કૉન્ફરન્સ ગોડીજી બિલ્ડીંગ, ૨૦, પાયધુની, મુંબઈ ૨