SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ ફેબ્રુઆરી ૧૫૯ વગેરેને તે અંગે નાણાકીય મદદ મંજૂર કરવાના પત્રો કૉન્ફરન્સે મોકલ્યા છે. કેટલાક ગૃહસ્થોએ યોગ્ય વચનો પણ આપ્યાં છે. તદુપરાંત શ્રી તેજરાજજી ગાંધી અને શ્રી બાપાલાલભાઈ કલકત્તા ગયા છે ત્યાં કૉન્ફરન્સના પ્રમુખ શ્રી મોહનલાલ લલુભાઈ શાહે પણ દેરાસરના ટ્રસ્ટીઓનો સંપર્ક સાધી તે માટે ઘટતી તજવીજ કરી હોવાનું જણાયું છે. જૈન સમાજ માટે રતલામ જિનાલય પ્રકરણ જીવનમરણનો પ્રશ્ન છે. એ અનેક દૃષ્ટિબિંદુઓથી વિચારી તે માટે મદદ મોકલવાની ખાસ જરૂર છે. સમગ્ર ભારતના જિનાલયોને આ માટે દેવદ્રવ્યમાંથી અને વ્યક્તિઓને સાધારણ ખાતે મદદ આપવા આ તકે ખાસ અપીલ કરીએ છીએ. ધાર્મિક શિક્ષણ અંગે સરકારની નીતિ કૉન્ફરન્સના ૨૦મા અધિવેશનમાં ધાર્મિક શિક્ષણ અને સરકારની નીતિ અંગે જે ઠરાવ પસાર કરવામાં આવેલ તે માટે કૉન્ફરન્સ તરફથી મુંબઈ સરકારના શિક્ષણ પ્રધાન શ્રીયુત હિતેન્દ્રભાઈ દેસાઈને ડેપ્યુટેશનમાં તા. ૧૩-૧૦-૧૯૫૮ના રોજ મળી સર્વ પરિસ્થિતિની છણાવટ કરવામાં આવી હતી અને તેને અનુલક્ષી તા. ર૭–૧૦–૧૯૫૮ ના રોજ કોન્ફરન્સ દ્વારા લખાયેલ પત્રના જવાબમાં મુંબઈ સરકારના શિક્ષણ ખાતાના અંડર સેક્રેટરી તરફથી નીચે મુજબ જવાબ મળેલ છે. આ અંગેની વિશેષ કાર્યવાહી ચાલુ રાખવાની ધારણા રખાઈ છે. No. SSN-1657-E–209561 : Education Department, Old Secretariat, Bombay 12th January, 1959. (22 Pausa, 1880) From : The Under Secretary to the Government of Bombay, Education Department. શ્રીયુત તરફથી કરાર કરવામાં Sir, With reference to your letter dated the 27th October, 1958, addressed to the Minister (Education) on the Subject mentioned above, I am directed to state that your suggestions as contained therein cannot, it is regretted, be accepted. Yours faithfully, (Sd) R. S. Gaitonde Under Secretary to the Government of Bombay, Education Department. વિદ્યાર્થીઓને ફી અંગે મદદ કોન્ફરન્સના શ્રી શ્રાવક શ્રાવિકા ક્ષેત્ર ઉત્કર્ષ ફંડમાંથી સને ૧૯૫૮–૧૯ના વર્ષ માટે મેટ્રિક પર્વતના ૪૦૫ વિદ્યાર્થીઓને કુલ રૂ. ૬૬૪૫)ની મદદ મંજૂર કરવામાં આવી હતી. તેના બીજા અને છેલ્લા હપ્તાની રકમ મુંબઈના વિદ્યાર્થીઓને આપી દેવામાં આવી છે. તેમજ બહારગામ પણ મનીઓર્ડરથી મોકલી આપવામાં આવી છે. કેન્દ્રોને સહાય કૉન્ફરન્સના શ્રી શ્રાવક શ્રાવિકા ક્ષેત્ર ઉત્કર્ષ ફંડમાંથી સંવત ૨૦૧૪ના વર્ષ માટે જે જે કેન્દ્રોને સહાય મંજૂર કરવામાં આવેલી તે પૈકીના કેટલાક કેન્દ્રોના હિસાબો (પત્રો અને રિમાઈન્ડરો લખ્યા છતાં હજુ સુધી આવ્યા નથી; જેથી તેઓને તે પિકીની બાકીની રકમ મોકલવામાં આવી નથી. આ અંગે પત્રો લખાયા છે અને પુનઃ આ દ્વારા તે કેન્દ્રોને આખા વર્ષની કાર્યવાહી અંગે રિપોર્ટ અને હિસાબ મોકલી આપવા યાદ આપીએ છીએ. સભ્યો અને વાર્ષિક લવાજમ અખિલ ભારત જેન છે. કૉન્ફરન્સ મહાસમિતિના જે સભ્યોના વાર્ષિક લવાજમની રકમ બાકી છે તેઓને પરિપત્રો અને જૈનયુગના છેલ્લા એક દ્વારા તે મોકલી આપવા વિનંતી કરવામાં આવી છે. પરંતુ ઘણું મોટા ભાગના સભ્યોની લવાજમની રકમ બાકી છે. તે તરફ સભ્યોનું લક્ષ્ય ખેંચી તે મોકલી આપવા પુનઃ વિનંતી કરીએ છીએ. શ્રી ઉમેદચંદ બરોડિયાનું સન્માન જૈન સમાજના જૂના કાર્યકર્તા શ્રી. ઉમેદચંદ દોલતચંદ - બરોડિયાને ૭૦ વર્ષ પૂરાં થવા બદલ શ્રી જૈન શ્વેતાંબર To, The Chief Secretary. Shri Jain Swetamber Conference, Godiji Building, 20, Pydhoni, Kalbadevi, Bombay 2. Subject :-Religious instructions in Secondary Schools.
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy