________________
શ્રી
જે ન હૈ તા ઓ ર કૉ ન્યુ ૨ ન્સ કાર્યાલય પ્રવૃત્તિની ટૂંક નોંધ
(કોન્ફરન્સ કાર્યાલય દ્વારા)
શ્રી શાંતિનાથ જિનાલય રતલામ પ્રકરણ
રતલામના શ્રી શાંતિનાથ જિનાલયના કેસ વગેરે અંગે અગત્યની બાબતોથી સમાજના અગ્રગણ્ય ગૃહથો અને કાર્યકરો વગેરેને પરિચિત રાખી વિચારવિનિમય કરવા માટે શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ તરફથી રવિવાર, તા. ૪-૧-૧૯૫૯ના રોજ કૉન્ફરન્સ કાર્યાલયમાં | અવિધિસરની સભા યોજવામાં આવી હતી. આ પ્રસંગે મુંબઈના કેટલાક જિનાલયના ટ્રસ્ટીઓ અને આગેવાનો તેમજ કાર્યકરોએ સારી સંખ્યામાં હાજરી આપી હતી.
મુખ્યત્વે રતલામના કેસમાં ઘણું જ ઉત્સાહથી કાર્ય કરી રહેલ શ્રી રમણલાલ દલસુખભાઈ શ્રૉફે લગભગ એક કલાક સુધી રતલામના આ જિનાલયના ઇતિહાસ, વહીવટ અને અત્યારે ઉપસ્થિત થયેલ કેસ વગેરેની વિસ્તૃત માહિતી સભા સમક્ષ પેશ કરી હતી. જિનાલય અંગેના દસ્તાવેજો, વહીવટ અંગેની પરિસ્થિતિ અને આજે જૈન સમાજ સમક્ષના પ્રશ્નોની તેઓશ્રીએ તલસ્પર્શી છણાવટ કરી હતી. શ્રીયુત તેજરાજજી ગાંધીએ (શ્રી સંયુક્ત જૈન સંઘ, રતલામના પ્રમુખ) શ્રી રમણલાલભાઈને ધન્યવાદ આપી આ કેસ માટે તેઓએ જે જહેમત ઉઠાવી છે તે બદલ આભાર માન્યો હતો અને તેઓશ્રીએ આર્થિક બાજુની જે વિગતો રજૂ કરી હતી તે માટે સત્વર પ્રબન્ધ કરવા અપીલ કરી હતી. શ્રી રતિલાલ ચી. કોઠારી, જે. પી. એ પણ આ બાબતમાં દિલ્હીમાં વિવિધ રીતે જે પ્રયત્નો કરેલા તેની હકીકત રજૂ કરી જેન સમાજ માટે જીવન- ભરણુ સમા આ પ્રશ્નને માટે મુંબઈ જ નહીં પણ સમગ્ર ભારતના જૈનોને જાગૃત થઈ સહાય કરવાની વિનંતી કરી હતી. શ્રી શાંતિલાલ એમ. શાહે આ બાબત માટે તુરત જિનાલયો અને વ્યક્તિઓનો સંપર્ક સાધવા તેમજ કોઈ પણ ભોગે આ પ્રશ્નનો સંતોષકારક ન્યાયી નીવેડો લાવવા સૂચવ્યું.
શ્રી જીવલાલ પ્રતાપશીએ પણ જણાવ્યું કે આજે શ્રી રમણભાઈ જેવી એક વ્યક્તિએ જે અનુપમ કાર્ય કર્યું છે તે જૈન આગેવાનોને દષ્ટાંત સ્વરૂપે
લેખાવવું જોઈએ. આજે જૈન સમાજે એમને આ પ્રશ્ન માટે દરેક પ્રકારની ખાત્રી આપવી જ જોઈએ. શ્રી રમણલાલભાઈએ આ પ્રશ્ન પાછળ ભેખ લીધેલ છે અને જૈન સમાજ પોતાની અચૂક ફરજ અદા કરવા પ્રયત્નશીલ રહેશે એમાં શંકા કે બેમત જેવું કશું જ નથી. શ્રી લલ્લુભાઈ કરમચંદ દલાલે પ્રસંગોચિત સૂચના કરી.
કોન્ફરન્સના ઉપપ્રમુખ શ્રી ફુલચંદ શામજીએ જણાવ્યું હતું કે રતલામ અંગેની વિગતો તો જૈન સમાજને પોતાની હરતીના ચેલેંજવરૂપ ગણાય. આપણા હક્કો સુરક્ષિત રાખવા માટે ગમે તે ભોગો આપવા દરેકે દરેક જૈન વ્યક્તિએ તૈયાર થવાની જરૂર છે. કૉન્ફરન્સના મુખ્ય મંત્રી શ્રી સોહનલાલ મ. કોઠારી અને શ્રી જયંતિલાલ ૨. શાહે આ પ્રસંગે સમાજને તન-મન-ધનથી મદદ કરવા જણાવ્યું હતું. બાદ કેટલીક પ્રસંગોચિત વિચારણા કરી અત્યારે સુપ્રીમ કૉર્ટ સમક્ષ જે અપીલ મધ્યપ્રાંત સરકાર તરફથી અને રિટ અરજી સનાતન–ધર્માવલંબીઓ તરફથી રજૂ કરવામાં આવેલી છે તે વગેરે માટે ફંડ એકત્ર કરવાની ઘટતી તજવીજ કરવા નીચેની સમિતિ (સભ્યો ઉમેરવાની સત્તા સાથે) સર્વાનુમતે નીમવામાં આવી હતી.
(૧) મુનિ શ્રી શુભવિજયજી મહારાજ (૨) શ્રી ભોગીલાલ લહેરચંદ ઝવેરી (૩) શ્રી અમૃતલાલ કાલીદાસ દોશી, બી. એ. (૪) શ્રી કાંતીલાલ ઈશ્વરલાલ (૫) શ્રી રમણલાલ દલસુખભાઈ શ્રોફ (૬) શ્રી જીવતલાલ પ્રતાપશી (૭) શ્રી ગોવિંદજી જેવત ખોના (૮) શ્રી રમણલાલ નગીનદાસ પરિખ (૯) શ્રી અમથાલાલ જેસંગલાલ (૧૦) શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી, જે. પી. (૧૧) શ્રી મણીલાલ મોહનલાલ ઝવેરી (૧૨) શ્રી ઉદયભાણજી પ્રેમચંદ ગોમાજી અને (૧૩) શ્રી જયંતીલાલ રતનચંદ શાહ-સમિતિના કન્વીનર.
આ સમિતિ તરફથી તુરત કાર્ય આરંભ કરવામાં આવ્યું છે. તા. ૮-૧-૧૯૫૯ ગુરુવારના રોજ આ સમિતિની એક સભા શ્રી અમૃતલાલ કાલીદાસ દોશીની ઑફિસમાં મળી હતી અને મુંબઈના દેરાસરના ટ્રસ્ટીઓ
એ સભા ભી અપનાવરના રોજ કરવામાં આવ્યું