________________
જૈન યુગ
નવેમ્બર ૧૯૫૯
પ્રદેશ, દક્ષિણ, આદિ દેશોનાં અનેક નગર અને ગામોમાં જૈન શ્રીસંઘ અને જૈન મુનિઓના અધિકારમાં જે જ્ઞાનભંડારો છે તેમાં આપ સૌની કલ્પનામાં ય ન આવે તેવું અને તેટલું વિશાળ જૈન-જૈનેતર વિવિધ વિષયોને લગતું સાહિત્ય વિદ્યમાન છે, જેને આપણે સમગ્રપણે જાણતા પણ નથી. જેમ જેમ આ જ્ઞાનભંડારોનું અવગાહન કરવામાં આવે છે તેમ તેમ એમાંથી અનેક વિષયોને લગતી નવી નવી કૃતિઓ પ્રાપ્ત થતી જ જાય છે. આપણે આપણું આ જ્ઞાનકોશોનું નિરીક્ષણ અને તેની વિશ્વસ્ત યાદીઓ હજુ સુધી કરી શક્યા નથી. અહીં એટલું ઉમેરું કે માત્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે જ્ઞાનસંગ્રહો આજે વિદ્યમાન છે તેમાંની ગ્રંથસંખ્યા મારી ગણતરી પ્રમાણે ઓછામાં ઓછી મૂકે તો પણ એ પાંચથી સાત લાખ જેટલી હશે, કદાચ એનાથી અધિક પણ થાય. આ સંખ્યામાં પ્રાચ્ય વિદ્યામંદિર-વડોદરા, ગુજરાત વિદ્યાસભા-અમદાવાદ, ફાર્બસ સભા-મુંબઈ) ભા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર–અમદાવાદ, ઇત્યાદિ જાહેર વિદ્યાસંસ્થાઓના ગ્રન્થસંગ્રહો ઉમેરીએ તો આ સંખ્યા એનાથી પણ વધી જાય. આ સર્વે જ્ઞાનભંડારોનું અવલોકન અને જેની પ્રામાણિક યાદીઓ ન થઈ હોય તેને તૈયાર કરવાનું કામ આપણે ધારી લઈએ તેવું સરળ નથી; તેમ છતાં આ કાર્ય કરવું એ આજના યુગ માટે અતિ આવશ્યક છે અને અતિ રસપ્રદ પણ છે. આ કાર્ય પાછળ ખર્ચ ઘણું થાય એમાં લેશ પણ શંકા નથી અને એ ખર્ચ આપનાર દાતાઓ મળી આવે એમાંય લેશ પણ શંકા નથી; પરંતુ આપણને સ્કૂર્તિશાળી કાર્યકર્તાઓ મળે કે કેમ, જેઓ ગણતરીનાં વર્ષોમાં જ આ કાર્ય પૂરું કરી નાખે? સદ્દગત શ્રીયુત સી. ડી. દલાલે (ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલ) સગત મહારાજા શ્રી સયાજીરાવ-વડોદરાની આજ્ઞાથી પાટણ અને જેસલમેરના જ્ઞાનભંડારોનું અવલોકન કરી એના જે વિસ્તૃત રિપોસ તૈયાર કર્યા છે, તે માટે તેમણે ત્રણ ચાર મહિનાથી વધારે સમય લીધો નહોતો. ગોકળગાયની ગતિએ તો આવાં કામો વર્ષના અંતે પણ પાર ન પડે. આજના ગુજરાતીએ આવાં કાર્યો કરવા માટે સ્કૂતિ મેળવવી પડશે અને મેળવવી જ જોઈએ.
સમાયેલી છે તેનું પૃથક્કરણ કરવામાં આવે તો ગુજરાતી ભાષામાં સમૃદ્ધ સાહિત્યનો ઉમેરો થાય. જેમ આજ સુધીમાં હિંદી ભાષામાં વિવિધ વિષયોનું ખેડાણું અને એને લગતો વિશાળ સાહિત્યરાશિ પ્રકાશ પામ્યો છે અને દિન-પ્રતિદિન મોટા પ્રમાણમાં પ્રસિદ્ધ થતો જાય છે, તે જ રીતે ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરવા માટે આપણે વિદ્યાનાં નવાં નવાં ક્ષેત્રોની ઉપાસના અને અધ્યયન કરવાં પડશે. એ સિવાય સમૃદ્ધ ગુજરાતી ભાષાને જીવંત રાખવાનો બીજે એક પણ ઉપાય નથી. એક જમાનામાં પ્રભુત્વ ભોગવતી, આજના રાજસ્થાનના પ્રદેશને આવરી લેતી ભાષાનું સ્થાન આજે હિંદી ભાષાએ લીધું છે તેનું કારણ એ જ છે, કે એ ભાષા આજના યુગનું વિશિષ્ટ સાહિત્ય સર્જી શકી નથી. એટલું જ નહિ, પણ આજની રાજસ્થાની પ્રજાએ પણ સાહિત્યિક ભાષા તરીકે હિંદીને અપનાવી લીધી છે; જ્યારે ગુજરાતી ભાષા આજે એવી કક્ષાએ છે જેને આપણે પૂર્ણ અને સમૃદ્ધ ભાષા તરીકે ઓળખી–ઓળખાવી શકીએ. આ પરિસ્થિતિમાં આપણી ગુજરાતી ભાષાના વ્યક્તિત્વને સવિશેષ ખીલવવા માટે આપણે વિવિધ વિષયોનું અધ્યયન કરવાપૂર્વક તેઓને મૌલિક રીતે આપણી ગુજરાતી ભાષામાં ઉતારવા જોઈએ અને ગુજરાતી ભાષા બોલતી પ્રજાએ આવા વિષયોમાં જીવંત રસ કેળવવો જોઈએ.
આપ સૌના ધ્યાનમાં રહે કે આપણું જ્ઞાનભંડારોમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, આદિ ભાષાઓનું જે જૈનજૈનેતર વિપુલ સાહિત્ય વિદ્યમાન છે તેમાં આપણી પ્રાચીન ભાષાઓના કોશોને સમૃદ્ધ કરવાને લગતી ઘણી જ પર્યાપ્ત સામગ્રી છે. આપ સૌના ખ્યાલમાં આવે માટે પ્રાકૃત ટેકસ્ટ સોસાયટી-દિલ્હી' તરફથી પ્રસિદ્ધ થયેલ વિના નામનો ગ્રંથ એનાં પરિશિષ્ટો અને પ્રસ્તાવનાઓ જેવા ભલામણ છે. આ ગ્રંથમાં પ્રાકૃત, સંત કોશોને સમૃદ્ધ બનાવવા માટેની ઘણી સામગ્રી છે. સંસ્કૃત-પ્રાકૃત કોશોના પુનઃનિર્માતાઓએ આ ગ્રંથ અને આવા દરેક ગ્રંથને, માત્ર એનાં પરિશિષ્ટો જોઈ સંતોષ ન માનતાં સમગ્રભાવે જેવા જ પડશે. જેન આગમ ગ્રંથો અને એના ઉપરના વ્યાખ્યારૂપ નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા, આદિ ગ્રંથોમાં ઉપર્યુક્ત સંસ્કૃતપ્રાકૃત કોશોને લગતી સામગ્રી ઉપરાંત દેશી કોશકારોએ દેશી તરીકે નહિ સ્વીકારેલા અથવા એમની મર્યાદા બહાર હોઈ ઉપેક્ષિત ગણેલા તુવI=R. વિક્રાં એકી (ટીની હાજત), કુવત્તિયા= રૂની ડગલી, અરૂરિય =
ઉપર જે જ્ઞાનભંડારોની હકીકત નોંધવામાં આવી છે તેમાંના અનેકવિષયક ગ્રંથો, એની પ્રશસ્તિઓ અને પુષિકાઓમાં જે હકીકતો, વસ્તુઓ અને સામગ્રી