________________
નવેમ્બર ૧૯૫૯
જૈન યુગ
તરફથી અપાઈ તે શ્રી શ્રાવક-શ્રાવિકા ક્ષેત્ર ઉત્કર્ષ ફંડ ખાતે ઉધારવાની બહાલી અપાઈ હતી. બાદ બીજાં કેટલાંક કારોબારી કાર્ય અંગે સભાએ વિચારણા કરી હતી. જૈન યુગ' વ્યવસ્થાપક મંડળ
જૈન યુગ વ્યવસ્થાપક મંડળની સભા તા. ૨૧-૧૦-૧૯૫૯ના રોજ શ્રી. ચંદુલાલ વર્ધમાન શાહના : પ્રમુખપદે કોન્ફરન્સ કાર્યાલયમાં મળી હતી; જે વખતે જૈનયુગના સંચાલનાદિ અંગે કેટલીક મહત્વની વિચારણા કરવામાં આવી હતી. સામાન્ય સભાસદો
શ્રી પર્યુષણ પ્રસંગેની અપીલના પ્રત્યુતરમાં નીચે પ્રમાણેના ગૃહસ્થોએ જે સામાન્ય સભાસદો બનાવી સંસ્થાને તેની રકમ મોકલી આપેલી છે તે બદલ આભાર માનીએ છીએ.
અગાઉ નોંધાયેલ સભ્યો ૭૩, (૧) શ્રી. દીપચંદ રામચંદ વખારીઆ, બારશી ટાઉન દ્વારા ૯૧ (૨) શ્રી. મનુભાઈ કે. શાહ, દહેગામ દ્વારા ૬૦. (૩) શ્રી. જયંતિલાલ કાલિદાસ મહેતા, પાલણપુર દ્વારા ૨૦, (૪) શ્રી. મોહનલાલ દીપચંદ ચોકસી, મુંબઈ દ્વારા ૧૧, (૫) શ્રી રાયચંદ હરચંદ શાહ, વલસાડ દ્વારા ૨૦ અને (૬) શ્રી જૈન છે. કોન્ફરન્સ શ્રાવક-શ્રાવિકા ક્ષેત્ર ઉત્કર્ષ અંબાલા દ્વારા ૮૭; કુલ ૩૬૨. થાયી સમિતિના સભ્યો અને જેન યુ.'
કોન્ફરન્સની અખિલ ભારત સ્થાયી સમિતિના સભ્યોએ બંધારણાનુસાર પ્રતિવર્ષે રૂા. ૫ પાંચનું લવાજમ મોડામાં મોડા મહા વદ ] સુધીમાં આપવાનું હોય છે. એ બાબતમાં કોન્ફરન્સ તરફથી પત્ર અને જૈન યુગ” દ્વારા વખતોવખત સૂચનાઓ અપાયા છતાં કેટલાય સભ્યોનું લવાજમ પ્રાપ્ત થયેલ નથી. તે સભ્યોને
જૈન યુગ”ના ગ્રાહક થવા માટે પણ અનેક વખતે વિનંતી થયેલી છે. આ પ્રમાણે બંધારણાનુસાર લવાજમ નહિ મોકલનાર અનેઅથવા * જૈન યુગ”ના ગ્રાહક ન થનારને અચોકકસ સમય પર્યન્ત “જૈન યુગ” મોકલી શકાય તેવી પરિસ્થિતિ નથી અને તેથી આ અંકથી તેઓને મોકલવાનું સખેદ બંધ કરવામાં આવેલ છે. સ્વ. શ્રી. વીરચંદ પાનાચંદ શાહ.
જીવનની સાર્થકતાનો સરવાળો લોકવાણીમાં સમાયેલ છે, મન-વચન અને કાયાના યોગથી સધાયેલ
સત્કાર્યોની સુવાસ જગતમાં પ્રસરે છે અને તેને આપણા જીવનમાં ઉતારીએ તો જ સદ્ગતને ખરી અંજલિ અર્શી ગણાય”—એ પ્રમાણેના ઉદ્ગારી શ્રી. રમણલાલ દલસુખભાઈ કે પ્રમુખપદેથી જાહેર શોકસભામાં ઉચાર્યા હતા.
શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ આદિ વીસ જાહેર સંસ્થાના ઉપક્રમે શ્રી વીરચંદ પાનાચંદ શાહના મુંબઈમાં તા. ૧૧-૧૦-૧૯૫૯ ના રોજ થયેલ સ્વર્ગવાસ બદલ શોક પ્રદર્શિત કરવા શ્રી રમણલાલ દલસુખભાઈ શ્રોફના પ્રમુખપદે, શનિવાર તા. ૨૪-૧૦- ૯૫૯ ના રોજ જાહેર સભા યોજાતાં કૉન્ફરન્સના મુખ્ય મંત્રી શ્રી જયંતીલાલ રતનચંદ શાહે સદ્ગતને એક વીર યોદ્ધા તરીકે અંજલિ અર્પી હતી. શ્રી. ચીનુભાઈ લાલભાઈ શેઠે શ્રી. વીરચંદભાઈનો કૉન્ફરન્સ અને બાલાશ્રમાદિ જૈન સમાજની અનેક સંસ્થાઓ સાથેનો વર્ષો પર્યન્તનો સંબંધ અને સેવાને ખ્યાલ આપ્યો હતો. શ્રી. ભાઈચંદ શાહે જણાવ્યું, કે શ્રી. વીરચંદભાઈના જીવનમાં સાહસિકતા, નીડરતા અને દુરંદેશિતાનાં દર્શન થતા હતા. શ્રી. કેશરીચંદ જેસંગલાલ શાહે વર્ષો પૂર્વેની દાંડી કૂચ, રાજકોટ સત્યાગ્રહ અને મુંબઈની કોંગ્રેસની લડતમાં સ્વર્ગથે ભજવેલ ભાગની યાદ આપી હતી. બાદ ૭ નવકાર ગણી શોકદર્શક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. શ્રી. ચંદુલાલ ટી. શાહ અને શ્રી. દીપચંદ મ. શાહના પ્રવચન બાદ સભા પૂર્ણ થઈ હતી. આગામી ધાર્મિક પરીક્ષાઓ
શ્રી જૈન શ્વેતાંબર એજયુકેશન બૉની શ્રી. પ્રફુલચંદ બબલચંદ મોદી પુરુષવર્ગ અને શ્રી. કાંતાબેન બબલચંદ મોદી સ્ત્રીવર્ગ ધાર્મિક હરીફાઈની ઈનામી પરીક્ષાઓ રવિવાર તા. ૨૦ ડિસેંબર ૧૯૫૯ના રોજ બપોરના ૧ થી ૪ સુધીમાં જુદાં જુદાં કેન્દ્રોમાં લેવાશે.
આ પરીક્ષાઓ માટેના પ્રવેશપત્રો મોડામાં મોડા તા. ૧પમી નવેમ્બર ૧૯૫૯ સુધીમાં બૉના કાર્યાલયમાં (શ્રી જૈન શ્વેતાંબર એજયુકેશન બોંર્ડ,Coથી. જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ, ગોડીજી બિલિંગ. બીજે માળે, ૨૦, પાયધૂની પોસ્ટ કાલબાદેવી, મુંબઈ ૨) સ્વીકારાશે. ક્ષમાયાચના
અનિવાર્ય કારણોને લીધે આ અંક મોડો તૈયાર થયો છે, જે માટે ક્ષમા યાચીએ છીએ.
-તંત્રીઓ, જૈન યુગ”