________________
સ મા ચા ૨ સંકલન
ગૌરવપ્રદ વરણી
સને ૧૯૬૨માં મળનાર ઑલ ઈડ્યિા ઑરિયેન્ટલ કૉન્ફરન્સ (અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા પરિષદ)ના એકવીસમા અધિવેશન માટેના વિભાગીય પ્રમુખોની ચૂંટણી ગયા માસમાં ભુવનેશ્વરમાં થઈ, જેમાં “ પ્રાકૃત અને જૈનધર્મ” વિભાગના પ્રમુખ તરીકે પૂ શ્રી. પુણ્યવિજયજી મહારાજ અને ધર્મ અને તત્ત્વજ્ઞાન વિભાગના પ્રમુખ તરીકે શ્રી. પં. સુખલાલજીની વરણી થઈ છે. કલા અને ટેકિનકલ સાયન્સ વિભાગના પ્રમુખ તરીકે પ્રાચીન જૈન કલા અને સ્થાપત્યના નિષ્ણાત ડૉ. ઉમાકાન્તા પ્રેમાનંદ શાહ ચૂંટાયા છે. યુવાન ચિત્રકાર
શ્રી. શાંતિલાલ શાહ દોઢ વર્ષના યુરોપના અભ્યાસ -પ્રવાસેથી તાજેતરમાં પાછા ફર્યા છે. શ્રી. શાહે ઈટલી, જર્મની, હોલેન્ડ, ફ્રાન્સ, સ્પેઈન, ઈગ્લાંડ, સ્કોટલાંડ, વગેરે દેશોની મુલાકાત લઈ ત્યાંની કલા પ્રવૃત્તિનો અભ્યાસ કર્યો છે. પેરિસ, રોમ, મ્યુનિચ, હેગ, એમસ્ટરડામ અને લંડનમાં તેમની કલાકૃતિઓનાં પ્રદર્શનો યોજાયાં હતાં. આ પ્રવાસ પહેલાં ભારત સરકારની શિષ્યવૃત્તિથી મદ્રાસની શિલ્પશાળામાં શ્રી. શાહે બે વર્ષનો અભ્યાસક્રમ પૂરો કર્યો હતો. મદ્રાસ, કલકત્તા અને કોલઓમાં ભરાયેલ તેમનાં ચિત્રોમાં પ્રદર્શનોથી પ્રભાવિત થઈને, પશ્ચિમ જર્મની અને હોલેન્ડની સરકારે કલાભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી હતી. બે માસ
અગાઉ તેમનાં ચુનંદાં ચિત્રો અને “એચિંસ'નું પ્રદર્શન લંડનમાં ભારત એલચી શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત ખુલ્લું મૂક્યું હતું. ભારતીય ચિત્રકલાના વિવિધ નમૂનાઓ રજૂ કરતા ગુજરાતી સાહિત્ય પરિષદના વીસમા સંમેલનના કલાપ્રદર્શનમાં શ્રી શાંતિલાલ શાહના ચિત્રો ખાસ ધ્યાન ખેંચતાં હતાં. શ્રી દલસુખભાઈ માલવણિયા
શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ અને તેમના કુટુંબીજનોની સહાયથી બે વર્ષ પૂર્વે શરૂ થયેલ શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના મુખ્ય સંચાલક (ડાયરેકટર) તરીકે શ્રી. દલસુખભાઈ માલવણિયાની નિમણુક થયેલ છે. શ્રી. દલસુખભાઈ માલવણિયા હાલ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં જેનદર્શનના અધ્યાપક છે.
ઉદાર સખાવત
અમદાવાદમાં જુદીજુદી કોલેજોનું સંચાલન કરતી અમદાવાદ એજ્યુકેશન સોસાયટીને શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈએ રૂા. ૧,૮૫,૦૦૦ ભેટ આપેલ છે. આ રીતે ઍજ્યુકેશન સોસાયટીને અત્યારસુધીમાં શેઠ શ્રી કસ્તુરભાઈ તરફથી છત્રીસ લાખ રૂપિયાની ઉદાર સખાવત મળેલ છે. તે ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીને શેઠશ્રી કસ્તુરભાઈએ અગાઉ બાર લાખ રૂપિયા અર્પણ કર્યા હતા.
બેતામ્બર મૂર્તિપૂજક વિભાગને સ્પર્શતા સમાચાર તા. ૨૦મી સુધીમાં દર મહિને નીચે જણાવેલ સરનામે મોકલવા નિમંત્રણ છે. આ સમાચાર કા અને મુદ્દાસરના સ્પષ્ટ હસ્તાક્ષરમાં શાહીથી લખેલા હોવા જોઈએ, સમાચાર મોકલનારે પોતાનું પૂરું નામ, સરનામું જણાવવું જરૂરી છે.
તંત્રીઓ, “જૈનયુગ” C/o શ્રી જૈન વેતામ્બર કૉન્ફરન્સ ગોડીજી બિલ્ડીંગ ૨૦, પાયધુની, મુંબઈ ૨