SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ નવેમ્બર ૧૯૫૯ આજે રળે અને કાલે ખાય એવી આકાશવૃત્તિમાં જીવી રહ્યા છે, જેઓ ગરીબ છે અને જેઓની પાસે આવકનું કશું સાધન ન હોઈ કોઈની દયા ઉપર જ જેમને જીવવાનું છે એમની હાલત મોંઘવારીમાં જરા પણ વધારો થઈ જતાં કેવી મુશ્કેલીભરી, કેવી દયનીય અને કેવી ચિંતાભરી થઈ જવાની છે, એ તો જેને અનુભવ થયો હોય તે જ જાણે. એટલે અત્યારે તો એ જ વિચારવા જેવું છે. પણ અત્યારે તો જાણે આ વાર્તા અંત વગરની હોય એમ જ લાગી જાય છે. અને એનો ઉકેલ ક્યારે લાધશે અને સામાન્ય અને ગરીબ વર્ગ ક્યારે રાહતનો અનુભવ કરશે એ કહેવું મુશ્કેલ છે. આશાનો કોઈ તંતુ નજરે પડતો નથી. આમ છતાં આપણે એટલી આશા ન ગુમાવીએ કે દુઃખના દિવસો પણ કંઈ અમરફળ ખાઈને નથી આવતા. રાત્રિની જેમ એ પણ ક્યારેક દૂર થઈ જશે, અને આપણાં બધાં ભાઈ-ભગિનીઓ સુખના દિવસોનો મધુર આનંદ માણવા ભાગ્યશાળી થશે, અને ફરી પાછો સર્વત્ર સુખના સૂર્યનો પ્રકાશ પ્રસરી રહેશે. સાથે સાથે આપણે એ પણ સમજી રાખીએ કે કેવળ શુભેચ્છા અને અભિનંદનની આપલે કરીને જ સંતુષ્ટ બની રહેવાને બદલે દઢ સંકલ્પશક્તિ મેળવીને આપણે પુરુષાર્થી બનીશું અને માળાના જુદા જુદા મણકાઓને એક સ્થાને નાથી રાખનાર દોરાની જેમ એકતા અને સહકારની ભાવનાને સજીવન કરીશું તો આપણું ભાવિ અવશ્ય ઉજજવળ બનશે. અને તો પછી કોઈ પણ મુસીબત આપણી શક્તિને અને આપણું રાષ્ટ્રભક્તિને પડકારરૂપ નહીં જ બની શકે. અમને તો ચોક્કસ લાગે છે કે એકતા અને સહકારની ભાવના, એ જ આજના યુગની સૌથી મોટી જરૂરિયાત છે. નવીન વર્ષનાં વધામણાં કરતી વેળાએ એ ભાવનાનું મુખ્ય તત્ત્વ પિછાનવું અને એને જીવનમાં વણી લેવાનો સંકલ્પ કરવો, એ જ નવીન વર્ષને મુબારક બનાવવાનો કીમિયો છે. અમારા વાચકોને અને સૌને નવીન વર્ષનાં અમારાં અભિનંદન અને નવીન વર્ષની અમારી શુભેચ્છા. સૌ સુખી થાઓ, કોઈ પણ દુઃખી ન થાઓ અને સર્વનો ઉદય થાઓ; એ જ આજના શુભદિનની પવિત્ર પ્રાર્થના ! શ્રી જૈન શ્વ તામ્બર કોન્ફરન્સ કાર્યાલય પ્રવૃત્તિની ટૂંક નોંધ (કોન્ફરન્સ કાર્યાલય દ્વારા) કાર્યવાહી સમિતિની એક સમિતિની સભા, મુંબઈમાં ઉપરથી આગામી અધિવેશન માં કોન્ફરન્સની કાર્યવાહી સમિતિની સભા, મુંબઈમાં બુધવાર તા. ૨૧ ઑકટોબર ૧૯૫૯ ના રોજ બપોરના ૪-૩૦ વાગે કોન્ફરન્સ કાર્યાલયમાં શ્રી. મોહનલાલ લલ્લચંદ શાહના પ્રમુખસ્થાને મળી હતી. સાત સભ્યો હાજર હતા. તે સમયે નીચે પ્રમાણે કાર્ય કરવામાં આવ્યું હતું – (૧) છેલ્લી બેઠકની મિનિટ્સ રજૂ થતાં તે બહાલ રાખવામાં આવી હતી. (૨) કોન્ફરન્સનું આગામી અધિવેશન કલકત્તામાં મેળવવા અંગેની સર્વ હકીકત ઉપર સંપૂર્ણ વિચારણા કર્યા બાદ, આ અંગે કલકત્તામાં જે પ્રયાસો થયા તે બદલ આભાર વ્યક્ત કરી શ્રી આત્માનંદ જૈન મહાસભા-પંજાબ-અંબાલાના મહામંત્રી શ્રી. બાબુરામજી જૈન (ઝીરો) ના તાર અને પત્રાદિ ઉપરથી આગામી અધિવેશન માર્ચ, ૧૯૬૦માં પંજાબમાં ભરવા માટેનું આમંત્રણ સહર્ષ સ્વીકારી તે અંગેની ઘટતી સર્વ વ્યવસ્થા કરવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું. (૩) સંવત ૨૦૧૫નો હિસાબ તપાસવા વિ. માટે મેસર્સ બી. એમ. મહેતાની કંપની, ચાર એકાઉન્ટન્ટ્સની રૂા. ૧૫ના ઓનોરેરિયમથી ઓડિટર તરીકે નિમણુંક કરવામાં આવી હતી. તદુપરાંત સૂરતમાં જળસંકટથી ઉપસ્થિત થયેલ મુશ્કેલીમાં જૈનોના રાહતકાર્ય માટે શ્રી દેશાઈ પોળ જૈન પેઢી (સૂરત)ને રૂપિયા એક હજારની રકમ કોન્ફરન્સ
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy