________________
જન યુગ
એટલું સારું થયું કે આ માટે આપણી બધી સરકારો પણ ઠીકઠીક જાગ્રત બની હતી અને આપણી સામાજિક કે રાષ્ટ્રીય સંસ્થાઓએ પણ પ્રશંસાપાત્ર ચેતના દાખવી હતી; તેમ જ પ્રજા અને પ્રજાના આગેવાનો પણ્ સત્વર કામે લાગી ગયા હતા. આ બધી તાત્કાલિક અને ઝડપી મદદને કારણે જ આ મહાસંકટ અતિ અલ્પાંશે પણ એમાં સપડાયેલા જનસમૂહને માટે સહ્ય બની શક્યું હતું; અને સાથે સાથે એમને પ્રાથમિક જરૂરિયાત રૂપ કેટલીક રાહત પણ પહોંચાડી શકાઈ હતી.
આફતના કારમા ઓળા પથરાવા અને દેખાવા લાંગે છે ત્યારે માનવીના અંતરમાં એક્તા અને સહકારની ભાવના આપોઆપ પ્રગટી નીકળે છે અને અંદરઅંદરના નજીવા અને નમાલા મતભેદોને માનવી આધા હડસેલી મૂકે છે, એ વાતનો આ વર્ષે આપણને અને આખા દેશને ઠીકઠીક અનુભવ મળ્યો છે, એમ કહી શકાય.
પણ દુ:ખ દેખાય ત્યાં એકરૂપ થઈને સહકાર સાધીએ અને દુઃખ દૂર થાય કે સુખના દિવસો દેખાવા લાગે કે પાછા અનેકરૂપ બની જઈ તે લડવા-ઝઘડવા માંડીએ કે મતભેદોના વાવંટોળમાં અટવાઈ જઈ તે મૂળ ધ્યેયને ભૂલી જઈએ, એવી ચંચળતૃત્તિ કોઈ રીતે ઇચ્છવા જેવી નથી. જો આપણે રાષ્ટ્રરૂપે અને સમાજરૂપે સાચે જ જીવવું હોય અને આપણી જાતને એક ખમીરદાર પ્રજા કે સમાજ તરીકે પુરવાર કરી આપવી હોય તો સુખ કે દુઃખથી ભરેલા દિવસોની ખેવના કર્યાં વગર જ આપણે એકતા અને સહકારની ભાવના સાધતા શીખવું જોઈ શે.
જો એકતા અને સહકારને માટે દુઃખ કે સંકટની જ નિરંતર જરૂર રહેલી હોય તો એ એકતા અને સહકાર કેવળ પત્તાંના કે રેતીના મહેલના જેવાં નકલી જ ખની રહેવાનાં; અને અણીને વખતે આપણને દગો દઈ બેસવાનાં.
ભારતવર્ષે એના ભૂતકાળમાં તો આવા અનેક માઠા પ્રસંગોનો ધરાઈ ધરાઈ તે અનુભવ કર્યો છે અને એનાં માઠાં પરિણામ છેક અત્યારસુધી પણ આપણે ભોગવી રહ્યા છીએ, કે જ્યારે છતાં સાધનો, છતી શક્તિ, છતી ભાવના અને તી સંપત્તિએ કેવળ એકતા અને સહકારની ભાવનાના અભાવે આપણો દેશ પરદેશીઓના હાથે અનેકવાર લૂંટાયો અને એમના બંધનમાં સુદ્ધાં પડ્યો. સાથે સાથે આપણા દેશના ધર્મો અને સમાજો
૧
નવેમ્બર ૧૯૫૯
પણ વેરવિખેર અને હતપ્રાણ જેવા બની ગયા હતા. આ બધું દુષ્પરિણામ મુખ્યત્વે એક્તા અને સહકારના અભાવને કારણે જ ઉત્પન્ન થયું હતું.
એટલે દેશને માથે આ વર્ષે જે અપાર આફત વરસી અને એમાં આપણાં લાખો ભાઈ-બહેનોએ જે અવ હુતીય નુકસાન અને દુ:ખ ઉડાવ્યું એને માટે તો જેટલું દુઃખ લગાડીએ અને જેટલી દિલગીરી અને સહાનુભૂતિ દાખવીએ તેટલી ઓછી છે. પણ આવા મોટા દુઃખદ પ્રસંગે કેવળ લાગણી કે ભાવના બતાવીને સંતોષ માની લઈએ કે થોડીઘણી મદદ માટે હાથ લંબાવીને તૃપ્ત થઈ જઈ એ એટલું બસ નથી. આમાંથી કાયમી એકતા અને સહકારની ભાવનાને આપણા જીવનમાં આત્મસાત કરીને વણી લેવાનો સંકલ્પ કરીએ અને અંદરઅંદરના ક્લેશો કે મતભેદોને દૂર કરીએ, એ જ બોધપાઠ લેવા જેવો છે. અસારમાંથી સારનું ગ્રહણ કરી લેવાનું નીતિવેત્તાઓએ જે ઉદ્બોધન કર્યું છે એનું આ જ રહસ્ય છે.
વળી ૨૦૧૫ની સાલમાં અતિવૃષ્ટિની જે આકૃત વરસી ગઈ તેટલા માત્રથી એનાં દુપરિણામોની પૂર્ણાહુતિ થવાની નથી. એનાં ખરેખરાં માઠાં પરિણામો પાકને માટે કેવાં આવે છે, અને આ વર્ષમાં આપણે દુષ્કાળનો સામનો કેવો કરવો પડે છે, એ ઉપરથી જ આજથી શરૂ થતું વિ. સં. ૨૦૧૬નું વર્ષ દેશને માટે કેવું સાબિત થવાનું છે, એ નક્કી કરી શકાશે. અને એનું પૂરું ચિત્ર ઊપસતાં તો હજુ ઠીક ઠીક સમય લાગશે.
એટલે અત્યારે તો વીતેલા વર્ષમાં વેઠવી પડેલી મુશ્કેો લીઓ અને આવતું વર્ષ કેવું નીવડશે એની ચિંતા : કાળ દેવતાની ચક્કીનાં આ બે પડોની વચ્ચે આપણે ભીંસાઈ કે પિસાઈ રહ્યા છીએ એવે સમયે આપણા નવીન વર્ષનો આરંભ થાય છે; ત્યારે વીતેલા વર્ષને શુભેચ્છા દાખવી મધુર સ્મરણો સાથે વિદાય આપવાની અને ઉત્સાહપૂર્વક નવા વર્ષમાં મંગળ વધામણાં કરવાની પ્રજામાં હોંશ ન હોય તો એમાં પ્રજાનો દોષ કાઢી ન શકાય.
વળી જેમની પાસે સંપત્તિના ગંજ ખડકાયેલા પડ્યા છે એમને તો અન્ન, વસ્ત્ર. આવાસ કે જીવનની અનિવાર્ય જરૂરિયાતરૂપ વસ્તુઓ થોડીક મોંઘી થાય કે સસ્તી થાય, એની કશી જ ચિંતા કે પરવા કરવાપણું છે જ નહીં. પણ જેઓ સાવ સાધારણ સ્થિતિના છે, જેઓ